ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
હાર્ટફુલનેસ સંસ્થા દ્વારા 160થી પણ વધારે દેશોમાં લાખો લોકો હૃદય આધારિત ધ્યાન પદ્ધતિ સાથે સક્રિય રીતે જોડાઈ આધ્યાત્મિક તેમજ સંતુલિત જીવન જીવવા માટે પદ્ધતિનો નિ:શુલ્ક લાભ લઈ રહ્યા છે. રાજકોટ શહેરમાં પણ અલગ અલગ જગ્યાએ નિયમિત રીતે અનેક લોકો ધ્યાન પદ્ધતિનો લાભ લઈ રહ્યા છે. ધ્યાન પદ્ધતિના સર્ટિફાઇડ ટ્રેનર પ્રશિક્ષક તેમજ લાઇફ કોચ પ્રોફેસર લલિત ચંદેના જન્મ દિવસ નિમિત્તે અમૃતેશ્વર ગાર્ડન તેમજ બાલમુકુંદ ગાર્ડન લાફિંગ ક્લબના સભ્ય તેમજ અંગત મિત્ર વર્તુળ સાથે એક કાર્યક્રમનું ડિનર સાથે તારીખ 28 મે બુધવારના રોજ સાંજે આયોજન થયેલું. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રના મહાનુભાવો તેમજ પત્રકારોની હાજરીમાં રાજકોટના ધ્યાન પદ્ધતિમાં નિસ્વાર્થ ભાવે સક્રિય રીતે યોગદાન આપનારા 10 જેટલા મહાનુભાવોનું હાર્ટફૂલનેસના પ્રશિક્ષકો તેમજ સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા અભિવાદન કરવામાં આવેલ હતું.
- Advertisement -
સન્માનિત થયેલા મહાનુભાવોમાં બાલમુકુંદ ગાર્ડનના પ્રતાપભાઈ જાની, અમૃતેશ્વર ગાર્ડનના રમેશભાઈ અનડકટ, મહાત્મા ગાંધી સ્કૂલના ટ્રસ્ટી નીતિન ભાઈ પરીખ, આશીર્વાદ કોમ્પ્લેક્સના નટુભાઈ ચંદારાણા, અનિલ જ્ઞાનમંદિરના આચાર્ય છાયાબેન દવે, મોડેલ સ્કૂલના આચાર્ય ભાવનાબેન લીડીયા, ઈન્ટાસ ફાર્મા – અપના ઘર એનજીઓ (ગૠઘ)ના સંચાલિકા પૂજાબેન ભટ્ટ, રેસકોર્સ લાફિંગ ક્લબના રાજેશભાઈ મહેતા, નાદ લાફિંગ ક્લબના મધુબેન ત્રિવેદી , ગુજરાત બોર્ડના યોગાચાર્ય કિશોર રાઠોડ તેમજ પ્રવીણભાઈ કાશીયાણી વગેરેનું ખૂબ ઉત્સાહ અને હૃદયના ભાવ સાથે અભિવાદન કરવામાં આવ્યુ હતુ.