કેન્દ્રીય સડક અને રાજમાર્ગ મંત્રાલયે હાલમાં કેન્દ્રીય મોટર વ્હીકલ રૂલ્સમાં ફેરફાર કર્યા છે. કેન્દ્રની તરફથી જાહેર કરાયેલા નવા નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ થશે. મંત્રાલયના આધારે આઈટી સર્વિસિસ અને ઈલેક્ટ્રોનિક મોનિટરિંગની મદદથી ટ્રાફિક રૂલ્સને દેશમાં લાગૂ કરાશે. નવા નિયમો અનુસાર હવે વાહનને ફક્ત ડોક્યુમેન્ટ ચેક કરવા રોકી શકાશે નહી.

  • E-Challanને લઈને કેન્દ્રએ બદલ્યા નિયમો
  • રસ્તામાં નહીં કરી શકાય વાહનોનું ચેકિંગ
  • નવા નિયમો 1 ઓક્ટોબરથી થશે લાગૂ

હવે તપાસ માટે નહીં કરાય ફિઝિકલ ડોક્યૂમેન્ટ્સની માંગ

નવા નિયમોના આધારે કોઈ વ્હીકલ કે કોઈ ડોક્યુમેન્ટ ઓછું છે કે અધૂરું છે તો તેના રજિસ્ટ્રેશન નંબરની મદદથી ડોક્યુમેન્ટ્સનું ઈ વેરિફિકેશન કરાશે અને ઈ-ચલન મોકલાશે.