દામનગર નગરપાલિકા ને વધુ એક સુવિધા અપવતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર પ્રત્યે આભાર પ્રગટ કરતા સ્થાનિક અગ્રણી શ્રી તાલુકા કોંગ્રેસ ના રામજીભાઈ ઈસામલિયા જિલ્લા કોંગ્રેસ અગ્રણી રફીકભાઈ હુનાણી શહેર કોંગ્રેસ ના મહિપતગિરી બાપુ જીતુભાઇ નારોલા હારૂનભાઈ ફ્રુટવાળા યુવા કોંગ્રેસ ના ભુપતભાઇ માલવીયા જીજ્ઞેશભાઈ ઠાકર રમેશભાઈ નારોલા કનુભાઈ બોખા ઇન્ડસ્ટ્રીઝ એશો ના રાજેશભાઇ ઈસામલિયા રાજુભાઇ કનાડીયા પ્રકાશભાઈ વાધેલા લાલજીભાઈ નારોલા ગોપાલભાઈ ડોડીયા સહિત શહેર કોંગ્રેસ સમિતિ ના વિવિધ વોર્ડ મોરચા ના અગ્રણી ઓ એ ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર પ્રત્યે આભાર ની લાગણી પ્રગટ કરી હતી ગુજરાત રાજ્ય ના શહેરી વિકાસ વિભાગ અને ગૃહ નિર્માણ માં રાજ્ય અગ્નિ નિવારણ સેવા નિયામક દ્વારા ફાળવણી ધારા સભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર ની ગત તા ૪/૮/૨૦ ના રોજ કરેલ રજુઆત સફળ દામનગર નગરપાલિકા ને ફાયર ફાઇટર તેમજ વોટર બાઉઝર સુવિધા માટે ગત તા૪/૮/૨૦ ના રોજ ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર દ્વારા નિયામક રાજ્ય અગ્નિ નિવારણ સેવા દામનગર પાલિકા ને મળે તેવી માંગ કરતા વર્ષ ૨૦૧૯-૨૦ માં થયેલ જોગવાઈ અલ્ટ્રાહાઈ પ્રેશર મીની ફાયર વોટર બાઉઝર માટે નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ માં ખરીદી કરી દામનગર નગરપાલિકા ને ફાળવવા માટે વહીવટી પ્રક્રિયા અને મંજૂરી મળી હતી

  • આદીલખાન પઠાણ ( બાબરા )