ભાવનગર રેન્જ ભાવનગરના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી.અશોકકુમાર યાદવ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૈાડ સાહેબે ભાવ નગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ તથા ઘરફોડ ચોરીના અનડીટેકટ ગુન્હાઓ તથા વાહન ચોરીના ગુન્હાઓ ડીટેકટ કરવા માટે સખ્ત સુચના આપેલ.

 આજરોજ ભાવનગર એલ.સી.બી. સ્ટાકફનાં માણસો પોલીસ ઇન્સ શ્રી ની સુચના મુજબ ભાવનગર શહેર વિસ્તારમાં ચોરીનાં અનડિટેકટ ગુન્હાઓ ડિટેકટ કરવા અંગે શકદારોની તપાસમાં પેટ્રોલીંગમા હતા.તે દરમ્યાન કુંભારવાડા મોતી તળાવ રોડ,નાળા પાસે રામાપીરના મંદીર પાસે આવતા પો.કોન્સ અરવીંદ ભાઇ બારૈયાને તેના ખાનગી બાતમીદાર મારફતે હકિકત મળેલ કે, (૧) રાકેશભાઇ રામદાસ ભાઇ અગ્રાવત રહે.ભારાપરા (૨) વિપુલ ભાઇ ભટુરભાઇ સોલંકીરહે.મથાવડા (૩) નાનજીભાઇ પ્રેમજીભાઇ સોલંકી રહે. મથાવડા (૪) પીન્ટુભાઇ લાભુભાઇ મકવાણા રહે.કઠવા (૫) મહાવરીભાઇ જોરસંગભાઇ વાળા રહે.કઠવા (૬) મહમદ ઉર્ફે મુન્નો દાઉદભાઇ રાજણી રહે.પ્રભુાદાળ તળાવ ભાવનગર વાળાઓ એ  ગેસના બાટલાઓ ની ચોરી કરેલ છે. અને તે બાટલાઓ તેઓ એ અલંગ યાર્ડ માંથી ચોરી કરેલ હોવાની બાતમી મળેલ છે.અને હાલ તેઓ તમામ ઇસમો  ભાવનગર કુંભારવાડા મોતી તળાવ વી.આઇ.પી પાર્ક મા આવેલ પ્લોટ નંબર ૨૮/સી લકકી એન્ટર પ્રાઇઝ ગેસના બાટલાના કારખાને વેચેલ છે. અને તે  બાટલાઓ સગેવગે કરવાની પેરવીમાં છે.જે હકિકત આઘારે બાતમે વાળી જગ્યા ઉપર તપાસ કરતા ઉપરોકત તમામ ઇસમો સ્થળ ઉપર હાજર મળીળ આવતા તેઓની પાસેથી મજુકરે છ ઇસમો ની બાજુમા કાળા કલરના લાંબા ગેસના બાટલા ગોઠવેલા પડેલ હોય જે બાટલના આધાર પુરાવા માંગતા નહી હોવાનુ જણાવેલ આ બાટલાઓ મજકુર ઇસમો એ એકબીજાને મદદગારી કરી ચોરી છુપી થી છળકપટથી મેળવેલ હોવાનુ જણાતા કુલ બાટલા નંગ ૨૫ કુલ કી.રૂ.૧,૫૦,૦૦૦/-ગણી જે શક પડતો મુદામાલ ગણી તેમજ તમામ ઇસમો પાસેથી મોબાઇલ નંગ-૦૪ કુલ કિ.રૂ. ૧૫,૫૦૦/- તથા એક હીરો સ્પલેન્ડર કી.રૂ.૩૦,૦૦૦/- ગણી સી.આર.પી.સી કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબ્જે કરેલ છે.


આ કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. શ્રી.વી.વી. ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી. એન.જી.જાડેજા તથા સ્ટાફના હેડ કોન્સ. મહીપાલસિંહ ગોહીલ તથા હેડ કોન્સ મહેન્દ્રભાઇ ચૌહાણ તથા હેડ કોન્સ ઘનશ્યામભાઇ ગોહીલ તથા હેડ કોન્સ જયરાજસિંહ જાડેજા તથા હેડ કોન્સ વનરાજભાઇ ખુમાણ તથા હેડ કોન્સ સાગરભાઇ જોગદીયા તથા હેડ કોન્સ ભૈપાલસિંહ ચુડાસમા તથા પો.કોન્સ રાજેન્દ્રસિંહ સરવૈયા તથા પો.કોન્સ ઇમ્તીયાજખાન પઠાણ તથા પો.કોન્સ અરવીંદભાઇ બારૈયા તથા પો.કોન્સ શકિતસિંહ ગોહીલ તથા પો.કોન્સ જયદીપસિંહ ગોહીલ વિગેરે સ્ટાફના માણસો  જોડાયા હતા.