રાજકોટના કલેકટર અરુણ મહેશ બાબુ એ આજે જિલ્લાના રેવન્યુ અધિકારીઓ સાથે બેઠક કરી જિલ્લાની રેવન્યુ અને જનસેવા ને લગતી કામગીરી ઝડપથી આગળ વધે તે માટે જુદી જુદી કામગીરીની સમીક્ષા કરી હતી.
રાજકોટ જિલ્લાના ગોંડલ, ધોરાજી, જસદણ, રાજકોટ સહિતના પ્રાંત અધિકારીઓ અને જિલ્લાના મામલતદાર સહિતના રેવન્યુ અધિકારીઓને કામગીરીને વધુ ગતિશીલ બનાવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
- Advertisement -
તાલુકા અને પ્રાંત વિસ્તારોમાં વિકાસના કામોમાં પણ જરૂરી સંકલન કરવા અને રેવન્યુ ને લગતી કામગીરી વિના વિલંબે પૂર્ણ કરવા સુચના આપી હતી. આ બેઠકમાં અધિક કલેક્ટર પરિમલ પંડ્યા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા


