બાંટવાની વિદ્યાર્થીનીએ બોર્ડમાં 99.98 PR મળતા સન્માન
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
- Advertisement -
માણાવદર તાલુકાના બાંટવામાં રહેતા એક સામાન્ય પરિવાર મજુરી કરીને ગુજરાન ચલાવે છે તેવા પરિવારની પુત્રીએ એસ.એસ.સી ની બોર્ડની પરીક્ષામાં 99.98 PR મેળવીને સમગ્ર ગુજરાતમાં દ્વિતીય સ્થાન મેળવતા પરિવારમાં ખુશી છવાઈ હતી. બાંટવાની એક સામાન્ય પરિવારમાં ઉછરેલી અને સ્કૂલમાં અભ્યાસ કરતી દેવનાણી તાનિયા ના પિતા લીલારામભાઈ એક કરિયાણાની દુકાનમાં છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાત ચલાવે છે. ત્યારે લીલારામભાઈ પોતે છૂટક મજૂરી કરીને પેટે પાટા બાંધીને આ પુત્રીને ભણાવી છે એ કહેવત અહીં ચરીતાર્થ થઈ હતી. આ અંગે વિદ્યાર્થીની તાનિયા દેવનાણીએ જણાવ્યું હતું કે મારી શાળાના શિક્ષકોનું સતત માર્ગદર્શન અને દરરોજ 8 થી 10 કલાક ની મહેનતથી આ સિધ્ધિ મને મળેલ છે. આ સિધ્ધિ બદલ હું મારા માતા-પિતા અને શાળાના શિક્ષકોની આભારી છું.આ અંગે શાળાના સંચાલક જીતુભાઈ બોરખતરીયા એ જણાવ્યું હતું કે સામાન્ય પરિવારની પુત્રી જો બોર્ડમાં સ્થાન મળે તો અમારી શાળા સહિત સમગ્ર બાંટવા શહેરનું પણ ગૌરવ વધારેલ છે.