By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    33 minutes ago
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    1 day ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    2 days ago
    મૃત્યુના 3 મહિના બાદ આયતુલ્લા અલી ખામેનેઈની દફનવિધિની તૈયારી, ઈરાનમાં 2 કરોડ લોકો ભેગા થશે
    2 days ago
    છોકરીઓ પાંજરામાં કેદ, 700 લોકોએ દુષ્કર્મ કર્યું… બ્રિટનના સાંસદે કર્યા ચોંકાવનારા ખુલાસા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અન્નામલાઈના રાજીનામા બાદ દક્ષિણ ભારતના રાજકારણમાં ઉથલપાથલ, ચંદ્રબાબુ નાયડુને ફાયદો
    57 minutes ago
    ભાજપ સાથે મારા વિચારો મેળ નથી ખાતા, નવી પાર્ટી બનાવી આગામી ચૂંટણી લડીશું : અન્નામલાઈ
    1 hour ago
    દિલ્હી હોટલ પછી બિહારની હોસ્પિટલમાં આગ, 5નાં મોત: 20થી વધુ દાઝ્યા
    22 hours ago
    TCS પછી વિપ્રોમાં ધર્માંતરણનો આરોપ
    22 hours ago
    ટ્રમ્પને સૌથી મોટો ઝટકો: ઈરાન યુદ્ધ રોકવાનો પ્રસ્તાવ US હાઉસમાં પાસ
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    45 minutes ago
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    22 hours ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    1 day ago
    ક્રિકેટ ફેન્સ માટે ગુડ ન્યૂઝ! ભારત-ન્યૂઝીલેન્ડની અત્યાર સુધીની સૌથી મોટી સીરિઝનું શેડ્યૂલ જાહેર
    2 days ago
    આ દેશના ડેપ્યુટી PM પણ છે વિરાટ કોહલીના ફેન! આઈપીએલ 2026ની જીત પર આપ્યું મોટું નિવેદન
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    1 week ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 days ago
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સૌરાષ્ટ્રના તબીબી જગત માટે ગૌરવરૂપી જીમાકોન- 2024 અંતર્ગત સાયન્ટિફિક સેશનનો શુભારંભ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સૌરાષ્ટ્રના તબીબી જગત માટે ગૌરવરૂપી જીમાકોન- 2024 અંતર્ગત સાયન્ટિફિક સેશનનો શુભારંભ
રાજકોટ

સૌરાષ્ટ્રના તબીબી જગત માટે ગૌરવરૂપી જીમાકોન- 2024 અંતર્ગત સાયન્ટિફિક સેશનનો શુભારંભ

Khaskhabar Editor
Last updated: 2024/10/19 at 3:57 PM
Khaskhabar Editor 2 years ago
Share
7 Min Read
SHARE

રાજ્ય કક્ષાની કોન્ફરન્સમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના અનેક તબીબોનું આગમન પ્રશંસનીય: ડૉ. અનિલ નાયક

તંદુરસ્ત જીવન માટે પૌષ્ટિક આહાર-નિયમિત કસરત અને પૂરતી ઊંઘ ખૂબ જરૂરી છે: ડૉ. અતુલ પંડ્યા

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.19
ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની રાજ્ય કક્ષાની કોન્ફરન્સ જીમાકોન-2024નું આયોજન રાષ્ટ્રીય કક્ષાનું છે અને ચાર પદ્મશ્રીથી નવાજાયેલ તબીબો સહિત આંતરરાષ્ટ્રીય કક્ષાના તબીબો ઉપસ્થિત રહેવાના છે એ પ્રશંસનીય છે એમ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન- હેડ ક્વાર્ટર નવી દિલ્હીના ઈલેક્ટ પ્રેસિડેન્ટ ડૉ. અનિલ નાયકે જણાવ્યું હતું. સૌરાષ્ટ્રના તબીબી જગત માટે ગૌરવરૂપ એવી ઈન્ડિયન મેડિકલ એસોસિએશન- ગુજરાતની 76મી રાજ્ય કક્ષાની કોન્ફરન્સના સાયન્ટિફીક સેશનનો શુભારંભ થયો છે.

