ભૂકંપ તાઈવન હચમચી ઉઠ્યું
બુધવારે તાઇવાનની રાજધાની તાઇપેઇમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. તાઈવાનની હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.4 માપવામાં આવી હતી. ભૂકંપના કારણે ઘણી જગ્યાએ ક્ષતિગ્રસ્ત કાર અને તૂટેલી છતની તસવીરો સામે આવી છે.
- Advertisement -
તાઇવાનના ભૂકંપ મોનિટરિંગ બ્યુરોના વડા વુ ચિએન-ફૂએ જણાવ્યું હતું કે તેની અસર ચીનના દરિયાકાંઠે આવેલા તાઇવાન-નિયંત્રિત ટાપુ કિનમેન સુધી અનુભવાઈ હતી.
ભૂકંપ એટલો જોરદાર હતો કે ઓછી વસ્તીવાળા હુઆલીનમાં એક પાંચ માળની ઈમારત ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી અને તેનો પહેલો માળ સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયો હતો અને બાકીનો ભાગ 45 ડિગ્રીના ખૂણા પર ઝૂકી ગયો હતો. રાજધાની તાઈપેઈમાં ઘણી જૂની ઈમારતો અને કેટલાક નવા ઓફિસ કોમ્પ્લેક્સની ટાઈલ્સ પણ પડી ગઈ હતી.
- Advertisement -
તાઈવાનમાં ભૂકંપના કારણે અત્યાર સુધીમાં એક વ્યક્તિના મોતના અહેવાલ છે, જ્યારે પચાસથી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ આંકડાઓ હજુ પણ વધી શકે છે.
જાપાનની હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે ભૂકંપ આવ્યાની લગભગ 15 મિનિટ પછી યોનાગુની ટાપુના કિનારે 1 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા. મોજા મિયાકો અને યેયામા ટાપુઓનો દરિયો પણ તોફાની બન્યો છે. જાપાન સેલ્ફ-ડિફેન્સ ફોર્સે ઓકિનાવા વિસ્તારની આસપાસ સુનામીની અસર વિશે માહિતી એકત્ર કરવા માટે એરક્રાફ્ટ રવાના કર્યા છે.
ભયાનક વીડિયો-તસવીરો સામે આવી
તાઈવાનના હુઆલિયનથી ભૂકંપની અનેક તસવીરો અને વીડિયો સામે આવ્યા છે જેમાં ઈમારતો ધરાશાયી થતી દેખાઈ રહી છે. અનેક ઘર અને ઈમારતો તાશના પત્તાની જેમ વિખેરાતી દેખાઈ રહી છે. ભૂકંપને કારણે તાઈવાનમાં ભયાનક તબાહી સર્જાઈ છે. દેશભરમાં ટ્રેન સેવાઓ ઠપ કરાઇ છે. સોશિયલ મીડિયા પર આ ભૂકંપની એક તસવીર વાયરલ થઇ રહી છે જેમાં પાંચ માળની એક ઈમારત વાંકી વળી ગઇ હતી.
Taiwan swings into rescue operations after 7.4 earthquake, toll rises to 4
Read @ANI Story | https://t.co/vvcz5UuYZJ#Taipei #Taiwan #Earthquake pic.twitter.com/YFkENoNqVI
— ANI Digital (@ani_digital) April 3, 2024
ભૂકંપ બાદ જાપાનમાં સુનામી એલર્ટ
તાઈવાનમાં ભૂકંપ બાદ જાપાનમાં સુનામીનું એલર્ટ જાહેર કરાયું છે. જાપાનનું કહેવું છે કે ઓકિનાવા પ્રાંતની આજુબાજુ તટીય વિસ્તારોમાં સુનામીની ચેતવણી જાહેર કરાઈ છે. સુનામીની આ લહેર ત્રણ મીટર સુધી ઊંચી હોઈ શકે છે.