By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    19 hours ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    2 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    3 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    3 days ago
    ટ્રમ્પ ‘એકલા’ પડ્યા ! પોતાની જ પાર્ટીમાં બળવો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    UPI ચાર્જ જાન્યુ. સુધી મુલત્વી ?
    19 hours ago
    ભારતીય સિને જગતનો ‘ક્રાંતિવીર’ અસ્ત : નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે નિધન
    19 hours ago
    હવે રેલવે ટીસી પહેરશે કેમેરા લગાવેલું જેકેટ
    19 hours ago
    પાઇલટ સ્મિતની દુનિયામાં ચર્ચા, એક દિવસ મેડ ઇન ઈન્ડિયા પ્લેનની ચર્ચા થશે: PM મોદી
    2 days ago
    તહેવારો પૂર્વે જ RBIનો ઝટકો : વ્યાજદરમાં વધારો, લોન મોંઘી થશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    2 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    3 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    6 days ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    7 days ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટમાં ડૉ. કુમાર વિશ્ર્વાસ કરશે ત્રણ દિવસની ‘જલકથા’
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટમાં ડૉ. કુમાર વિશ્ર્વાસ કરશે ત્રણ દિવસની ‘જલકથા’
રાજકોટ

રાજકોટમાં ડૉ. કુમાર વિશ્ર્વાસ કરશે ત્રણ દિવસની ‘જલકથા’

Khaskhabar Editor
Last updated: 2025/09/10 at 5:04 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

જળસંચય માટે સતત કાર્યરત ગીરગંગા પરિવાર ટ્રસ્ટનું ભગીરથ આયોજન

15, 16 અને 17 ડિસેમ્બર રેસકોર્સ મેદાનમાં રાત્રે 8થી 12 કથા યોજાશે

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

ગીરગંગા પરિવાર ટ્રસ્ટની જળસંચય માટેની અથાગ મહેનતના પરિણામ સ્વરૂપ સૌરાષ્ટ્રની કાયાપલટનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આ ભગીરથ કાર્યને વધુ બળ પૂરું પાડવા હિન્દી ભાષાના વિશ્વપ્રસિદ્ધ કવિ તત્વચિંતક અને કથાકાર ડો. કુમાર વિશ્ર્વાસ ડિસેમ્બર મહિનામાં રાજકોટમાં ત્રણ દિવસ જલકથા કરશે. ખાસ કરીને, શિક્ષિત વર્ગ અને યુવાનોમાં અપ્રતિમ લોકપ્રિયતા ધરાવતા કુમાર વિશ્ર્વાસ ફક્ત એક કવિ નથી, પણ ખરા અર્થમાં એક તત્વચિંતક પણ છે. તેઓ સામાજિક અને સાંસ્કૃતિક વિષયો પર પોતાના વિચારો સ્પષ્ટપણે રજૂ કરવા માટે વિખ્યાત છે. પ્રવચનો અને કથાના માધ્યમથી ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યો પર ભાર મુકતા ડો. કુમાર વિશ્ર્વાસના વિષયોમાં મુખ્યત્વે રામ, રામાયણ, શ્રીકૃષ્ણ, મહાભારત અને અન્ય પ્રાચીન ગ્રંથોનો સમાવેશ થાય છે. 15, 16 અને 17 ડિસેમ્બર દરમિયાન દરરોજ રાત્રે 8 થી 12 દરમિયાન તેઓ “જલકથા : અપને અપને શ્યામ કી” વિષય પર કથાનું શ્રોતાઓને રસપાન કરાવશે. આજની નવી જનરેશનને નવા વિચારો આપવા માટે ગીરગંગા ટ્રસ્ટ દ્વારા વ્યાસપીઠ પર કુમાર વિશ્ર્વાસની પસંદગી કરવામાં આવી છે. કથા અંતર્ગત ડો. કુમાર વિશ્ર્વાસ શ્યામ કથા સાથે જળસંચયની આવશ્યકતા અને મહત્વને પણ વણી લેશે. સૌરાષ્ટ્રની મોટામાં મોટી જરૂરિયાત પાણીની છે ત્યારે જળસંચય માટે ચેક ડેમો ઊંડા ઉતારવા, રીપેર કરવા, ઊંચા કરવા, નવા બનાવવા તેમજ બોર-કુવા રિચાર્જ, ખેત તલાવડી સોર્સ ખાડા વગેરે જેવા જળસંચયના 1,11,111 સ્ટ્રકચરોના કાર્યો પૂર્ણ કરવાના સંકલ્પ સાથે કાર્યરત સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખિયા, ટ્રસ્ટી મંડળ અને સંસ્થાની કોર ટીમ તેમજ સંસ્થા સાથે તન,મન,ધનથી જોડાયેલા સૌ કોઈના પ્રયત્નોથી જળસંચયને લગતા લગભગ 9,000 સ્ટ્રકચરો પૂર્ણ કરવામાં આવ્યા છે. આ કાર્યને અનેકગણો વેગ મળે તેમજ જળસંચયના આ ભગીરથ કાર્ય દ્વારા સૌરાષ્ટ્ર હરીયાળુ બને અને તે માટે સમાજ શ્રેષ્ઠિઓ અનુદાન માટે આગળ આવે તે હેતુથી આ ’જલકથા : અપને અપને શ્યામ કી’નું આયોજન થઈ રહ્યું છે. રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાનાર આ કથામાં લગભગ દોઢ લાખ શ્રોતાઓ ઉપસ્થિત રહેવાની ધારણા છે.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખિયા અને ગીરગંગા પરિવારના માર્ગદર્શક તેમજ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરાએ ગત મંગળવારે દિલ્હી મુકામે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલના અધ્યક્ષતામાં કવિ-તત્વચિંતક કુમાર વિશ્ર્વાસ સાથે બેઠક કરી હતી અને આ બેઠકમાં ગીરગંગાની જળસંચય માટેની પ્રવૃત્તિની ઊંડાણપૂર્વક માહિતી મેળવ્યા બાદ કુમાર વિશ્ર્વાસે રાજકોટમાં ત્રણ દિવસની જલકથા કરવા સહમતી આપી હતી.

અદભુત અને અવિસ્મરણીય બની રહેનાર આ જલકથા-શ્યામ કથાના આયોજનમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય અને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ ઊંડો રસ લઈ તમામ પ્રકારનું માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. ગીરગંગા ટ્રસ્ટની કુમાર વિશ્ર્વાસ સાથેની બેઠક પણ તેમના માધ્યમથી અને તેમની ઉપસ્થિતિમાં જ મળી હતી. સાહિત્ય જગત અને નવા વિચારો માટે ઉત્સુક નવી પેઢી જેમના તરફ વિશ્ર્વાસથી જોઈ રહી છે તેવા ડો. કુમાર વિશ્ર્વાસની કથા માટે ગીરગંગા પરિવારમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને કથા પૂર્વે આજથી જ તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. આ અંગે ટ્રસ્ટના આગેવાનો, શુભેચ્છકો અને કાર્યકરોની પ્રથમ બેઠક તાજેતરમાં નવા રીંગ રોડ સ્થિત મુરલીધર ફાર્મ પર મળી હતી. જેમાં કથાને અનુલક્ષીને વિવિધ મુદ્દાઓ પર ગહન ચર્ચા થઈ હતી તેમજ વ્યવસ્થાના ભાગરૂપે જુદી-જુદી સમિતિઓની રચના કરવામાં આવી હતી.

- Advertisement -

આ સમગ્ર જલકથાને રાષ્ટ્રીય ફલક પર લઈ જવા માટે ગીરગંગા ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખિયાના, માર્ગદર્શન હેઠળ કોર કમિટીના સભ્યો સર્વ દિનેશભાઈ પટેલ પ્રકૃતિ પ્રેમી, પ્રતાપભાઈ પટેલ, વીરાભાઇ હુંબલ, જમનભાઈ ડેકોરા, શૈલેષભાઈ જાની, ડો. દેવાંગીબેન મૈયડ, હરીશભાઈ લાખાણી, રમેશભાઈ ઠક્કર, સતીશભાઈ બેરા, યશવંતભાઈ ગોસ્વામી, ભરતભાઈ ટીલવા, સુરેશભાઈ દેસાઈ, ગિરીશભાઈ દેવડીયા, કૌશિકભાઇ સરધારા, ગોપાલભાઈ બાલધા, ભાવેશભાઈ સખીયા, મનીષભાઈ માયાણી, અમિતભાઈ દેસાઈ, સંજયભાઈ ટાંક, કૌશલભાઈ ખોયાણી વગેરે કાર્યરત છે.

You Might Also Like

કટારિયા ચોકડીના ડાયવર્ઝન પર નવરાત્રીમાં ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે આગોતરું આયોજન જરૂરી

મનપામાંથી હવે 50 વર્ષ જૂના મરણના દાખલા 10 મિનિટમાં મળશે

વીજ ગ્રાહકોમાં સ્માર્ટ મીટરની ‘સ્પીડ’ ખૂબ જ ધીમી : 7 લાખમાંથી માત્ર 2.11 લાખ ગ્રાહકો ‘સ્માર્ટ’ બન્યા

વોટ ચોર ગદ્દી છોડનાં નારા સાથે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઈ

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કુકર્મો અને દુષ્કર્મોનો અખાડો

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઉપરાષ્ટ્રપતિપદે ચૂંટાયેલા રાધાકૃષ્ણન વડાપ્રધાન નરેન્દ્ર મોદી-અમિત શાહને મળ્યા
Next Article મનપાના જન્મ-મરણ વિભાગના દાખલા માટે લાંબી લાઈનો ડેટા ટ્રાન્સફર પ્રક્રિયાને લઈ સર્જાઈ મુશ્કેલી, અરજદારોને હાલાકી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

UPI ચાર્જ જાન્યુ. સુધી મુલત્વી ?

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
ભારતીય સિને જગતનો ‘ક્રાંતિવીર’ અસ્ત : નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે નિધન
હવે રેલવે ટીસી પહેરશે કેમેરા લગાવેલું જેકેટ
રાજકોટની રૈયારાજ કંપની સાથે 6 કરોડની ઠગાઈના ગુનામાં 4 માસથી વોન્ટેડ દંપતિની ગાંધીનગરમાંથી ધરપકડ
કટારિયા ચોકડીના ડાયવર્ઝન પર નવરાત્રીમાં ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે આગોતરું આયોજન જરૂરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

કટારિયા ચોકડીના ડાયવર્ઝન પર નવરાત્રીમાં ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે આગોતરું આયોજન જરૂરી

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
રાજકોટ

મનપામાંથી હવે 50 વર્ષ જૂના મરણના દાખલા 10 મિનિટમાં મળશે

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
રાજકોટ

વીજ ગ્રાહકોમાં સ્માર્ટ મીટરની ‘સ્પીડ’ ખૂબ જ ધીમી : 7 લાખમાંથી માત્ર 2.11 લાખ ગ્રાહકો ‘સ્માર્ટ’ બન્યા

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?