‘ખાસ-ખબર’ ઈમ્પેક્ટ
ખાસ-ખબર ન્યૂઝ ભૂજ, તા.2
- Advertisement -
ભૂજના હોસ્પિટલ રોડ ઉપર પીવાના પાણીમાં ગટરના પાણી ભળી ગયા પછી લોકોને ઉભી થયેલી ભયાનક તકલીફ પડયા અંગેનો ‘ખાસ-ખબર’માં પ્રગટ થયેલો વિસ્તૃત અને તલસ્પર્શી અહેવાલનો જબરજસ્ત પડઘો પડ્યો છે.
ભૂજ નગરપાલિકાના નગરપતિ રશ્મિબેન સોલંકી, કોર્પોરેટરો કચ્છના સંસદ સભ્ય વિનોદભાઈ ચાવડાએ પણ અંગત રસ લેતાં અને સંગઠન તરફથી ભૂજ શહેર ભાજપના યુવા પ્રમુખ ભૌમિકભાઈ વછરાજાનીએ આ પ્રશ્ર્નમાં રાત દિવસ મહેનત કરવાનું અને કરાવવાનું શરૂ કરી દેતાં ભૂજના ઓરિએન્ટ કોલોની વિસ્તારમાં તૂટેલી ગટરની લાઈન ઠીક કરી દેવાનું કામ શરૂ થઈ ગયું છે તેનો આ ફોટો છે. હવે આ પ્રશ્ર્નનો તાત્કાલિક ઉકેલ આવે તેવી લોકોને આશા જાગી છે.