આઠ વિધાનસભા બેઠકના 2256 બીએલઓનો કાલથી ડોર ટુ ડોર સર્વે
ત્રણ રાઉન્ડમાં બીએલઓ ઘરની મુલાકાત કરશે: ફોર્મ છપાયા બાદ વિતરણ કરાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સ્પેશ્યલ ઈન્વેનસીવ રીવીઝન(જઈંછ)ની અમલવારીના ભાગરૂપે રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભાની બેઠકના 2256 બીએલઓ દ્વારા આવતીકાલ બુધવારથી ડોર ટુ ડોરની સર્વેની કામગીરીનો પ્રારંભ થશે. જેમાં રાજકોટમાં પ્રથમવાર વર્ષ 2002થી 2025 સુધીમાં મતદાર યાદીમાં નોંધાયેલા 40 વર્ષના મતદારોનું મેપીંગ કરવામાં આવશે. રાજકોટ જિલ્લાના અધિક નાયબ ચૂંટણી અધિકારી નારણ મુછારના જણાવ્યા પ્રમાણે, ચૂંટણી પંચ દ્વારા સ્પેશ્યલ ઈન્વેનસીવ રીવીઝન(જઈંછ)નો કાર્યક્રમ જાહેર કરવામાં આવતા વિધાનસભા વાઈઝ બીએલઓને ત્રણ દિવસની તાલીમનો કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો છે. હવે બીએલઓને મતદારયાદી ચકાસણી માટે એન્યુમરેશન ફોર્મ (ઊઋ)છપાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
રાજકોટ શહેર-જિલ્લાની આઠ વિધાનસભાની બેઠકમાં કુલ 23.91 લાખ મતદારો છે તેની મતદારયાદી પ્રમાણેના ડબલ કોપીમાં ફોર્મ છપાવવામાં આવ્યા છે. જેમાં મતદારની આપવામાં આવનાર ફોર્મમાં તેની માહિતી આપવામાં આવી હશે તેમાં કોઈ ફેરફાર નહીં હોય તો મતદાર સહિ કરી ફોર્મ બીએલઓને પરત આપશે. વર્ષ 2002 પછી રાજકોટમાં મતદારોનું સ્પેશ્યલ ઈન્વેનસીવ રીવીઝન(જઈંછ) કરવામાં આવ્યુ નથી એટલે જિલ્લાના મોટાભાગના યુવા મતદારોનું મેપીંગ કરવામાં આવ્યું નથી તે પ્રથમવાર થશે. તે સાથે પરિવારના તમામ સભ્યોન પણ મેંપીંગ કરી શકાશે. આ પ્રક્રિયા એક મહિના સુધી ચાલુ રહેશ. બીએલઓ ત્રણ વખત મતદારની મુલાકાત કરશે. જેમાં વારંવાર સ્થળાંતર, મૃતક મતદારોની ચકાસણી કરવામાં આવશે. એક મહિના એટલે કે, 4 ડિસેમ્બર સુધી આ કામગીરી કરવામાં આવ્યા બાદ 9 ડિસેમ્બરથી ડ્રાફ્ટ યાદી તૈયાર કરવામાં આવશે તે પછી 9 ડિસેમ્બરથી 8 જાન્યુઆરી સુધીમાં આવેલા વાંધા-દાવાનો નિકાલ કરવા સુનાવણી કરવામાં આવશે અને પછી ફેબ્રુઆરીએ આખરી મતદારયાદીની જાહેર કરવામાં આવશે.



