મુખ્ય ધાર્મિક અને રાષ્ટ્રીય તહેવારો સાથે મરજિયાત રજાઓની યાદી જાહેર
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૭ દરમિયાન રાજ્ય સરકારની તમામ સરકારી કચેરીઓમાં પાળવામાં આવનારી જાહેર જાહેર રજાઓ અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેર રજાઓની યાદીમાં મુખ્ય ધાર્મિક અને રાષ્ટ્રીય તહેવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં મકરસંક્રાંતિ, પ્રજાસત્તાક દિવસ, મહાશિવરાત્રિ, રમઝાન ઈદ, ધૂળેટી, ગુડ ફ્રાઈડે, ચેટીચાંદ, ડો. બાબાસાહેબ આંબેડકર જયંતિ, રામનવમી, મહાવીર જન્મકલ્યાણક, બકરી ઈદ, મોહરમ, સ્વાતંત્ર્ય દિવસ, રક્ષાબંધન, જન્માષ્ટમી, સંવત્સરી, ગાંધી જયંતિ, દશેરા, દિવાળી તેમજ નૂતન વર્ષ સહિતના દિવસોનો સમાવેશ થાય છે. આ સિવાય સરકારી કર્મચારીઓ પોતાની પસંદગી મુજબ મેળવી શકે તે માટે મરજિયાત (વૈકલ્પિક) રજાઓની યાદી પણ પ્રસિદ્ધ કરાઈ છે. જેમાં ભગવાન પરશુરામ જયંતિ, પારસી નૂતન વર્ષ, ઈદ-એ-મિલાદ તેમજ સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ સહિતના વિવિધ ધાર્મિક અને સામાજિક પ્રસંગોનો સમાવેશ થાય છે. સરકારી જાહેરનામામાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, જો કોઈ જાહેર રજા મહિનાના બીજા કે ચોથા શનિવારે અથવા રવિવારના દિવસે આવશે, તો તેના બદલામાં અલગથી કોઈ રજા આપવામાં આવશે નહીં. વધુમાં, મુસ્લિમ સમુદાયના તહેવારોની રજાઓ ચાંદ દર્શનને આધીન રહેશે.જાહેર રજાઓ અને તહેવારોના નામ અને તારીખની યાદી આપવામાં આવી છે
- Advertisement -
મકર સંક્રાંતિઃ ૧૪ જાન્યુઆરી, ૨૦૨૭
પ્રજાસત્તાક દિનઃ ૨૬ જાન્યુઆરી, ૨૦૨૭
મહા શિવરાત્રીઃ ૬ માર્ચ, ૨૦૨૭
રમઝાન ઈદ : ૧૦ માર્ચ, ૨૦૨૭
ધુળેટી : ૨૩ માર્ચ, ૨૦૨૭
ગુડ ફ્રાઈડેઃ ૨૬ માર્ચ, ૨૦૨૭
ચેટીચંદઃ ૭ એપ્રિલ, ૨૦૨૭
ડો. બાબાસાહેબ આંબેડકર જયંતિ: ૧૪ એપ્રિલ, ૨૦૨૭
શ્રી રામ નવમી: ૧૫ એપ્રિલ, ૨૦૨૭
મહાવીર જન્માણ કલ્યાણકઃ ૧૯ એપ્રિલ, ૨૦૨૭
બકરી ઈદ : ૧૭ મે, ૨૦૨૭
મુહરમ : ૧૬ જૂન, ૨૦૨૭
રક્ષાબંધનઃ ૧૭ ઓગસ્ટ, ૨૦૨૭
જન્માષ્ટમીઃ ૨૫ ઓગસ્ટ, ૨૦૨૭
સંવત્સરી (ચતુર્થી પક્ષ)ઃ ૪ સપ્ટેમ્બર, ૨૦૨૭
મહાત્મા ગાંધી જયંતિઃ ૨ ઓક્ટોબર, ૨૦૨૭
દિવાળી: ૨૯ ઓક્ટોબર, ૨૦૨૭
વિક્રમ સંવત નૂતન વર્ષ દિનઃ ૩૦ ઓક્ટોબર, ૨૦૨૭
ભગવાન શ્રી પરશુરામ જયંતિ (વૈશાખ સુદ-૨)ઃ ૮ મે, ૨૦૨૭
સ્વાતંત્ર્ય દિન : ૧૫ ઓગસ્ટ, ૨૦૨૭ (રવિવાર)
પારસી નવું વર્ષ – પતેતી : ૧૫ ઓગસ્ટ, ૨૦૨૭
ઈદ-એ-મિલાદુન્નબી (બરા વફાત)ઃ ૧૫ ઓગસ્ટ, ૨૦૨૭
દશેરા (વિજયા દશમી): ૯ ઓક્ટોબર, ૨૦૨૭ (શનિવાર)
સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિનઃ ૩૧ ઓક્ટોબર, ૨૦૨૭
ભાઈ બીજઃ ૩૧ ઓક્ટોબર, ૨૦૨૭ (રવિવાર)
ગુરુ નાનક જયંતિઃ ૧૪ નવેમ્બર, ૨૦૨૭ (રવિવાર)
નાતાલઃ ૨૫ ડિસેમ્બર, ૨૦૨૭ (શનિવાર)



