જૂનાગઢ સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં તોડજોડ બાદ ચિત્ર સ્પષ્ટ થયું
મનપામાં 52 બેઠકો પર 165 ઉમેદવારો વચ્ચે જંગ જામશે
કુલ 19 ફોર્મ પરત ખેંચતા ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતા પ્રચાર શરુ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.5
જૂનાગઢ સ્થાનિક સ્વરાજની ચૂંટણી જંગમાં ગત રોજ ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે.જેમાં બંને પક્ષે તોડજોડની રાજનીતિ બાદ હવે સીધો જંગ ભાજપ, કોંગ્રેસ અને આપ સાથે અપક્ષો આજથી મેદાનમાં ઉતરશે અને પ્રચાર કાર્ય પૂર જોશમાં જોવા મળશે ત્યારે ભાજપ દ્વારા જૂનાગઢ શહેરમાં મધ્યસ્થ કાર્યાલય આગેવાનો ઉપસ્થિતિમાં ખુલ્લું મુકાયું હતું અને જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો આ કાર્યાલય ઉદ્ધઘાટન વેળાએ આપના પૂર્વ પ્રમુખ અને આરટીઆઈ એક્ટિવિસ્ટ તુષાર સોજીત્રા અત્યાર સુધી ભાજપ સામે બાયો ચડાવી કામીગીરી કરી હતી હવે છેલ્લી ઘડીયે ભાજપનો પાલો પકડી ખોળે બેસી જતા શહેરમાં અનેક ચર્ચાઓ જાગી હતી.
કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ ફોર્મ ખેંચવાના અંતિમ દીવસે જે રીતે ફોર્મ પરત ખેંચાતા અને ભાજપને સમર્થન કરતા કોંગ્રેસ નેતાઓમાં રોષ પ્રગટ કર્યો હતો અને શહેરના ઝાંસીરાણી સર્કલ પાસે ધરણા પ્રદર્શન કરીને ભાજપ સામે ખીરીદ વેચાણ બંધ કરો તેવા નારા લગાવ્યા હતા.અને ભાજપની તોડજોડની રાજનીતિ સાથે ગુંડાગીરી અને દબાવવાના પ્રયાસ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો છતાં કોંગ્રેસ દ્વારા એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો કે, જે રીતે શહેરની પ્રજામાં વિકાસ કામગીરી મુદ્દે વિરોધ જોવા મળે છે તેનો સીધો ફાયદો કોંગ્રેસને થશે તેવી વાત સાથે આજથી જોરશોર પૂર્વક પ્રચાર શરુ કરશે આમ હવે તા.16 ફેબ્રુઆરીએ મતદાન છે.અને તા.18ના રોજ પરિણામ આવશે ત્યારે સાચી ખબર પડશે કે મતદારોનો મિજાજ શરૂ હતો હાલ તો ત્રણેય પક્ષો અને અપક્ષ દ્વારા ચૂંટણી પ્રચાર શરુ કરીને જીતના દાવા કરી રહ્યા છે.
જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયુ છે. 15 વોર્ડની 60 બેઠકમાંથી બાવન બેઠક પર ચૂંટણીનો જંગ જામશે. ભાજપ, કોંગ્રેસ, આપ, અપક્ષ સહિતના કુલ 65 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ થવાનો છે. કોંગ્રેસના વધુ એક ઉમેદવાર ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધુ છે.
- Advertisement -
મહાનગરપાલિકાની ચૂંટણીમાં 238 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાં 54 ફોર્મ ભર્યા હતા. જેમાં 54 ફોર્મ સામાન્ય અને 84 ઉમેદવારીપત્ર પરત ખેંચાયા છે. ચૂંટણી તંત્ર દ્વારા હરીફ ઉમેદવારોની યાદી તૈયાર કરી લેવામાં આવી છે. મનપાની ચૂંટણી રસાકરીભરી થઇ ગઇ છે. ચૂંટણીની શરૂઆતતથી જ વિવાદો શરૂ થયા છે. જેમાં મતદાનના બહિષ્કારના બેનર, સાંસદ અને સ્થાયી સમિતિના ચેરમેનના વિરોધાભાસી નિવેદન, ટિકિટ ન ાપતા સમાજમાં નારાજગી, કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ ચકાસણીમાં વિવાદ, ભાજપ અને કોંગ્રેસના સામ સામે આક્ષેપ પ્રતિ આક્ષેપ, કોંગ્રેસના ધરણા સહિતના અનેક મુદ્દે ચૂંટણી ચર્ચાસ્પદ બની ગઇ છે.
કોંગ્રેસના 9 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા હતા વધુ એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીધુ છે. વોર્ડ નં.બેના પ્રમલબેન કટારા નામના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીધુ છે. કોંગ્રેસના કુલ 10 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યુ છે. ફોર્મ પરત ખેંચવાને લીધે વોર્ડ નં.3 અને વોર્ડ નં.14ના કુલ 8 ઉમેદવારો બિનહરીફ થયા છે. કુલ 60 બેઠકોમાંથી હવે બાવન બેઠકો પર ચૂંટણીનો જંગ જામવાનો છે. અપક્ષ ઉમેદવારોને દુરબીન, ખાંડણીદસ્તો, કટિંગ પ્લાયર, ચિમની, ટીવી રિમોટ, માઇક, હેલ્મેટ, હાથલાકડી, ટેબલ સહિતના ચિન્હ ફાળવી દેવામાં આવ્યા છે.
જિલ્લાની 6 પાલિકાની 143 બેઠક પર 378 ઉમેદવારો મેદાનમાં
જૂનાગઢ જિલ્લામાં 6 નગરપાલિકામાં ફોર્મ પર ખેંચવાના દિવસે કુલ 11 લોકોએ ઉમેદવારી પરત ખેંતી હતી હવે કુલ 43 બેઠક માટે 378 ઉમેદવારો મેદાનમાં રહયા છે. હવે આ ઉમેદવારો દદ્વરારા ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. સૌથી વધુ માંગરોળ પાલિકાની 32 બેઠક પર 101 મુરતિયા મેદાનમાં છે. જેમાં સૌથી વધુ માંગરોમાં 101, વંથલીમાં 55, માણાવદરમાં 69, વિસાવદરમાં 71, ચોરવાડમાં 50 મુરતિયા ચૂંટણી લડશે.