ટી બ્રેક સુધી ભારતનો સ્કોર 44/1, કેપ્ટન રોહિત શર્મા 19 રને રૂટનો શિકાર બન્યો; ટીમની લીડ 170 રન
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ તેની પ્રથમ ઇનિંગમાં 319 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું હતું. બેન ડકેટે 153 રન બનાવ્યા હતા. મોહમ્મદ સિરાજે 4 વિકેટ લીધી હતી. ભારતે પ્રથમ દાવમાં 445 રન બનાવ્યા હતા.
હાલમાં ત્રીજા દિવસે ટી બ્રેક પડ્યો છે. ટીમ ઈન્ડિયા તરફથી બીજી ઇનિંગમાં યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલ ક્રિઝ પર છે. ભારતે તેના બીજા દાવમાં એક વિકેટના નુકસાન પર 44 રન બનાવ્યા છે. ટીમની કુલ લીડ 170 રન છે.
રોહિત શર્મા 19 રન બનાવી જો રૂટના બોલ પર કઇઠ આઉટ થયો હતો. ત્રીજા દિવસે ઇંગ્લેન્ડે 207/2ના સ્કોર સાથે પોતાની ઇનિંગ આગળ વધારી હતી.
ઇંગ્લેન્ડે ત્રીજા દિવસના બીજા સત્રમાં 290/5ના સ્કોર સાથે પોતાની ઇનિંગ આગળ વધારી હતી. ટીમે 10.1 ઓવર બેટિંગ કરી અને 29 રનમાં છેલ્લી 5 વિકેટ ગુમાવી દીધી. મોહમ્મદ સિરાજે ઇનિંગ્સમાં કુલ 4 વિકેટ લીધી હતી. રવીન્દ્ર જાડેજાએ સેશનમાં 2 વિકેટ ઝડપી હતી. ઇંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સે 41 રન બનાવ્યા હતા.
ત્રીજા દિવસે ટી બ્રેક સુધીમાં ભારતે તેની બીજી ઇનિંગમાં 44/1નો સ્કોર કરી લીધો હતો. યશસ્વી જયસ્વાલ 19 રન અને શુભમન ગીલ 5 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યા હતા. જ્યારે રોહિત શર્મા 19 રન બનાવીને આઉટ થતાં તેને જો રૂટે પેવેલિયન મોકલ્યો હતો. ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં 126 રનની લીડ લીધી હતી, તો ચા સુધીમાં ટીમની લીડ 170 રન થઈ ગઈ હતી.
જો રૂટે બીજી ઇનિંગમાં ઇંગ્લેન્ડને પ્રથમ સફળતા અપાવી હતી. તેણે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને કઇઠ આઉટ કર્યો હતો. રોહિત 28 બોલમાં 19 રન બનાવીને આઉટ થયો હતો. રોહિતે પ્રથમ દાવમાં 131 રન બનાવ્યા હતા.