‘કસૌટી જિંદગી કે’માં કુકી બજાજનો રોલ પ્લે કરી ચૂકેલી એક્ટ્રેસ અદિતિ સનવાલે એક ઇન્ટરવ્યૂમાં કાસ્ટિંગ કાઉચ વિશે વાત કરી છે. તેના જણાવ્યા મુજબ તેના ફોન પર ઘણીવાર વલ્ગર મેસેજ આવે છે. અદિતિએ કહ્યું, ’એક્ટર્સ હોવાને લીધે અમારા ફોન નંબર્સ ઘણા મીડિયા અને ઙછ ગ્રુપ સાથે શેર કરેલા હોય છે અને કાસ્ટિંગ એજન્ટ્સને આ સરળતાથી મળી જાય છે.’
સ્પોટબોય સાથેની વાતચીતમાં અદિતિએ આગળ કહ્યું, ’ક્યારેક- ક્યારેક મને એવા મેસેજ આવે છે, જેમાં મને કોઈ સાથે સુવા અથવા લગ્ન કરવા માટે કહેવામાં આવે છે. મને નથી લાગતું આ લોકો જેન્યુઈન છે. એટલે હું તેમને બ્લોક કરી દઉં છું. હું સફળતાના કોઈ શોર્ટકટમાં ભરોસો નથી કરતી. માત્ર કઠોર પરિશ્રમ મેટર કરે છે. કહેવામાં આવે છે કે ઇન્ડસ્ટ્રીમાં ઘણા સારા લોકો પણ છે.’
અદિતિએ જણાવ્યું કે, ’કાસ્ટિંગ કાઉચ ઇન્ડસ્ટ્રીની ગંભીર હકીકત છે જેનો અનુભવ મહિલા અને પુરુષો બંનેએ કર્યો છે. સૌથી મોટી તકલીફ એ છે કે આજે પણ કાસ્ટિંગ અને ઓડિશનની પ્રક્રિયા ઘણી અસંગઠિત છે. માટે આવા ખરાબ તત્વોથી દૂર રહેવાની જરૂર છે, જે ઇન્ડસ્ટ્રીને કલંકિત કરે છે.’
અદિતિના કહેવા મુજબ એન્ટરટેન્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં માત્ર કાસ્ટિંગ કાઉચ જ નથી, અહીંયા ફાઇનાન્શિયલ ફ્રોડ પણ થાય છે. તેણે કહ્યું, ’અહીંયા ઘણા લોકો છે જે તમને પૈસાના બદલે કામ અપાવવાનું વચન આપે છે. કરિયરની શરૂઆતમાં મારો પણ આવા લોકો સાથે સામનો થયો હતો પણ ભગવાનનો આભાર કે હું આ પ્રકારની ટ્રેપમાં ન ફસાઈ.’
અદિતિ મુજબ આવા લોકો તમને કન્વિન્સ કરવા માટે મોટા સેલેબ્સ સાથે તેમના ફોટો બતાવે અને તેમના નિશાને મોટાભાગના મુંબઈ બહારના સ્ટ્રગલિંગ એક્ટર્સ હોય છે.
તેના જવાબમાં અદિતિએ કહ્યું, ’પહેલા તે તમારા અમુક ફોટોગ્રાફ્સ માગે છે. પછી તમને સિલેક્ટ કહીને ઓડિશન વીડિયો માગે છે. ત્યારબાદ તેઓ રજિસ્ટ્રેશન ફીના નામે પૈસા માગે છે અને તમને કોન્ટ્રાક્ટ પણ મોકલે છે. એકવાર જેવા પૈસા તેમના ખાતામાં પહોંચ્યા કે તેઓ ગાયબ થઇ જાય છે અને પછી તમે કઈ નથી કરી શકતા.’