By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇન્સ્ટાગ્રામનું ‘કલીન-અપ’ અભિયાન : અશ્લીલ અને હિંસક કન્ટેન્ટ રોકવા હવે AI મોડલ કરશે સતત દેખરેખ
    14 minutes ago
    કોલંબિયા યુનિવર્સિટીમાં રાહુલે કહ્યું, શિક્ષણ-બેરોજગારીની ખામીના લીધે ભારત આર્થિક સંકટના આરે
    20 minutes ago
    અમેરિકાની સુરક્ષા ખતરામાં ? : USમાં ટેક્નિકલ ‘બ્લૅકઆઉટ’
    27 minutes ago
    હવાઈ સેવા ખોરવાયા બાદ હવે અમેરિકી બેંકોમાં ‘આઉટેજ’
    1 day ago
    અમેરિકામાં કોમ્યુનિકેશન સિસ્ટમ ફેઈલ : 8000 ફલાઈટ ૨દ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મોંઘવારીનો બેવડો મારઃ વસ્તુઓના ભાવ વધ્યા અને પેકેટનું વજન ઘટ્યું
    8 minutes ago
    એનર્જીના નામે ખાંડનો ડોઝ! : 500 ML રેડબુલ પીવાથી શરીરમાં 55 ગ્રામ ખાંડ જાય છે
    16 minutes ago
    એક દિવસમાં 50 કરોડથી વધુની 3 રોલ્સ-રોયસ કારની ડિલિવરી
    18 minutes ago
    ફુલગામમાં ₹15 લાખનો ઈનામી આતંકી લતીફ એન્કાઉન્ટરમાં ઠાર
    25 minutes ago
    આંધ્ર પ્રદેશ, ઓડિશા, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદનું ઍલર્ટ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    મહેન્દ્ર સિંહ ધોનીની IPLમાંથી નિવૃતિ : CSKના મેન્ટોરની સંભાળશે જવાબદારી
    12 minutes ago
    જય શાહ સતત બીજા કાર્યકાળ માટે બન્યા ICCના ચેરમેન
    2 days ago
    દુનિયામાં સૌથી વધુ ગોલ કરનાર રોનાલ્ડોની ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃતિ જાહેર
    2 weeks ago
    મેક્સવેલે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    2 weeks ago
    રાજકોટ મનપાના સ્વિમિંગ કોચ અવની સાવલીયાએ એશિયન માસ્ટર્સ સ્વિમિંગ સ્પર્ધામાં ત્રણ મેડલ હાંસલ કર્યા
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રામાયણ પાર્ટ-1’ રિવ્યૂ: રણબીર-યશનો જબરદસ્ત અભિનય અને અદભુત VFX
    2 weeks ago
    ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ના નિર્દેશક સંજય ગુપ્તાનું નિધન
    3 weeks ago
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 months ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    5 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    5 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    5 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    6 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    12 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વેકેશનમાં વિદ્યાર્થીઓને ભણાવતા મોદી-કલ્યાણ સ્કૂલ સામે કોંગ્રેસનું હલ્લાબોલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > વેકેશનમાં વિદ્યાર્થીઓને ભણાવતા મોદી-કલ્યાણ સ્કૂલ સામે કોંગ્રેસનું હલ્લાબોલ
રાજકોટ

વેકેશનમાં વિદ્યાર્થીઓને ભણાવતા મોદી-કલ્યાણ સ્કૂલ સામે કોંગ્રેસનું હલ્લાબોલ

Khaskhabar Editor
Last updated: 2026/11/18 at 2:16 PM
Khaskhabar Editor 2 minutes ago
Share
5 Min Read
SHARE

દિવાળી વેકેશનમાં પણ ખાનગી શાળાઓના વર્ગો ચાલુ! : DEOની કામગીરી સામે સવાલો

કલ્યાણ સ્કૂલમાં 150, અંબિકા ટાઉનશીપની મોદી સ્કૂલમાં 300 વિદ્યાર્થીનું શૈક્ષણિક કાર્ય બંધ કરાવ્યું

- Advertisement -

શાળા સંચાલકોની અભ્યાસક્રમ પૂર્ણ કરવાની દોડમાં વિદ્યાર્થીઓનું વેકેશન છીનવી લેવાનો કોઈને અધિકાર નથી : રોહિતસિંહ રાજપૂત

રાજ્ય સરકારના શૈક્ષણિક કેલેન્ડર મુજબ દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું હોવા છતાં કેટલીક ખાનગી શાળાઓ દ્વારા વેકેશન દરમિયાન પણ ધોરણ 10 અને 12 સિવાયના વિદ્યાર્થીઓને શાળામાં બોલાવી શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવામાં આવતું હોવાની ફરિયાદો સામે આવી રહી છે. આ મુદ્દે અગાઉ જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરી હોવા છતાં કેટલીક શાળાઓ દ્વારા વેકેશનના નિયમોનું પાલન કરવામાં આવતું ન હોવાથી આજે કોંગ્રેસના વિદ્યાર્થી પ્રતિનિધિઓ દ્વારા રૈયા રોડ પર આવેલી કલ્યાણ સ્કૂલ અને અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં આવેલી મોદી સ્કૂલ ખાતે પહોંચીને ચાલતું શૈક્ષણિક કાર્ય બંધ કરાવવામાં આવ્યું હતું.

રૈયા રોડ પર આવેલી કલ્યાણ સ્કૂલમાં ધોરણ 11ના વિદ્યાર્થીઓને દિવાળી વેકેશન દરમિયાન શાળાએ બોલાવી શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવામાં આવ્યું હોવાની ફરિયાદ મળતાં કોંગ્રેસના વિદ્યાર્થી પ્રતિનિધિઓ શાળાએ પહોંચ્યા હતા. જ્યાં તપાસ દરમિયાન 150થી વધુ વિદ્યાર્થીઓ શાળામાં હાજર હોવાનું સામે આવતાં તમામ વિદ્યાર્થીઓને શાળામાંથી મુક્ત કરાવવામાં આવ્યા હતા.

- Advertisement -

ત્યારબાદ અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં આવેલી મોદી સ્કૂલ ખાતે કોંગ્રેસના કાર્યકરો પહોંચ્યા ત્યારે શાળાના મહિલા આચાર્ય સાથે રકઝક થઈ હતી. આ દરમિયાન કોંગ્રેસના વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂતે જિલ્લા શિક્ષણાધિકારીને ફોન કરી આચાર્ય સાથે વાત કરાવી હતી. જોકે, આચાર્ય દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને માત્ર ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ જ શાળામાં હાજર હોવાની જાણ કરવામાં આવી હતી. પરંતુ કોંગ્રેસના વિદ્યાર્થી કાર્યકરોએ શાળાના ઉપરના માળે જઈ તપાસ કરતાં ધોરણ 11ના છ વર્ગો એટલે કે 300થી વધુ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય ચાલુ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓને શાળામાંથી મુક્ત કરાવવામાં આવ્યા હતા.

આ અંગે કોંગ્રેસના વિદ્યાર્થી નેતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સૌરાષ્ટ્ર ઝોન પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, “અમે અગાઉ જિલ્લા શિક્ષણાધિકારી અને ખાનગી શાળા સંચાલક મંડળના આગેવાનો સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાની તૈયારી માટે અભ્યાસની છૂટ આપવાની બાબત અલગ છે, પરંતુ ધોરણ 11 સહિતના અન્ય ધોરણોના વિદ્યાર્થીઓને દિવાળી વેકેશન દરમિયાન શાળામાં બોલાવવાનો કોઈ તર્ક નથી. વિદ્યાર્થીઓની ફરિયાદોના આધારે આજે બંને શાળાઓમાં પહોંચીને ચાલતું શૈક્ષણિક કાર્ય બંધ કરાવ્યું છે.”

તેમણે શિક્ષણ વિભાગની કામગીરી સામે પણ સવાલ ઉઠાવતાં જણાવ્યું હતું કે, “વેકેશન દરમિયાન શાળાઓ સરકારી શૈક્ષણિક કેલેન્ડરનું પાલન કરે છે કે નહીં તેની દેખરેખ રાખવાની જવાબદારી જિલ્લા શિક્ષણ વિભાગના વિસ્તાર પ્રમાણેના એજ્યુકેશન ઇન્સ્પેક્ટરોની છે. તો પછી જે શાળાઓમાં વેકેશન દરમિયાન વર્ગો ચાલુ છે તે જવાબદાર અધિકારીઓને કેમ દેખાતું નથી? શું શિક્ષણ વિભાગના અધિકારીઓ માત્ર કચેરીમાં બેસીને જ કામગીરી કરશે? ખાનગી શાળાઓની સ્થળ તપાસ કરવાની જવાબદારી કોની છે? વાર-તહેવારના નામે ખાનગી શાળાઓને જાણે છૂટછાટ મળી જતી હોય તેમ તંત્રની નિષ્ક્રિયતા સામે આવી રહી છે.”

