By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ નાકાબંધી વચ્ચે તેલનો ખેલ, અમેરિકા જોતું રહી ગયું, ભારત-પાક. અને ચીનને મોટો ફાયદો
    2 hours ago
    USના વિઝા હવે ફટાફટ!
    23 hours ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    1 day ago
    ફરી યુદ્ધ: ઈરાન-ઈઝરાયલ વચ્ચે બે મહિના બાદ ફરી તનાવ, સામ-સામા હુમલા શરૂ
    2 days ago
    તમામ ભારતીયો તાત્કાલિક ઈરાન છોડે: મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના એંધાણ થતાં નવી એડવાઈઝરી જાહેર
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
    23 hours ago
    કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી
    23 hours ago
    ચોમાસાએ રફ્તાર પકડી
    23 hours ago
    ભારતે પહેલીવાર 12 પરમાણુ બૉમ્બ તૈનાત કર્યાં
    23 hours ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    26 minutes ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    1 hour ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    2 days ago
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    2 days ago
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    1 week ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    1 week ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    7 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    8 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    1 hour ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    1 hour ago
    રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
    1 day ago
    ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
    2 days ago
    સ્કૂલ ચલે હમ : વેકેશન પૂરું, આજથી સ્કૂલો શરૂ
    2 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી હિંદુ ધર્મના સૌથી રહસ્યમય અંકનું મૂલ્યાંકન!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી હિંદુ ધર્મના સૌથી રહસ્યમય અંકનું મૂલ્યાંકન!
AuthorParakh Bhatt

વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી હિંદુ ધર્મના સૌથી રહસ્યમય અંકનું મૂલ્યાંકન!

Khaskhabar Editor
Last updated: 2022/02/01 at 1:41 PM
Khaskhabar Editor 4 years ago
Share
6 Min Read
SHARE

સનાતન ધર્મમાં આસ્થા ધરાવનાર દરેક વ્યક્તિ માટે 108નો આંકડો (સંખ્યા) હંમેશાથી વિશેષ મહત્વપૂર્ણ રહ્યો છે. યોગગુરૂ, સાધુ, મહાત્મા, ઋષિમુનિઓની મહાનતા દર્શાવવા માટે પુરાણકાળથી તેમનાં નામની આગળ ‘શ્રી શ્રી 108’નું સંબોધન જોડવાનો રિવાજ ચાલ્યો આવે છે. ઇશ્વરનું ધ્યાન ધરવા માટે તેમજ મંત્રોચ્ચારની ગણતરી રાખવા માટે ઉપયોગમાં લેવાતી મણકાની માળામાં 108 મોતી હોય છે. તમે જુઓ, મોટાભાગનાં ભારતીયો પોતાનાં મોબાઇલ નંબરોમાં તેમજ વાહનોની નંબર પ્લેટમાં પણ 108ને સમાવિષ્ટ કરે છે. લોકોની આ શ્રદ્ધાને મોબાઇલ કંપનીઓએ ધમધીકતો ધંધો બનાવી વેચવાનું શરૂ કરી દીધું છે. તમામ ધર્મોમાં શુભ મનાતાં અલગ-અલગ આંકડાઓની કિંમત ઉંચી રાખીને બજારોમાં તેને હજારો-લાખોનાં ભાવે વેચવામાં આવે છે.

માત્ર હિંદુ ધર્મમાં જ નહીં, પરંતુ શીખ, બૌદ્ધ અને જૈન ધર્મમાં પણ 108ને પૂજનીય ગણવામાં આવે છે

માત્ર હિંદુ ધર્મમાં જ નહીં, પરંતુ શીખ, બૌદ્ધ અને જૈન ધર્મમાં પણ 108ને પૂજનીય ગણવામાં આવે છે. જાપાનીઝ સાધુઓ એમનાં નવા વર્ષનાં આગમન સમયે 108 વખત મંદિરની ઘંટડીઓ વગાડીને જૂનાં દિવસોને વિદાય આપે છે. કોઇપણ વડીલ પાસેથી ક્યારેય પંદર કે વીસ વખત અથવા 100 વખત મંત્રોચ્ચાર કરવાની વાત સાંભળી? નહીં ને! તો પછી પ્રશ્ન એ છે કે શા માટે 108ને આટલું બધું મહત્વ અપાય છે? વૈદિક માન્યતા મુજબ, 108ને બ્રહ્માંડનાં સર્જનનું ચિહ્ન માનવામાં આવે છે. ઇટ ઇઝ ધ બેઝિસ ઓફ ક્રિએશન! 108માંના દરેક સ્વતંત્ર અંકોનો પોતાનો એક અર્થ છે :
‘1’ : ઇશ્વર એક સનાતન સત્ય છે એનાં ચિહ્નરૂપે.
‘0’ : શુન્યવત ખાલીપાનું સાક્ષીરૂપ.
‘8’ : અનંત બ્રહ્માંડનાં પ્રતીકરૂપે. (અંગ્રેજી 8 ને લંબ દિશામાં રાખીને જુઓ તો ‘ઇન્ફિનિટી’ – અનંતનું ચિહ્ન સામે આવે.)

- Advertisement -

108 એ સમગ્ર અંક-પદ્ધતિનું સૂચક છે. શુન્ય (ઝીરો) અને 1 થી 8નું ચક્ર નિરંતર ચાલ્યા રાખે છે. બ્રહ્માંડમાં વહેતાં ઉર્જાનાં અસ્ખલિત પ્રવાહને 108 વડે પ્રદર્શિત કરવામાં આવે છે. કમ્પ્યુટરની બાઇનરી સિસ્ટમ 0 અને 1 પર આધાર રાખે છે. એ સિવાય પણ વૈજ્ઞાનિકોને મળેલા કેટલાક ખગોળીય પુરાવાઓ 108ની મહત્તાને વધુ પ્રામાણિકતાપૂર્વક સિદ્ધ કરે છે.

(1) સૂર્યનો વ્યાસ પૃથ્વીનાં વ્યાસ કરતાં 108 ગણો વધુ છે
સૂર્યનો વ્યાસ : 13,92,000 કિલોમીટર.
પૃથ્વીનો વ્યાસ : 12,756.28 કિલોમીટર.
(બંનેનો ભાગાકર કરીએ તો પરિણામસ્વરૂપ મળતી રાશિ છે, 109.11)
વૈજ્ઞાનિક સાધનોમાં રહી જતી ત્રુટિને કારણે 1.11નો મિનિટ તફાવત મળવો સ્વાભાવિક છે. આવું ખુદ વૈજ્ઞાનિકોએ પણ સ્વીકાર્યુ છે. આથી સૂર્યનાં વ્યાસ કરતાં પૃથ્વીનો વ્યાસ લગભગ 108 ગણો વધુ હોવાની વાતને અહીં વૈજ્ઞાનિક માન્યતા મળે છે.

(2) પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર સૂર્યનાં વ્યાસ કરતાં 108 ગણું છે.
સૂર્યનો વ્યાસ : 13,92,000 કિલોમીટર.
સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર : 14,95,97,870.691 કિલોમીટર.
(બંનેનો ભાગાકાર કરતાં પરિણામસ્વરૂપ મળતી રાશિ, 107.469)
મેઝરમેન્ટ એરર (ક્ષતિ)ને ઉમેરી-બાદ કરી, રાઉન્ડ-ઓફ્ફ આંકડામાં ગણતરી કરીએ તો ફરી 108નો અંક પ્રાપ્ત થાય છે.અનુસંધાન પાના નં. 8

- Advertisement -

(3) પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર ચંદ્રનાં વ્યાસ કરતાં 108 ગણું વધુ છે.
ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર : 3,84,403 કિલોમીટર.
ચંદ્રનો વ્યાસ : 3474 કિલોમીટર.
(બંનેનો ભાગાકાર કરતાં મળતી પરિણામસ્વરૂપ રાશિ, 110.6514)
હવે તમે કહેશો કે, 2.65 મિનિટની ક્ષતિ તો બહુ વધારે ન કહેવાય!? ના, બિલકુલ નહીં. ચંદ્રની ભ્રમણકક્ષામાં જોવા મળેલા 11 ટકાનાં વેરિએશન (તફાવત)ને કારણે 2.65 મિનિટની ક્ષતિને અવગણવી પડે. આથી, અહીં પણ 108ને જ પ્રાધાન્ય આપી શકાય!

જ્યોતિષશાસ્ત્રમાં બાર રાશિઓ અને નવ ગ્રહનો ઉલ્લેખ છે. બાર અને નવનો ગુણાકાર કરીને પ્રાપ્ત થતી સંખ્યા 108 છે! વૈદિક જ્યોતિષશાસ્ત્રે ચારેય દિશાઓમાં પ્રવર્તમાન 27 નક્ષત્રો (27 ડ્ઢ 4 = 108) વિશે વિગતવાર વર્ણનો આપ્યા છે. આ એવા નક્ષત્રો છે, જે સમગ્ર બ્રહ્માંડને આવરી લે છે. વાસ્તવમાં, વૈજ્ઞાનિકો આજકાલ જેને ‘શોધ’નું નામ આપી રહ્યા છે એ પ્રકૃતિનાં તત્વોને અમુક-તમુક પ્રમાણમાં જોડી દેવાથી મળતી પ્રોડ્ક્ટ છે. એ તમામ વિશે આપણા ચાર વેદો (સામવેદ, ઋગ્વેદ, યજુર્વેદ અને અથર્વવેદ), નવ પુરાણ તેમજ 108 ઉપનિષદોમાં હજારો વર્ષ પહેલા લખી દેવાયું છે.
ચાર યુગોનાં સમયચક્ર પર વિશેષ ધ્યાન આપવા જેવું છે :

કળિયુગ : 4,32,000 વર્ષ : 4+3+2=9
દ્વાપરયુગ : 8,64,000 વર્ષ : 8+6+4=18, 1+8=9
ત્રેતાયુગ : 12,96,000 વર્ષ : 1+2+9+6=9
સતયુગ : 17,28,000 વર્ષ : 1+7+2+8=9

108નાં ત્રણેય અંક 1,0 અને 8નો સરવાળો કરીએ તો, ફરી 9 અંકની પ્રાપ્તિ થાય છે.

પૌરાણિક કાળમાં, ઋષિમુનિઓનું માનવું હતું કે માણસ માટે બાહ્ય સ્વચ્છતાની સાથોસાથ આંતરિક સ્વચ્છતા પણ એટલી જ વધુ અગત્યની છે. પ્રાર્થના, યોગ, ધ્યાન, પ્રાણાયામ, મંત્રોચ્ચાર એ આત્માનો ખોરાક છે. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર, શરીરનાં 107 મર્મને અસરકર્તા એવી 108 નાડીઓને જાગૃત કરવા માટે શાસ્ત્રોમાં 108 વખત મંત્રોચ્ચારની વાત કહેવામાં આવી છે. ભૌતિક શરીરમાંથી સૂક્ષ્મ શરીરને આંબવાની પ્રક્રિયા દરમિયાન માણસનો આત્મા 108 પડાવ પાર કર્યા બાદ મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે, જેનાં પ્રતીકરૂપે 108!

રૂદ્રાક્ષ કે અન્ય કોઇપણ માળા 108 મણકાની બનેલી હોય છે. જે રીતે બ્રહ્માને આપણે સર્જનહાર, વિષ્ણુને પાલનહાર તરીકે સ્વીકાર્યા છે, એવી જ રીતે મહાદેવને વિનાશકારી સ્વરૂપમાં પૂજીએ છીએ. આમ છતાં તેમને નૃત્ય ઘણું પ્રિય છે. નટરાજનું ધ્યાન ધર્યા વગર તો એકેય સાંસ્કૃતિક કાર્યક્રમનો આરંભ નથી થતો. ભરતનાટ્યમમાં વર્ણવવામાં આવેલી 108 મુદ્રાઓ મહાદેવ દ્વારા નિર્મિત છે.

You Might Also Like

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ

વાણી અને વર્તન દ્વારા પરિચય

અમેરિકાનું ‘મેકએલન’ વિશ્ર્વનું સૌથી મેદસ્વી શહેર

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજરાતી ભાષામાં પત્રકારત્વની તત્કાલીન સ્થિતિની સમીક્ષા કરતું ભાગ્યે જ લખતું હોય છે
Next Article અવસાન નોંધ, મરણ નોંધ, ઉઠમણું-બેસણું અને શ્રદ્ધાંજલિ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્પોર્ટ્સ

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ

Khaskhabar Editor Khaskhabar Editor 26 minutes ago
મેટા ગુજરાતના જામનગરમાં ખોલશે ભારતનું પહેલું AI ડેટા સેન્ટર, માર્ક ઝુકરબર્ગની મોટી જાહેરાત
મિડલ ઈસ્ટમાં યુદ્ધ જેવી સ્થિતિ છતાં સેન્સેક્સ નિફ્ટીમાં તેજી, રૂપિયો પણ મજબૂત, ક્રૂડમાં ભડકો
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
મનીષ આચાર્ય

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?