પંજાબના બઠિંડામાંથી એ સનસનીખેજ મામલો સામે આવ્યો છે. અહીં આદેશ મેડિકલ સુનિવર્સિટીના પાર્કિંગમાં એક કારમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતક મહિલા લુધિયાણાની રહેવાસી છે. તે સોશિયલ મીડિયા પર પોતાના વિવાદાસ્પદ નિવોદનો અને ગતિવિધિઓને લઈને ચર્ચામાં રહી છે. હવે પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. આજે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.
મહિલા ઈન્ફ્લુએન્સરનું રહસ્યમય મોત
- Advertisement -
પ્રાપ્ત માહિતી પ્રમાણે બઠિંડાની આદેશ મેડિકલ સુનિવર્સિટી કેમ્પસમાં પાર્ક કરેલી એક કારમાંથી મહિલાની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. આ કાર યુનિવર્સિટીના પાર્કિંગમાં ઘણા સમયથી ઊભી હતી, આની સૂચના મળતા પોલીસઘટના સ્થળે પહોંચી. જ્યારે કારનો દરવાજો ખોલ્યો તો અંદર મહિલાની લાશ હતી.

કમલ કૌર એક ફેમશ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર હતી
બઠિંડાના પોલીસ અધિક્ષક નરેન્દ્ર સિંહે જણાવ્યું કે, ‘બુધવારે સાંજે ભૂચ્ચો મંડીમાં આવેલ આદેશ હોસ્પિટલના પાર્કિંગમાં એક કારમાંથી લુધિયાણાની રહેવાસી કંચન ઉર્ફે કમલ કૌરનો મૃતદેહ મળી આવ્યો હતો. કમલ કૌર એક ફેમશ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર હતી. તે વાંધાજનક ભાષાનો ઉપયોગ કરીને વીડિયો પોસ્ટ કરવા માટે જાણીતી હતી. કમલનું સાચું નામ કંચન તિવારી છે. આ હત્યાકાંડની અલગ-અલગ પાસાઓથી તપાસ કરવામાં આવી રહી છે.’
હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે
એસપીએ જણાવ્યું કે, કમલ કૌર 9 જૂને એક ઈવેન્ટના પ્રમોશન માટે ઘરેથી નીકળી હતી, ત્યારબાદ તેનો પરિવાર સાથે સંપર્ક તૂટી ગયો હતો. શરૂઆતની તપાસમાં હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે લાશને જોતાં એવું લાગે છે કે, તેને બીજે ક્યાંકથી લાવીને કારમાં મૂકીને પાર્કિંગમાં છોડી દેવામાં આવી હતી. પોલીસ કેસના દરેક પાસાની તપાસ કરી રહી છે. કારનો નંબર નકલી હોવાનું જાણવા મળ્યું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોર્ચ્યુરીમાં રાખવામાં આવી છે.