ડૉ. અનિલ નાયકના જણાવ્યા અનુસાર ગુજરાતભરના ત્રણ હજાર જેટલા તબીબો તથા દેશભરમાંથી વિવિધ રોગના નિષ્ણાત તબીબોની ઉપસ્થિતિમાં યોજાયેલા સમારોહમાં કોન્ફરન્સના સાયન્ટિફીક સેશનનો પ્રારંભ થયો છે. રાષ્ટ્રીય અગ્રણી તરીકે હું દેશભરના તમામ રાજ્યમાં વિવિધ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહું છું પણ રાજકોટની આ કોન્ફરન્સ તમામ ક્ષેત્રે ઉત્કૃષ્ટ છે. વિવિધ વિષયોના નિષ્ણાત ફેકલ્ટી, એકેડેમીક કાર્યક્રમો, પ્રદર્શન, પેપર પ્રેઝન્ટેશન દરેક ક્ષેત્રે ઉમદા આયોજન થયું છે એ માટે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન રાજકોટ અને જીમાકોનની ટીમ અભિનંદનને પાત્ર છે. રાષ્ટ્રીય કક્ષાએ આની નોંધ લેવાશે. તેમણે વધુમાં જણાવ્યું કે નિષ્ણાત તબીબોના મતે જીવનશૈલીમાં થોડા ફેરફાર થકી આપણે તંદુરસ્ત રહી શકીએ છીએ અને તંદુરસ્ત સમાજની રચના માટેના અમારા ધ્યેયની પરિપૂર્તિ માટે આ કોન્ફરન્સ મહત્ત્વની સાબિત થશે. દેશભરમાંથી આવેલા વિવિધ રોગના નિષ્ણાત તબીબો કોન્ફરન્સમાં વિવિધ રોગ અને તેની અદ્યતન સારવાર અંગે વિસ્તૃત છણાવટ કરશે જેનો લાભ સૌરાષ્ટના તબીબો તથા સૌરાષ્ટ્રના લોકોને થશે.

જીમાકોન-2024ના ચેરમેન ડૉ. અતુલ પંડ્યાએ જણાવ્યું હતું કે આઠ વર્ષ બાદ એલોપેથી તબીબોના સૌથી મોટા સંગઠન આઈ.એમ.એ.ની રાજ્ય કક્ષાની કોન્ફરન્સના યજમાન બનવાની રાજકોટને તક મળી છે ત્યારે અમોએ આ વખતે વર્તમાન જીવનશૈલી સંબંધી વિવિધ રોગ અને તેની સારવાર પર ભાર મૂક્યો છે. અમારો હેતુ લોકો લાઈફ સ્ટાઈલ વ્યવસ્થિત કરે અને રોગમાં સપડાય જ નહીં એ મુખ્ય છે. તેમણે વર્તમાન લાઈફ સ્ટાઈલ પર વાત કરતાં કહ્યું હતું કે અગાઉ આપણે સાયકલ વાપરતા, સ્કૂલમાં ગ્રાઉન્ડ પરની રમતો ખૂબ રમતા, શેરી-ગલીમાં દોડાદોડી કરતા મોટા થયા, સાદો ખોરાક હતો એટલે લોકોની તંદુરસ્તી સારી હતી. આપણે મોટી ઉંમરના તંદુરસ્ત વ્યક્તિને જોઈને એટલે જ કહીએ છીએ કે અગાઉનું ચોખ્ખું ખાધેલ છે એટલે કડેધડે છે. જ્યારે આજે બાળકો કાચી વયે બાઈક ચલાવતા થઈ ગયા, સ્કૂલમાં મેદાન જ બહુ રહ્યા નથી અને ભણતરના ભારના કારણે બાળકોને શેરીરમત શું એ જ ખબર નથી. જમવામાં જંક ફૂડ આવી ગયું એટલે હવે નાની ઉંમરમાં લોકોમાં વિવિધ જટિલ રોગ દેખાવા લાગ્યા છે જે સમાજ માટે લાલબત્તી સમાન છે.

