By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    17 hours ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    3 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    16 hours ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    16 hours ago
    જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો
    16 hours ago
    મુસ્કાનની ધરપકડ કરનાર સબ ઇન્સ્પેક્ટર અનુ રાની સસ્પેન્ડ
    17 hours ago
    ભારતમાં સ્થૂળતાનો ગંભીર ખતરો : 30.7% મહિલા અને 27.3% પુરુષ ઓવરવેઇટ
    18 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મુખ્યમંત્રીનો શિક્ષણલક્ષી મહત્વપૂર્ણ દુરોગામી નિર્ણય: શાળાઓમાં માળખાકીય સુવિધા માટે આર્થિક સહાય
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > મુખ્યમંત્રીનો શિક્ષણલક્ષી મહત્વપૂર્ણ દુરોગામી નિર્ણય: શાળાઓમાં માળખાકીય સુવિધા માટે આર્થિક સહાય
ખાસ-ખબરગુજરાત

મુખ્યમંત્રીનો શિક્ષણલક્ષી મહત્વપૂર્ણ દુરોગામી નિર્ણય: શાળાઓમાં માળખાકીય સુવિધા માટે આર્થિક સહાય

Khaskhabar Editor
Last updated: 2025/08/07 at 12:28 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE
ગ્રાન્ટ ઇન એઈડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને માળખાકીય સુવિધાઓ સંગીન બનાવવા રાજ્ય સરકાર સહાય આપશે.
મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ 2.0 અંતર્ગત પસંદ થયેલી રાજ્યની ગ્રાન્ટ ઇન એઈડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને માળખાકીય સુવિધાઓ સંગીન બનાવવા રાજ્ય સરકાર સહાય આપશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ સંલગ્ન શિક્ષણ વિભાગ હેઠળની આવી ગ્રાન્ટ ઇન એઈડ સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળાઓને આ સહાય 80:20ના પ્રમાણમાં આપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં અમલી થયેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 મુજબ પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણ પછી વિદ્યાર્થીઓ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરે તે સુનિશ્ચિત કરવાની ભલામણો કરવામાં આવેલી છે.
રાજ્ય સરકાર દ્વારા આ સંદર્ભમાં શાળાકીય શિક્ષણમાં ગુણવત્તાયુક્ત પરિવર્તન અને ખાસ કરીને મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણમાં આમૂલ પરિવર્તન થઈ રહ્યું છે. રાજ્યમાં ગ્રાન્ટ ઇન એઈડ સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલમાં ખૂબ મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.  એટલું જ નહિ શિક્ષણ વિભાગ તરફથી લેવામાં આવી રહેલા પરિણામલક્ષી પગલાંઓને પરિણામે આવી શાળાઓમાં આવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ખૂબ વધારો થવાની પણ સંભાવનાઓ રહેલી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવનારા સમયની આવી જરૂરીયાતો અંગે વિઝનરી પ્લાનિંગ સાથે ગ્રાન્ટ ઇન એઈડ શાળાઓમાં પણ સરકારી શાળાઓની જેમ માળખાકીય સુવિધાઓને સુદ્રઢ કરવા માટે આર્થિક સહાય આપવાનો નિર્ણય કર્યો છે. તદઅનુસાર શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરના દિશાદર્શનમાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26થી 5 વર્ષ માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકારે શિક્ષણ જગતના અને શાળાના વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં આ યોજના શરૂ કરીને શાળા સંચાલક મંડળ સંઘની માંગણીનો હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે.
મુખ્યમંત્રીએ મંજૂર કરેલી આ યોજના અન્વયે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ 2.0 અંતર્ગતની આવી ગ્રાન્ટ ઇન એઈડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે 10 લાખથી 1.50 કરોડ સુધીની આર્થિક સહાય શાળાઓમાં માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે ફક્ત એક જ વાર મળી શકશે.
શાળાઓને જે માળખાકીય સુવિધાઓ માટે આ યોજના અંતર્ગત સહાય મળવાપાત્ર છે તેમાં ખૂટતા વર્ગખંડના બાંધકામ, પુસ્તકાલય, લેબોરેટરી, કોમ્પ્યુટર લેબ, વોકેશનલ રૂમ, ગર્લ્સ રૂમ વગેરે વિશિષ્ટ ખંડોના બાંધકામ, વિદ્યાર્થીઓ- વિદ્યાર્થીનીઓ અને દિવ્યાંગ છાત્રો માટેના નવા ટોયલેટ બ્લોક્સ તથા પીવાના પાણીની સુવિધા અને અન્ય મેજર રિપેરીંગ તેમજ રંગરોગાન, કમ્પાઉન્ડ વોલ અને દિવ્યાંગ માટે જરૂરી સુગમ્ય માળખાકીય સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આવી સુવિધાઓ માટે થનારા ખર્ચના 80 ટકા રાજ્ય સરકાર આપશે તથા બાકીના 20 ટકા રકમ સંબંધિત શાળા મંડળ દ્વારા ભોગવવાની રહેશે. મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ 2.0 અંતર્ગત આવતી અને આ સહાય માટે પાત્રતા ધરાવતી ગ્રાન્ટ ઇન એઇડ માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓએ 30 સપ્ટેમ્બર, 2025 સુધીમાં નિયત નમૂનામાં દરખાસ્ત કરીને સંબંધિત જિલ્લા શિક્ષણ અધિકારીને મોકલી શકશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરેલો આ શિક્ષણ હિતલક્ષી નિર્ણય ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોની ગ્રાન્ટ ઇન એઈડ શાળાઓમાં વિદ્યાર્થીલક્ષી માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં મદદરૂપ બનશે અને સંચાલકો પરનું આર્થિક ભારણ પણ ઓછું થશે. આ  અંગેના વિધિવત ઠરાવો શિક્ષણ વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યા છે.

You Might Also Like

અમદાવાદમાં ડિફેન્સના નામે વેંચાતો નકલી દારૂ એક ઝડપાયો

વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?

ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ

દારૂબંધી કાગળ પર નહીં, જમીન પર દેખાવવી જોઈએ : ડૉ. રાજદીપસિંહ જાડેજા

કાલે જન્માષ્ટમીની થીમનું સંતોના હસ્તે અનાવરણ : નિધિ સમિતિના સભ્યોની નિમણૂક કરાઇ

TAGGED: Chief Minister Bhupendrabhai Patel, education
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ટ્રમ્પના ટેરિફ બચાવ વચ્ચે પ્રધાનમંત્રી મોદીનું મોટું નિવેદન, ખેડૂતોના હિતોમાં કોઈ સમાધાન નહીં થાય
Next Article યુએસ લશ્કરી બેઝ પર ગોળીબાર: 2નાં મોત, 6 ઘાયલ, ફાઈરિંગ કરનારની ધરપકડ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
અમદાવાદમાં ડિફેન્સના નામે વેંચાતો નકલી દારૂ એક ઝડપાયો
વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?
ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ
શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

અમદાવાદમાં ડિફેન્સના નામે વેંચાતો નકલી દારૂ એક ઝડપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
રાજકોટ

વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
રાજકોટ

ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?