મોદી સ્કૂલના સંચાલન અંગે આકરા સવાલો ઉઠાવતાં રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, “મોદી સ્કૂલના સંચાલકો એવી રીતે વર્તી રહ્યા છે કે જાણે તેઓ શિક્ષણ વિભાગના નિયમો અને નિયંત્રણોથી પર હોય! સ્કૂલની આઠથી દસ જેટલી શાખાઓ છે અને આર્થિક તથા રાજકીય વગના આધારે નિયમોનું પાલન કરવું જરૂરી નથી એવો અભિગમ રાખવામાં આવતો હોય તેવી ફરિયાદો ઊભી થઈ રહી છે. આખા રાજકોટની શાળાઓમાં વેકેશનનો અમલ થઈ રહ્યો હોય ત્યારે મોદી સ્કૂલની વિવિધ શાખાઓમાં જ ધોરણ 11ના વર્ગો ચાલુ હોવાની ફરિયાદો કેમ સામે આવે છે? શું સરકારી નિયમો માત્ર નાની શાળાઓ માટે જ છે? મોટા શાળા સંચાલકોને નિયમો લાગુ પડતા નથી?”

અંતમાં રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, “દિવાળી વેકેશન એ વિદ્યાર્થીઓનો અધિકાર છે. બાળકોને અભ્યાસના ભારણમાંથી મુક્તિ મળે, પરિવાર સાથે સમય વિતાવવાની તક મળે અને પોતાના બાળપણનો આનંદ માણી શકે તે માટે વેકેશન આપવામાં આવે છે. શાળા સંચાલકોની અભ્યાસક્રમ પૂર્ણ કરવાની દોડમાં વિદ્યાર્થીઓનું વેકેશન છીનવી લેવાનો કોઈને અધિકાર નથી. વિદ્યાર્થીઓના અધિકારો માટે લડવું અમારી જવાબદારી છે અને આ જવાબદારી નિભાવવામાં અમે કોઈપણ શાળા સંચાલકની વગ કે દબાણ સામે ઝૂકવાના નથી. જિલ્લા શિક્ષણાધિકારી તાત્કાલિક સ્થળ તપાસ કરાવી જવાબદાર શાળાઓ સામે કાર્યવાહી કરે, અન્યથા આગામી દિવસોમાં પણ વિદ્યાર્થીઓના હિતમાં ઉગ્ર વિરોધ કરવામાં આવશે.”

You Might Also Like

રાજકોટઃ શનિવારે જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં લેન્ડ ગ્રેબિંગની બેઠક મળશે

ગુજસીટોકના કેસમાં પેન્ડા ગેંગના સાગ્રીત ચિરાગ ઉર્ફે બકાલીને શરતી જામીન

તમે જે ખાઓ છો તે ‘આઈસ્ક્રીમ’ છે કે ‘ફ્રોઝન ડેઝર્ટ’? રાજકોટ તંત્રએ જાહેર કર્યો નવો નિયમ

માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડ હવે ક્રિકેટ સિવાય ભાડે નહીં અપાય

‘જય જલિયાણ’ના નાદથી ગુંજી ઉઠ્યું રાજકોટ: 21થી વધુ ફ્લોટ્સ સાથે શોભાયાત્રા નીકળી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજસીટોકના કેસમાં પેન્ડા ગેંગના સાગ્રીત ચિરાગ ઉર્ફે બકાલીને શરતી જામીન
Next Article રાજકોટઃ શનિવારે જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં લેન્ડ ગ્રેબિંગની બેઠક મળશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટઃ શનિવારે જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં લેન્ડ ગ્રેબિંગની બેઠક મળશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
ગુજસીટોકના કેસમાં પેન્ડા ગેંગના સાગ્રીત ચિરાગ ઉર્ફે બકાલીને શરતી જામીન
રાજ્યપાલની રાજુલા મુલાકાત : ગોવિંદ સરોવરનું ખાતમુહૂર્ત
મોંઘવારીનો બેવડો મારઃ વસ્તુઓના ભાવ વધ્યા અને પેકેટનું વજન ઘટ્યું
વિછિયાના છાસિયા ગામેથી 3.52 કરોડનો 705 કિલો ગાંજો એસઓજીએ કર્યો કબ્જે
મહેન્દ્ર સિંહ ધોનીની IPLમાંથી નિવૃતિ : CSKના મેન્ટોરની સંભાળશે જવાબદારી
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

રાજકોટઃ શનિવારે જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં લેન્ડ ગ્રેબિંગની બેઠક મળશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
રાજકોટ

ગુજસીટોકના કેસમાં પેન્ડા ગેંગના સાગ્રીત ચિરાગ ઉર્ફે બકાલીને શરતી જામીન

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
રાજકોટ

તમે જે ખાઓ છો તે ‘આઈસ્ક્રીમ’ છે કે ‘ફ્રોઝન ડેઝર્ટ’? રાજકોટ તંત્રએ જાહેર કર્યો નવો નિયમ

Khaskhabar Editor Khaskhabar Editor 27 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?