ગોંડલ તાલુકાના બંધીયા ગામે રહેતા મનિષાબેન ઈશ્વરભાઈ રાઠોડ ઉમર વર્ષ ૩૫ એ પડોશમાં રહેતા હસમુખ કનુભાઈ પારઘી વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ ફરિયાદમાં પરિણીતાએ જણાવ્યું હતું કે તેઓ પોતાના ઘરનાં ફળિયામાં આવેલા બાથરૂમમાંથી નહાઈને બહાર નીકળતા હતા ત્યારે પાડોશમાં રહેતો હસમુખ અગાસી ઉપર હોય કાકરી નો ઘા મારી છેડતી કરતા એવું કરવાની ના પાડતા આરોપીએ ઉશ્કેરાઈ જઇ નીચે ઉતરી ઘરના ફળિયામાં ઈંટના ઘા કરી મહિલાના પતિને થાંભલે બાંધી માર મારવાની ધાક-ધમકી આપી હતી બાદમાં પરિણીતાના સાસુએ 181 ને ફોન કરી મદદ માટે બોલાવી હતી અને આરોપી વારંવાર છેડતી કરતો હોવાનું જણાવતા , પોલીસે આરોપી વિરૂદ્ધ આઈપીસીની કલમ 354 તેમજ 336 મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી