By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફરી યુધ્ધ શરૂ : અમેરિકાએ ઇરાન પર ફરી હુમલો કર્યો : 3 લોકોના મોત : 90 ઠેકાણાને નિશાન બનાવ્યા
    6 minutes ago
    ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ ડન
    15 minutes ago
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    1 day ago
    ફરી યુધ્ધના ભણકારા : અમેરિકાએ સીઝફાયર છતાં ઇરાન પર એરસ્ટ્રાઇક કરી
    1 day ago
    ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે બ્રહ્મોસ અને અસ્ત્ર મિસાઇલની ડીલ પર મહોર
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બંગાળના બુરૂઇપુર દુષ્કર્મ-હત્યા કેસનો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર
    23 hours ago
    મુંબઇમાં સતત વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા
    1 day ago
    રામમંદિર દાનચોરીની ઘટના 70 CCTVમાં કેદ
    2 days ago
    નાસિકમાં આભ ફાટવાનું એલર્ટ : ત્ર્યંબકેશ્વર મંદિર બંધ
    2 days ago
    અમરનાથમાં શિવલિંગ 90% ગાયબ : ત્રણ દિવસમાં 56000 શ્રધ્ધાળુએ દર્શન કર્યા
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
    24 hours ago
    મેસ્સીનો જાદુ! આર્જેન્ટિનાની ઐતિહાસિક જીત
    1 day ago
    મિકેલ મેરિનોના નિર્ણાયક ગોલથી સ્પેનનો 1-0 થી ઐતિહાસિક વિજય : રોનાલ્ડોનું વિશ્વકપ જીતવાનું સપનું રોળાયું
    2 days ago
    બ્રાઝિલના કિંગ નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલને કહ્યું અલવિદા
    3 days ago
    દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    5 days ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    23 hours ago
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    2 days ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    2 days ago
    માયાભાઈની વાતોમાં સચ્ચાઈ શૂન્ય, ગપગોળા ભારોભાર
    2 days ago
    ‘૧૮૧ અભયમ’ : રાજકોટ જિલ્લામાં 1.36 લાખથી વધુ મહિલાને મળી મદદ
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જો ગરોળી દસ્તા જેવડી હોત તો શું થાત?: ભય બિન પ્રીત નાહી…!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Tushar Dave > જો ગરોળી દસ્તા જેવડી હોત તો શું થાત?: ભય બિન પ્રીત નાહી…!
AuthorTALK OF THE TOWNTushar Dave

જો ગરોળી દસ્તા જેવડી હોત તો શું થાત?: ભય બિન પ્રીત નાહી…!

Khaskhabar Editor
Last updated: 2022/01/13 at 1:23 PM
Khaskhabar Editor 6 years ago
Share
7 Min Read
SHARE

દિવાળીએ આપણે માળિયામાં જે સાફ-સફાઈ કરીએ એ વાસ્તવમાં સમગ્ર ગરોળી સમાજ માટે મેગા ડિમોલિશન હોય છે. એકચ્યુલી, માળિયામાં ભંગાર પાછળ સંતાયેલી ગરોળી જ સત્ય છે અને બાકીનું જગત મિથ્યા. માળિયામાં છુપાયેલી ગરોળીને જ શાસ્ત્રોમાં ભય કહ્યો છે!

સપરમા દિવસોમાં પુરુષોએ ચડ્ડા ધારણ કરીને માળિયામાં ચડવું પડે છે એની પાછળનું એક કારણ મહિલાઓમાં વ્યાપ્ત ગરોળીનો આતંક પણ છે.

  • તુષાર દવે

દિવાળીએ આપણે માળિયામાં જે સાફ-સફાઈ કરીએ એ વાસ્તવમાં સમગ્ર ગરોળી સમાજ માટે મેગા ડિમોલિશન હોય છે. એકચ્યુલી, માળિયામાં ભંગાર પાછળ સંતાયેલી ગરોળી જ સત્ય છે અને બાકીનું જગત મિથ્યા. માળિયામાં છુપાયેલી ગરોળીને જ શાસ્ત્રોમાં ભય કહ્યો છે!

