96 બોટલ દારૂ સાથે બુટલેગરની ધરપકડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભંગડા ગામે દરોડો પાડી 47,700ની કિમતના 96 બોટલ દારૂ સાથે બુટલેગરને દબોચી લઈ પાળીયાદના શખસની શોધખોળ હાથ ધરી છે.
રાજકોટમાં દારૂ જુગારનું દૂષણ નાબૂદ કરવાની સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એમ આર ગોંડલીયા અને ટીમે બાતમી આધારે ભંગડા ગામે દરોડો પાડી પાટિયા પાસેથી આ જ ગામના પ્રદીપ બાબભાઈ ધાંધલને દબોચી લઈ તેની પાસેથી 47,700ની કિમતની 96 બોટલ દારૂ મળી આવતા કબજે કરી હતી પોલીસની પ્રાથમિક પૂછતાછમાં પાળીયાદના હરેશ શાંતુભાઈ જેબલીયાનું નામ ખૂલતાં પોલીસે બંને વિરુધ્ધ ગુનો નોંધી પ્રદીપની ધરપકડ કરી હરેશની શોધખોળ હાથ ધરી છે પ્રદીપ અગાઉ પણ જુગારના બે ગુનામાં રાજકોટમાં પકડાઈચૂક્યો હોવાનું જાણવા મળ્યું છે.