અમેરિકાનાં દક્ષિણ રાજ્યોમાં ઉનાળામાં ઓફિસોમાં એસીને લીધે ચેપ વધ્યો, શીખ મળી

અમેરિકામાં રિસર્ચરો કહે છે કે જેમ જેમ ઠંડી વધશે અને લોકો એક જગ્યાએ એકઠા થવા લાગશે તેમ તેમ કોરોનાનો ખતરો વધશે. ઠંડીમાં લોકો ઘર, ઓફિસ કે બંધ જગ્યાએ રહેવાનું પસંદ કરે છે. ઈનડોર જગ્યાઓમાં વાઈરસ ફેલાવાનો ખતરો વધુ છે. અમેરિકાનાં દક્ષિણ રાજ્યોમાં ઉનાળામાં લોકો એસી ઓફિસો-ઘરમાં વધુ એકઠા થઈ રહ્યા હતા. હવે આ ટ્રેન્ડ ઠંડીમાં પણ જોવા મળી શકે છે. એવામાં બચાવ માટે અમુક ઉપાયો કરી શકાય છે.

1. ખરાબ વેન્ટિલેશનવાળાં ઈનડોર સ્થળોએ વાઇરસની અસર વધારે દૂર અને મોડે સુધી રહે છે
કોરોના પર રિસર્ચ કરી રહેલા અમેરિકી ડૉક્ટર માર અનુસાર, ખરાબ વેન્ટિલેશનવાળી જગ્યાઓ પર, જેમ કે મોટા ભાગની રેસ્ટોરાં અને બારમાં ખતરો વધુ રહે છે. એવી જગ્યાઓ પર વાઈરસ વધારે દૂર અને મોડે સુધી રહે છે. આ ઉનાળામાં વિજ્ઞાનીઓએ નોંધ લીધી હતી કે હોસ્પિટલની અંદર ચેપી દર્દીથી વાઈરસ નાના ડ્રોપલેટ્સ તરીકે(એરોસોલ્સ) હવામાં 16 ફૂટ સુધી ફેલાઈ રહ્યો હતો.

2. તમામ મોંઘાં ઉપકરણોની જગ્યાએ પાણી અને સાબુનો ઉપયોગ સૌથી શ્રેષ્ઠ ઉપાય
ઈનડોરમાં વાઈરસ ફેલાતો રોકવા બજારમાં અનેક મોંઘાં ઉપકરણો મળે છે. એ સપાટીને સાફ કરવાનો વાયદો કરવાની સાથે હવાને વાઈરસમુક્ત કરવાનો પણ દાવો કરે છે. નિષ્ણાતો કહે છે કે આવી મોટા ભાગની પ્રોડક્ટ ઓવરકિલ અને હાનિકારક છે. કોલોરાડો સ્ટેટ યુનિ.ના એટમોસ્ફિયર કેમિસ્ટ ડેલફિન કહે છે કે આ ફેન્સી દેખાતી વસ્તુઓની અવગણના કરવી જોઈએ. પાણી-સાબુ સૌથી સુંદર અને સારી રીતે કામ કરે છે.

મોટી ઇમારતોમાં કેવી રીતે બચાવ કરશો
હાર્વર્ડમાં બિલ્ડિંગ સેફ્ટીના એક્સપર્ટ જોસેફ એલન કહે છે કે ફક્ત વેન્ટિલેશન ઠીક કરી ચેપ ન રોકી શકાય. અમુક સામૂહિક પ્રયાસોના જોરે જ તેના ખતરાને ઘટાડી શકાય છે.

  • જેટલું સંભવ હોય એટલા ભીડથી બચો, જેમ કે કર્મીઓને વર્ક ફ્રોમ હોમ માટે પ્રોત્સાહિત કરો.
  • ફક્ત પરમિટ એન્ટ્રી આપો, જેમની બિલ્ડિંગમાં ફિજિકલી હાજરી જરૂરી હોય.
  • બિલ્ડિંગમાં એર ફિલ્ટર લગાવો અને સર્ફેસને સતત સેનિટાઈઝ કરતા રહો.
  • લિફ્ટમાં કેટલા લોકો આવશે એ નક્કી કરો.
  • ઈનડોરમાં ફેસ કવરિંગ અને બીજાં વ્યક્તિગત સુરક્ષાત્મક ઉપકરણોનો ઉપયોગ કરો.
  • બંધ જગ્યાએ માસ્કનો ઉપયોગ કરો.