Contents
દિવાળીએ આપણે માળિયામાં જે સાફ-સફાઈ કરીએ એ વાસ્તવમાં સમગ્ર ગરોળી સમાજ માટે મેગા ડિમોલિશન હોય છે. એકચ્યુલી, માળિયામાં ભંગાર પાછળ સંતાયેલી ગરોળી જ સત્ય છે અને બાકીનું જગત મિથ્યા. માળિયામાં છુપાયેલી ગરોળીને જ શાસ્ત્રોમાં ભય કહ્યો છે!સપરમા દિવસોમાં પુરુષોએ ચડ્ડા ધારણ કરીને માળિયામાં ચડવું પડે છે એની પાછળનું એક કારણ મહિલાઓમાં વ્યાપ્ત ગરોળીનો આતંક પણ છે.

સપરમા દિવસોમાં પુરુષોએ ચડ્ડા ધારણ કરીને માળિયામાં ચડવું પડે છે એની પાછળનું એક કારણ મહિલાઓમાં વ્યાપ્ત ગરોળીનો આતંક પણ છે. આખા ઘરમાં જેનો પડ્યો બોલ ઝીલાતો હોય અને આદમીઓ પણ જેનાથી ફાટી પડતા હોય એવી મહિલાઓ પણ કોઈ તડમાં ગરોળીની પૂંછડી ય ભાળી જાય તો ફાટી પડતી હોય છે. ગરોળીથી ઝઈડ જતી મહિલાઓ એ સમજતી નથી કે વાસ્તવમાં ગરોળી એનાથી ડરી રહી હોય છે કારણ કે એવડી એ ગરોળીનું ઘર બરબાદ કરવા ચડી હોય છે, પણ ગરોળીની પીડા કોઈ સમજતું  જ નથી. એ કદરૂપી ખરી ને… એટલે. આપણા સમાજમાં કદરૂપા લોકો સાથે બહુ અન્યાય થાય છે. જો ગરોળી વધુ કદરૂપી હોય એટલે કે ગરોળીઓ સામાન્ય રીતે હોય એના કરતા પણ વધારે કદરૂપી હોય અને એનો રંગ કાળો હોય તો એને એક ચોક્કસ જાતિના નામે ઓળખવામાં આવે છે. હિન્દુસ્તાન કદાચ વિશ્વમાં એક માત્ર એવો દેશ હશે જ્યાં પ્રાણી-પક્ષી અને જીવ-જંતુઓને પણ જાતિવાચક નામો આપી દેવામાં આવ્યા હોય કે ધર્મના નામે વહેંચી દેવામાં આવ્યા હોય. આપણે તો કીડીઓને પણ એના રંગ અને કરડવાના લક્ષણ પરથી હિન્દુ અને મુસલમાનમાં વહેંચી નાંખી છે. આપણા દેશની આ વિચિત્રતા પર કવિ મુનવ્વર રાણાએ ઘણું લખ્યું છે અને એના શેર ખાસ્સા પોપ્યુલર પણ છે, પરંતુ એકવાર અમદાવાદની ભવન્સ કોલેજમાં યોજાયેલા ‘પેન, પોએટ્રી એન્ડ માઈક’ના કાર્યક્રમમાં મળી ગયેલા મુંબઈના શાયર દેવરૂપ શર્માએ આ જ સબજેક્ટ પર અદભુત પંક્તિ લખી છે કે –

- Advertisement -

બરસને લગા હૈ લહુ આસમાં સે,

પરિંદો કો મઝહબ સિખાયા કિસીને…

એની વે, આપણે પ્રાણીઓમાં પણ ઘુસાડેલો જાતિવાદ છોડીને ફરીથી ગરોળી પુરાણ પર આવીએ. પેલું ‘ભય બિન પ્રીત નાહી’નું સૂત્ર અલગ અર્થમાં કહેવાયું છે, બાકી ગરોળી ભરપુર ભય ફેલાવતી હોવા છતાં કોઈ એને પ્રીત કરતું નથી. ગરોળીનું હિન્દી નામ છીપકલી છે. એના નામમાં જ ‘કલી’ હોવા છતાં માનવસમાજ એને કોઈ કાળે ‘કલી’ તરીકે સ્વીકારવા તૈયાર નથી એટલે જ એ કલીએ સતત છુપાઈને રહેવું પડે છે. એ છુપાઈને રહેતી હોવાના કારણે જ ‘છીપ’કલી તરીકે ઓળખાય છે. હોવ…હમ્બો…હમ્બો!

- Advertisement -

હોલિવૂડની ‘ડાયનોસોર’ સિરિઝની ફિલ્મો જોઈ જોઈને જ નૃવંશશાસ્ત્ર સમજેલા જાણકારો કહેવડાવે છે કે ગરોળી તો વાસ્તવમાં મોટી હતી. બહુ મોટી. એટલી મોટી કે એ એકસમયે ડાયનોસોર તરીકે ઓળખાતી, પણ બેઝિકલી એ આળસુ જીવ. આળસના પાપે એ પડી પડી નાની થઈ ગઈ અને ગરોળી તરીકે ઓળખાઈ! જોકે, આ તો પછી મુંબઈ અને બોલિવૂડ બાજુના કોઈ જાણકારે ફોડ પાડ્યો કે ગરોળી તો હકીકતે પહલાજ નિહલાણીએ સેન્સર કરેલું ડાયનોસોર છે! હોવ…

કહે છે કે સ્ત્રીઓમાં વ્યાપ્ત ગરોળીના ભયના કારણે પુરુષસમાજે ચડ્ડા પહેરીને દિવાળીના દિવસોમાં માળિયે ચડવું પડતું હોવાની વાત સાચી, પણ સ્ત્રીઓના એ જ ભયનો પુરુષસમાજે ભરપુર ફાયદો (આઈ મિન, ગેરફાયદો) પણ ઉઠાવ્યો હોવાનું કોઈ ઈતિહાસકારે નોંધ્યુ છે. જાણકારો તો ત્યાં સુધી ઉમેરે છે કે એ જ ઈતિહાસકાર પર તાજેતરમાં જ #MeTooની ‘કલમ’ લાગી છે. પીડિતાના દાવા મુજબ ઈતિહાસકારે ઈતિહાસના જ કોઈ વર્ષમાં અચાનક જ એની સામે પ્લાસ્ટિકની ગરોળી ધરી દીધેલી. એ જોઈને પીડિતા ફફડી ઊઠી ત્યારે ઈતિહાસકારે તેને હૂંફ આપવાના બહાને બાહોમાં ભરવાનો પ્રયાસ કરેલો. આપણે એ ઈતિહાસકારના ઈતિહાસમાં નથી પડતાં, પણ ગર્લફ્રેન્ડને હગ કરવાનું બહાનું પેદા કરવા માટે ઈતિહાસમાં અનેક બોયફ્રેન્ડ્સ આ ‘ગરોળી ટ્રીક’ અપનાવી ચૂક્યા હોવાનું અન્ય એક ઈતિહાસકાર નોંધે છે. જાણકારો કહે છે કે હવે એના પર પણ #MeTooની કલમ લાગવાના ભણકારા વાગી જ રહ્યા છે. હોવ…

આ ‘ગરોળી ટ્રીક’ તો જૂની થઈ ગઈ, પણ અકસીર છે. આમ છતાં હવેના આધુનિક બોયફ્રેન્ડ્સ આ ‘ગરોળી ટ્રીક’ની જફ્ફામાં પડતા નથી. એ લોકો ગર્લફ્રેન્ડને ‘કોન્જ્યુરિંગ’ સિરિઝની ફિલ્મો જોવા લઈ જાય છે. ઘણા તો સાલાં પોતાની ફાટતી હોય તો પણ પેલીને ડરાવવા લઈ જાય. આવા કેસોમાં ‘ભય બિન પ્રીત નાહી’નું સૂત્ર સાચું પડે છે. નક્કી આ સૂત્ર ગર્લફ્રેન્ડ સાથે હોરર મૂવિ જોઈને બહાર નીકળેલા કોઈ પ્રેમીએ જ આપ્યું હોવું જોઈએ! હોવ…હમ્બો…હમ્બો!

