એસોસિએશન ઓફ ક્ધસલ્ટિંગ એન્જિનિયર અને એસોસિએશન ઓફ ક્ધસલટીંગ સિવિલ ઇજનેર્સ દ્વારા રજૂઆત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
એસોસિએશન ઓફ ક્ધસલ્ટિંગ એન્જિનિયર અને એસોસિએશન ઓફ ક્ધસલટીંગ સિવિલ ઇજનેર્સ દ્વારા રાજકોટના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાને સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં.13, 14 અને 17માં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનરની તાત્કાલીક ધોરણે નિયુક્તિ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. છેલ્લા બે મહિનાથી આસિસ્ટન્ટ ટાઉન પ્લાનરની જગ્યા ખાલી હોવાથી અસંખ્ય બિલ્ડીંગ પ્લાન અને ઇમ્પેક્ટની ફાઇલો મંજૂર થવાના વાકે અટકી પડી છે. ત્યારે આ વિસ્તારમાં ફરી પ્લાન મંજૂરી, કમ્પલીશન, અમલીકરણ સહિતની કામગીરી શરૂ થાય તે માટે તાત્કાલીક ધોરણે આસિસ્ટન્ટ ટાઉન પ્લાનરની નિયુક્તિ થાય તે જરૂરી છે તેમ અંતમાં જણાવ્યુ હતું. આ રજૂઆત એસોસિએશનના પ્રમુખ નિશાંત દોમડીયા, મિલન માણેક, અમીશ ગરીબા, ગૌરવ સોલંકી, કમલેશ વેકરીયા, યશ ભાડિયા, મિલન ઝવેશી સહિતના કમિટી સભ્યો દ્વારા કરવામાં આવી છે.