નિર્મલા, ઉદગમ અને તપોવન સ્કૂલે વાલીઓને ખંખેરવા કારસો : કોંગ્રેસે ઉઊઘને ફરિયાદ કરતા ત્રણેય સ્કૂલોને નોટિસો
નિર્મલા કોન્વેન્ટ સ્કૂલે વાલીઓને લિબર્ટી સ્ટોરનું કાર્ડ આપ્યુ હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં જ ખાનગી શાળાઓના વેપારી સંચાલકો દ્વારા વિદ્યાર્થી અને વાલીઓને ચોક્કસ સ્થળેથી ખરીદી કરવા દબાણ કરવામાં આવતા હોવાનું સામે આવતા ઉઊઘ દ્વારા 25 શાળાને નોટિસ ફટકારી હતી.પરંતુ તેમ છતા અનેક સંચાલકોએ હજુ પણ વેપારીનિતી જાળવી રાખી હવે રાહત દરના નામે વાલીઓને ખંખેરવાનું શરૂ કર્યુ છે. જેને લઈને કોંગ્રેસના વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતે જિલ્લા શિક્ષણાધિકારીને મંગળવારે ત્રણ સ્કૂલોના પુરાવા સહિત રજૂઆત કરતા શિક્ષણ વિભાગ દ્વારા ત્રણેય સ્કૂલોને નોટિસો ફટકારવામાં આવી હોવાનું જાણવા મળ્યુ છે.
રોહિતસિંહ કરેલી રજૂઆતમા જણાવ્યુ હતું કે જીલ્લા શિક્ષણ વિભાગની કચેરીએ કરેલા પરિપત્ર મુજબ કોઈપણ ખાનગી શાળા વિદ્યાર્થીઓને કોઈ ચોક્કસ સ્થળેથી (દુકાન, મોલ કે સ્ટોર) પુસ્તક કે યુનિફોર્મ કે અન્ય ચીજ વસ્તુઓ લેવા માટે મજબૂર (ફરજ) કરી શકતી નથી. દરેક વાલીઓએ પોતાના બાળક માટે બજારમાંથી પોતાની સગવડ મુજબ પસંદગીના વેચાણકર્તા પાસેથી પુસ્તક કે ડ્રેસ ખરીદી શકે છે અને એ હક્ક તેમને સરકાર તરફથી અપાયો છે. તેમ છતા રાજકોટની નિર્મલા કોન્વેન્ટ સ્કૂલમા વિદ્યાર્થીઓના વાલીઓને સ્કૂલ તરફથી એક કાર્ડ આપવામાં આવે છે જેમા લિબર્ટી સ્ટોરની નામ સહિત જ યુનિફોર્મ,પાઠ્યપુસ્તક સહિતની વસ્તુઓની ખરીદી માટે ફરજ પાડવામાં આવે છે,આ જ રીતે ઉદગમ સ્કૂલમા પણ આ જ રીતે સર્ક્યુલરો મોકલવામાં આવે છે.
બંને સ્કૂલોના અમારી પાસે પુરાવાઓ આપ્યા છે જે બીડાણમા પણ જોડાયા છે.વધુમા તા.1 ના અમે તપોવન સ્કૂલ આ મામલે ફરિયાદ બાદ તા.3 જેને શિક્ષણાધિકારી તરફથી નોટીસ આપ્યા બાદ તા.6 ના આ સ્કૂલે નોટિસને ગણકારીને સ્કૂલની બાજુમાં એક ખાનગી બુકસ્ટોરને બોલાવીને વિદ્યાર્થીઓને બુક્સ લેવા બોલાવેલા જેમાં પુરાવારૂપી વીડિયો પણ મળ્યો છે.
- Advertisement -
વધુમા જણાવ્યુ હતું કે થોડા સમય અગાવ પણ આપની કચેરી દ્વારા આ મુદે 25 જેટલી શાળાઓને નોટિસ ફટકારવામા આવી હતી બાદમા કોઈ પણ જાતની આગળ કાર્યવહી ધપી નથી તે ક્યાંક શંકા ઉપજાવે છે કે શિક્ષણવિભાગ આવા શિક્ષણમાફીઓને છાવરી રહ્યું છે ? 5 દિવસમાં આ તમામ સ્કૂલો પર નક્કર કાર્યવાહી કરવામા આવે તેવી માંગ કરી હતી અને જો આ કાર્યવાહીમા વિલંબ થશે તો કોંગ્રેસ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીનો ઘેરાવ કરવા ફરજ પડશે તેવી ચિમકી ઉચ્ચારવામા આવી હતી.