- Advertisement -

રાજકોટ આઈ.એમ.એ.ના પ્રેસિડેન્ટ ડૉ. કાંત જોગાણી અને સેક્રેટરી ડૉ. અમીષ મહેતાની સંયુક્ત યાદીમાં જણાવ્યા અનુસાર રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલી હોટલ સિઝન્સ ખાતે આજથી શરૂ થયેલી કોન્ફરન્સ જીમાકોમ-2024 બે દિવસ ચાલશે. શનિ-રવિ બે દિવસ દરમિયાન અનેક નિષ્ણાત ફેકલ્ટી પોતાના જ્ઞાન અને અનુભવના આધારે દર્દીની સારામાં સારી સારવાર કઈ રીતે થઈ શકે એ અંગે માર્ગદર્શન આપશે. એલોપેથી સારવારને વિશ્ર્વમાં એવિશન બેઈઝડ મેડિસીન ગણવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આપણે હાલ ભાગદોડભરી ટેન્શનયુક્ત જિંદગી જીવીને અનેક રોગોને સામેથી આમંત્રણ આપી રહ્યા છીએ જેની સામે અમે તબીબો લોકોને જાગૃત કરવા પ્રયાસ હાથ ધર્યા છે. લોકો જીવનશૈલીમાં થોડો બદલાવ લાવે, નિયમિત જીવન સાથે કસરતને દૈનિક ક્રિયાનો ભાગ બનાવે તો તંદુરસ્ત રહી શકે છે. જીમાકોનના સેક્રેટરી ડૉ. ચેતન લાલસેતા, ડૉ. પારસ શાહ અને ડૉ. સંજય ભટ્ટએ જણાવ્યું છે કે વર્તમાન જીવનશૈલીના કારણે હૃદયરોગ, મગજના રોગ, માનસિક રોગ, ડિપ્રેશન, તાણ, નિરાશા, વધુ પડતી મેદસ્વીતા, સાંધાના-કમરના દુ:ખાવા, પેટ-પાચનને લગતા દર્દ ખૂબ જોવા મળે છે. ઈન્ફેકશનથી થતા રોગ કરતા હાલ વાયુ પ્રદૂષણ અને આહારમાં ભેળસેળના કારણે લોકો વધુ રોગમાં સપડાય છે. ધ્વનિ પ્રદૂષણના કારણે નાની ઉંમરમાં બહેરાશ-અનિંદ્રાના રોગનો ભોગ અનેક લોકો બનતાં જોવા મળે છે. આ ઉપરાંત અનેક રોગ સામે આપણે અગમચેતીરૂપે જીવનશૈલીમાં કેવા પરિવર્તન કરવા જોઈએ એ વિશે દેશભરમાંથી આવેલા નિષ્ણાત ફેકલ્ટી માર્ગદર્શન આપશે.

સાયન્ટિફીક સેશનના શુભારંભ પ્રસંગે જાણીતા બિલ્ડર દિલીપભાઈ લાડાણી સહિત વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કોન્ફરન્સ સાથે મેડિકલને સંલગ્ન એક્ઝિબિશન, પોસ્ટ પ્રેઝન્ટેશન વગેરે આયોજન જોઈ અધિકારી અને આગેવાનોએ કોન્ફરન્સના યજમાન આઈ.એ.ની ટીમને બિરદાવી હતી. ગુજરાતી આઈ.એમ.એ.ના સેક્રેટરી ડૉ. મેહુલ શાહ, ઝોન ઉપપ્રમુખ ડૉ. ભાવેશ સચદે, જીમાકોન-2024ના ચેરમેન ડૉ. અતુલ પંડ્યા, કોન્ફરન્સ કો-ઓર્ડિનેટર ડૉ. યજ્ઞેશ પોપટ, ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી (ચીફ) ડૉ. ચેતન લાલસેતા, ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી (સાયન્ટીફીક) ડૉ. સંજય ભટ્ટ, ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી (ઈવેન્ટ) ડૉ. પારસ શાહ, રાજકોટ આઈ.એમ.એ.ના પ્રમુખ ડૉ. કાંત જોગાણી, સેક્રેટરી ડૉ. અમીષ મહેતા, જીમાકોન-2024ના કો-ચેરમેન ડૉ. એમ. કે. કોરવાડીયા, ડૉ. હીરેન કોઠારી, ડૉ. દિપેશ ભાલાણી, સાયન્ટીફીક કમિટી ચેરમેન ડૉ. અમીત અગ્રાવત, ટ્રેઝરર ડૉ. તેજસ કરમટા, સોવેનિયર એડિટર ડૉ. જય ધીરવાણી, જોઈન્ટ સેક્રેટરી પ્રફુલ કમાણી, ડૉ. રૂકેશ ઘોડાસરા, ડૉ. સંજય ટીલાળા, જોઈન્ટ ટ્રેઝરર ડૉ. પિયુષ ઉનડકટ, ડૉ. જયેશ ડોબરીયા, રાજકોટના વરિષ્ઠ તબીબો ડૉ. એસ.ટી. હેમાણી, ડૉ. સી. આર. બાલધા, ડૉ. ડી. કે. શાહ, ડૉ. સુશીલ કારીઆ, ડૉ. પ્રકાશ મોઢા, ડૉ. કિરીટ દેવાણીના માર્ગદર્શન હેઠળ તબીબોની ટીમ કોન્ફરન્સના આયોજન માટે કાર્યરત છે. કોન્ફરન્સના મિડીયા કો-ઓર્ડિનેટર તરીકે વૈભવ ગ્રાફિક્સના વિજય મહેતા સેવા આપે છે.
જીમાકોન-24ના સફળ આયોજન માટે રીસેપ્શન કમિટીના ચેરમેન ડૉ. ડી. કે. શાહ, સાયન્ટીફીક કમિટીના ચેરમેન ડૉ. અમીત અગ્રાવત, સુવેનિયર કમિટીના ચેરમેન ડૉ. જય ધીરવાણી, ઓડિયો વિઝ્યુઅલ કમિટીના ચેરમેન ડૉ. મિહિર તન્ના, ઈનોગ્રેશન ફંકશન કમિટીના ચેરમેન ડૉ. અમિત હપાણી, ફાયનાન્સ કમિટીના ચેરમેન ડૉ. મયંક ઠક્કર, વેન્યુ અને સ્ટોલ કમિટીના ચેરમેન ડૉ. સંકલ્પ વણઝારા, એન્ટરટેઈનમેન્ટ કમિટીના ચેરમેન ડૉ. નીતિન લાલ, હોલ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન ડૉ. વિજય નાગેચા, સ્પાઉસ પ્રોગ્રામ કમિટીના ચેરમેન ડૉ. સ્વાતિબેન પોપટ, રજિસ્ટ્રેશન કમિટીના ચેરમેન ડૉ. રશ્મી ઉપાધ્યાય, એફોમોડેશન અને ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન ડૉ. નીતિન ટોલીયા, ફૂડ એન્ડ બેવરેજીસ કમિટીના ચેરમેન ડૉ. કમલેશ કાલરીયા, કીટ એન્ડ મોમેન્ટો કમિટીના ડૉ. દેવેન્દ્ર રાખોલીયા, એસ.ડબલ્યુ.સી. કમિટીના ચેરમેન ડૉ. વી. બી. કાસુન્દ્રાની આગેવાની હેઠળ વિવિધ કમિટીમાં તબીબોની ટીમ કાર્યરત છે.

You Might Also Like

ઉદ્યોગકારો માટે વૈશ્ર્વિક તકોના નવા દ્વાર ખુલ્યા: સૌરાષ્ટ્ર કચ્છ ચેમ્બર અને એશિયન આફ્રિકન ચેમ્બર વચ્ચે MoU

આજે કળશ યાત્રા, કાલથી રાજકોટમાં સનાતન સેતુ હનુમંત કથાનો પ્રારંભ

રાજકોટ પોલીસના ચોપડે નોંધાયેલા હત્યાના 3 અનડિટેકટ બનાવ હજુ પણ પડકારરૂપ

પ્રજ્ઞાચક્ષુને માર મારનાર મહિલા PSI 4 દિવસ બાદ સસ્પેન્ડ

રાજકોટના હૃદયસમા સોરઠીયાવાડી ગાર્ડનનું આધુનિક સુવિધાઓ સાથે નવીનીકરણ કરાશે

TAGGED: GIMACON-2024, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ન્યાયના સ્વરૂપો: દેવી જસ્ટિશિયાથી શનિદેવ સુધી
Next Article ડિજિટલ યુગમાં શેરી-ગલીઓમાં રમાતી બાળ રમતો વિસરાઇ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ

Khaskhabar Editor Khaskhabar Editor 33 minutes ago
કર્ક રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ, બુધ-શુક્રને કારણે જાણો કઈ રાશિના જાતકોને થશે લાભ
ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
રેપો રેટ ભલે ના બદલાયો, પણ મોંઘવારી મિડલ ક્લાસને રડાવશે! યુદ્ધ અને અલ નીનોના કારણે RBIની ચેતવણી
અન્નામલાઈના રાજીનામા બાદ દક્ષિણ ભારતના રાજકારણમાં ઉથલપાથલ, ચંદ્રબાબુ નાયડુને ફાયદો
ભાજપ સાથે મારા વિચારો મેળ નથી ખાતા, નવી પાર્ટી બનાવી આગામી ચૂંટણી લડીશું : અન્નામલાઈ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ઉદ્યોગકારો માટે વૈશ્ર્વિક તકોના નવા દ્વાર ખુલ્યા: સૌરાષ્ટ્ર કચ્છ ચેમ્બર અને એશિયન આફ્રિકન ચેમ્બર વચ્ચે MoU

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાજકોટ

આજે કળશ યાત્રા, કાલથી રાજકોટમાં સનાતન સેતુ હનુમંત કથાનો પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાજકોટ

રાજકોટ પોલીસના ચોપડે નોંધાયેલા હત્યાના 3 અનડિટેકટ બનાવ હજુ પણ પડકારરૂપ

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?