જોકે, ગરોળીને લઈને વળી જ્યોતિષ અને અગમ-નિગમ (નગર નિગમ નહીં) વાળાઓના વળી અલગ જ કેલ્યુલેશન્સ છે. એક આખુ શાસ્ત્ર છે, જે તમને ગરોળીના તમારા શરીરના અલગ અલગ અંગો પર પડવાના લાભ-ગેરલાભો જણાવે છે કે એ માથા પર પડે તો સંપત્તિ મળે ને કાન પર પડે તો ઘરેણાં-નવા કપડાં મળે વગેરે…વગેરે… આવું બધું વાંચી સાંભળીને મને ફરી ફરીને એક જ વિચાર આવે કે સારું છે કે ગરોળી આવડીક અમથી જ છે તો શરીરના અલગ અલગ અંગો પર પડે અને ધનલાભ કરાવે, જો મોટ્ટી દસ્તા જેવડી હોત તો સાલું શું થાત? કારણ કે જ્યોતિષમાં ક્યાંક એવું પણ લખેલું છે કે ગરોળી પુરુષની મૂછ પર પડે તો એને (એટલે કે પુરુષને) માન-સન્માન મળે છે. હવે વિચાર કરો કે જો ગરોળી દસ્તા જેવડી હોય અને મૂછો પર પડે તો માન-સન્માન તો ઠીક પણ મૂછ પણ બચે ખરી? અને દસ્તા જેવડી ગરોળી જ્યાં પડી હોય એ પ્રદેશ પર ફરીથી મૂછો પણ ઉગે ખરી?

ફ્રી હિટ :
દિવાળીની સિઝનમાં બુક પ્રકાશનના કોઈ કામ માટે ભદ્ર ચીરીને ગાંધી રોડ પર નવભારત પ્રકાશનની ઓફિસે પ્રકાશક રોનક શાહને મળવા જવાનું થાય એટલે સાતમે કોઠે અટવાયેલા અભિમન્યુ જેવી ફિલિંગ આવે કે, ‘આમાં ઘરી તો ગ્યો પણ બારો કેમનો નીકળીશ?’

You Might Also Like

સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો

ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા

પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું

માયાભાઈની વાતોમાં સચ્ચાઈ શૂન્ય, ગપગોળા ભારોભાર

‘૧૮૧ અભયમ’ : રાજકોટ જિલ્લામાં 1.36 લાખથી વધુ મહિલાને મળી મદદ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મને કોઇ સાથે સૂવા માટે કહેવાતું: અદિતિ સનવાલ
Next Article How To Make A Chat App, Create Messenger App For Android & Ios

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ફરી યુધ્ધ શરૂ : અમેરિકાએ ઇરાન પર ફરી હુમલો કર્યો : 3 લોકોના મોત : 90 ઠેકાણાને નિશાન બનાવ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ ડન
બંગાળના બુરૂઇપુર દુષ્કર્મ-હત્યા કેસનો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર
રાજકોટ ખાતે કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોન બેઠક યોજાઈઃ રામ મંદિર મુદ્દે ભાજપ સામે વિપક્ષના આકરા પ્રહારો
રાજકોટ થશે વધુ હરિયાળું: 66 લાખના ખર્ચે મિયાવાકી પદ્ધતિથી જંગલો વિકસાવાશે
સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

TALK OF THE TOWNરાજકોટ

સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
CRIMETALK OF THE TOWNરાજકોટ

ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
TALK OF THE TOWNગુજરાત

પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?