ઘાસચારા કૌભાંડ કેસમાં જામીન પર બહાર આવેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલી વધી ગઈ છે. સીબીઆઇએ તેમના 17 સ્થળે દરોડા પાડયા છે. જણાવવામાં આવ્યા કે, લાલુ યાદવ, તેમની પત્ની રાબડી દેવી અને દિકરી મીસા ભારતીના પટના, ગોપાલગંજ અને દિલ્હીમાં આવેલી જગ્યાએ રેડ પાડી હતી. સીબીઆઇએ આ કાર્યવાહી ભ્રષ્ટાચારથી જોડાયેલા કેસમાં કરી છે, જેમનો વિરોધ શરૂ થઇ ગયો છે. RJDના કાર્યક્રતા આ દરોડાને લઇને કેન્દ્ર સરકાર પર નિશાન સાધી રહી છે.
- Advertisement -
17 સ્થળે દરોડા
ભ્રષ્ટાચારના આ કેસમાં કાર્યવાહી કરતા સીબીઆઈની ટીમ લાલુના પટના (હાલમાં રાબડી)ના નિવાસસ્થાન સહિત 17 અલગ-અલગ જગ્યાઓ પર દરોડા પાડી રહી છે.
#WATCH केंद्रीय जांच ब्यूरो (CBI) ने राजद प्रमुख लालू यादव और उनकी बेटी के खिलाफ भ्रष्टाचार का नया मामला दर्ज किया है। लालू यादव को लेकर दिल्ली और बिहार में 17 जगहों पर छापेमारी चल रही है: सूत्र
- Advertisement -
(वीडियो पटना से है) pic.twitter.com/Z4dL87Zne4
— ANI_HindiNews (@AHindinews) May 20, 2022
દીકરી પણ CBI ની ઝપેટમાં
તેમની સાથે તેમની પુત્રી પણ સીબીઆઈની કાર્યવાહીની ઝપેટમાં આવી છે. સીબીઆઇએ લાલુ અને તેમની પુત્રી વિરુદ્ધ તેમના કાર્યકાળ દરમિયાન ભરતીમાં કથિત અનિયમિતતા બદલ નવો કેસ નોંધ્યો છે.
‘રેલ્વે નોકરી માટે જમીન કૌભાંડ’
આ સિવાય સૂત્રોએ આપેલી માહિતી અનુસાર ‘રેલ્વે નોકરી માટે જમીન કૌભાંડ’ સંબંધિત કેસમાં લાલુ યાદવ સામે નવો કેસ નોંધવામાં આવ્યો હોવાની માહિતી પણ મળી રહી છે.
થોડા દિવસ પહેલા જ મળ્યા હતા જામીન
આપને જણાવી દઈએ કે ઘાસ ચારા કૌભાંડ સંબંધિત ડોરાન્ડા તિજોરીમાંથી ગેરકાયદેસર ઉપાડના કેસમાં ઝારખંડ હાઈકોર્ટે ગયા મહિને 22મી તારીખે લાલુ પ્રસાદ યાદવને જામીન આપ્યા હતા. જામીન બાદ, તેમણે થોડા દિવસો માટે AIIMSમાં પોતાનો ઈલાજ કરાવ્યો, ત્યારબાદ તે તેની મોટી દીકરી મીસા ભારતીના ઘરે છે.
Central Bureau of Investigation registers a fresh case of corruption against RJD Chief Lalu Yadav and his daughter. Raids are underway at 17 locations in Delhi and Bihar related to Lalu Yadav: Sources
(Visuals from Patna, Bihar) pic.twitter.com/qiil99Lpau
— ANI (@ANI) May 20, 2022