મેજર લીગ ક્રિકેટ 2025 શરૂ થતા પહેલાં જ અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાને મોટો નિર્ણય લીધો છે. તેણે આ ટૂર્નામેન્ટમાંથી આરામ કરવાનો નિર્ણય લીધો છે. તે એમઆઈ ન્યૂયોર્ક ટીમમાં સામેલ હતો. આ ફ્રેન્ચાઈઝીએ બુધવારે પોતાના નવા કેપ્ટનની જાહેરાત કરી હતી. જેમાં કિરોન પોલાર્ડના સ્થાને નિકોલસ પૂરનને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
મેજર લીગ ક્રિકેટની શરૂઆત 13 જૂનથી થવાની છે. જેમાં છ ટીમ વચ્ચે કુલ 34 મેચ રમાશે. આ લીગની ત્રીજી એડિશન શરૂ થતાં પહેલાં જ એમઆઈ ન્યૂયોર્ક ટીમને મોટો ઝાટકો વાગ્યો છે. રાશિદ ખાન આઈપીએલમાં ફ્લોપ રહ્યા બાદ એમપીએલથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે.
- Advertisement -
આઈપીએલ 2025માં ફ્લોપ રહ્યો હતો રાશિદ ખાન
આઈપીએલ 2025માં ગુજરાત ટાઈટન્સ માટે રમનારો રાશિદ ખાન 15 મેચમાં માત્ર નવ વિકેટ લીધી હતી. તેનું પર્ફોર્મન્સ ખરાબ રહ્યું હતું. તેનો ઈકોનોમી રેટ 9.34 રહ્યો હતો. છેલ્લી બે સીઝન (2023-24)માં રાશિદ ખાન એમઆઈ ન્યૂયોર્ક ટીમ માટે રમ્યો હતો. તેમાં તેણે 6.48ના ઈકોનોમી રેટ પર 13 મેચમાં 18 વિકેટ લીધી હતી. ગત સીઝનમાં 7 મેચમાં 10 વિકેટ લીધી હતી. આ સીઝનમાં તેની ગેરહાજરીના કારણે નિકોલસ પૂરની કેપ્ટનશીપ હેઠળની એમઆઈ ન્યૂયોર્ક ટીમને નુકસાન થઈ શકે છે.
હવે ક્યારે રમશે રાશિદ ખાન
- Advertisement -
અફઘાનિસ્તાનના સ્ટાર પ્લેયર રાશિદ ખાને આ લીગમાંથી આરામ લીધા બાદ હવે કઈ ટૂર્નામેન્ટમાં રમશે, તેના વિશે કોઈ અપડેટ આપી નથી. જો કે, લાંબા કરિયરને ધ્યાનમાં રાખતાં આ નિર્ણય સમજદારીભર્યો છે. ઉમદા પર્ફોર્મન્સ માટે માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જરૂરી છે.
ઉમરઝાઈએ પણ પદ છોડવાનો નિર્ણય લીધો
અફઘાનિસ્તાનના અઝમતુલ્લાહ ઉમરઝાઈએ પણ ક્રિકેટમાંથી વિરામ લેવાનો નિર્ણય લીધો છે. તે મેજર લીગ ક્રિકેટમાં અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમનો ભાગ રહ્યો હતો. તે IPL 2025માં પંજાબ કિંગ્સ માટે રમ્યો હતો, જે ટુર્નામેન્ટની રનર-અપ ટીમ હતી.
મેજર લીગ ક્રિકેટમાં રમતી ટીમો અને તેમના કેપ્ટન
લોસ એન્જલસ નાઈટ રાઈડર્સ- જેસન હોલ્ડર
MI ન્યૂયોર્ક- નિકોલસ પૂરન
સાન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન્સ- કોરી એન્ડરસન
સિએટલ ઓર્કાસ- હેનરિક ક્લાસેન
ટેક્સાસ સુપર કિંગ્સ- હજુ સુધી જાહેરાત થઈ નથી
વોશિંગ્ટન ફ્રીડમ- ગ્લેન મેક્સવેલ