બોલિવૂડની દેશી ગર્લ એટલે કે પ્રિયંકા ચોપરા માતા બની ગઈ છે. અભિનેત્રીએ તેના ઈન્સ્ટાગ્રામ પર આ માહિતી શેર કરી છે. પ્રિયંકાની સાથે તેના પતિ અને અમેરિકન સિંગર નિક જોનાસે પણ પોસ્ટ કરી છે કે તેના ઘરે એક નાનો મહેમાન આવ્યો છે. તેમના ચાહકો સાથે બાળકના જન્મના સમાચાર શેર કરતા પ્રિયંકાએ લખ્યું, ‘અમને જણાવતા આનંદ થાય છે કે અમે સરોગસી દ્વારા બાળકનું સ્વાગત કરી રહ્યા છીએ. અમે આદરપૂર્વક કહેવા માંગીએ છીએ કે આ ખાસ સમય દરમિયાન અમારી પ્રાયવસીની કાળજી લેતા, અમે અમારા પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગીએ છીએ. આભાર.’
પ્રિયંકા ચોપરાની આ પોસ્ટ બાદ તેના ચાહકોમાં ખુશીનો માહોલ છે. સેલેબ્સથી લઈને સામાન્ય લોકો સુધી પ્રિયંકા અને નિકને માતા-પિતા બનવા પર અઢળક શુભેચ્છા પાઠવી રહ્યા છે.
- Advertisement -
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા અને નિકના લગ્ન વર્ષ 2018 માં રાજસ્થાનમાં પરંપરાગત રીત-રિવાજો સાથે થયા હતા. આ લગ્ને ભારે ચર્ચા જગાવી હતી. લગ્ન બાદ પ્રિયંકા અમેરિકા શિફ્ટ થઈ ગઈ છે.
પ્રિયંકા બોલિવૂડની સૌથી લોકપ્રિય અભિનેત્રીમાંની એક છે, જેને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ખુબ સારી રીતે ઓળખવામાં આવે છે. આ સાથે તે બોલિવૂડની સૌથી મોંઘી અભિનેત્રીઓમાંની એક છે. પ્રિયંકા ચોપરાએ ફિલ્મોમાં પોતાના દમદાર અભિનયથી અનેક લોકોના દિલ જીતી લીધા છે. અભિનેત્રીને તેના ઉત્કૃષ્ઠ અભિનય બદલ બે નેશનલ એવોર્ડ અને પાંચ ફિલ્મફેર એવોર્ડ મળ્યા છે. તે હોલીવુડની સફળ ફિલ્મ બેવોચ અને ક્વોન્ટિકોમાં પણ ચમકી છે.