ઉપલેટા પંથકના બાળકોને ડાયાલિસિસ કરાવવા નહી જવું પડે દૂર
ઉપલેટાની સિવિલ હોસ્પિટલમાં ચાલતા ડાયાલિસિસ યુનીટમા બાળકોનું પણ ડાયાલિસિસ કરાયું શરૂ
ઉપલેટા સરકારી હોસ્પિટલમાં હાલ ડાયાલિસિસ યુનિટમાં હાલ નાના બાળકોનું પણ ડાયાલિસિસ શરૂ કરવામાં આવ્યું છે જેથી હવે બાળકોની સારવાર માટે દૂર દૂર સુધી સુવિધાનો અને સારવારનો લાભ લેતા બાળકોને હવે ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે પણ મળશે ડાયાલિસિસની સારવાર.
જે રીતે અત્યાર સુધી ઉપલેટા પંથકમાં બાળકોને ડાયાલિસિસ માટે રાજકોટ, જામનગર, પોરબંદર, અમદાવાદ ડાયાલિસિસ કરાવવા માટે જવું પડતું તેમાંથી હવે રાહત મળી છે હવે ઉપલેટામાં જ તેની સારવાર અને લાભ ઉપલબ્ધ થયેલ છે ત્યારે ઉપલેટાના ડાયાલિસિસ યુનિટમાં પ્રથમ દસ વર્ષના બાળકથી આ શરૂવાત થઈ છે જેથી ડાયાલિસિસ અર્થે આવતા બાળકો અને તેમના વાલીઓ માટે પણ મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે.


