ખાસ-ખબર ન્યૂઝ બોટાદ
આજરોજ ખેડૂતોના પ્રશ્ર્નો માટે સતત જાગૃત બોટાદ કૃષિ સહકારી કર્મચારી યુનિયન બોટાદ તાલુકા દ્વારા રાજ્યભરમાં આવેલ વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ જતા કપાસ, મગફળી, તલ,મકાઈ, મગ, અડદ,અને અન્ય તમામ પાકો સંપૂર્ણપણે નાશ પામ્યા છે.ખેડૂતોના ખેતર પણ ધોવાઈ ગયેલ છે ત્યારે બોટાદ જિલ્લાના ખેડૂતોએ ભોગવેલ પાકના નુકસાન અંગે તાત્કાલિક રાહત સહાય આપવા તથા દેવા માફી કરવા અંગે અધિક કલેક્ટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
જેમાં કોઈપણ સર્વેની રાહ જોયા વગર તાત્કાલિક તમામ ખેડૂતોને સિદ્ધિ સહાય જાહેર કરી અને દેવા માફ કરવા અને ખેડૂતો પર આવી પડેલ આફતમાંથી બહાર કાઢવા જણાવ્યું હતું ખુબ જ મોટી સંખ્યામાં મંડળીના મંત્રી હાજર રહ્યા હતા તેમજ સહકાર ભારતી બોટાદ જીલ્લો તથા કિસાન હિત રક્ષક સમિતિ બોટાદ દ્વારા પણ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.



