છેલ્લા 57 દિવસથી કોરોના સામેની જંગ લડી રહેલા ભરતસિંહનું સોલકીનું શરીર એટલી હદે ઉતરી ગયું છે કે તેમને ઓળખવામાં પણ મુશ્કેલી પડી રહી છે

ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકી છેલ્લા 57 દિવસથી કોરોના સામે જંગ લડી રહ્યા છે. આટલા દિવસોમાં ભરતસિંહનું સોલકીનું શરીર એટલી હદે ઉતરી ગયું છે કે તેમને ઓળખવામાં પણ મુશ્કેલી પડી રહી છે. ભરતસિંહની પહેલાની અને હાલની તસવીરમાં ઘણો ફરક આવી ગયો છે. જણાવી દઈકે, 23મી જૂને વડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં સોલંકીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું.ભરતસિંહ સોલંકીનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. પરંતુ કોમ્પ્લિકેશન હોવાને કારણે તેઓ હજી હોસ્પિટલમાં દાખલ છે.

રવિવારે સોશ્યલ મીડિયા પર તેમની એક તસવીર વાયરલ થઈ હતી જેમાં સોલંકી તેમની ટ્રેડમાર્ક મૂછો વિના હોસ્પિટલમાં બેડ પર જોવા મળ્યા હતા. GPCCના પ્રમુખ અમિત ચાવડાએ એક અખબારે આ તસવીર શેર કરી હતી.

હાલની પરિસ્થિતિએ તેમની તબિયત સુધારા પર છે, પરંતુ શરીર એટલું ઉતરી ગયું છે કે, તેમનો હાલનો ફોટો જોતા તેમને ઓળખવા મુશ્કેલ છે.