રસ્તા ઉપર પાણી ભરાઈ જતા લોકોને અવર જવર કરવા માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે
હાલ જીલ્લાભરમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે લીંબડી તાલુકામાં પણ સારો એવો વરસાદ વરસતા લીંબડીના રેલવે સ્ટેશન પાસે આવેલ ચુનારાવાડ અને બળદેવનગર વિસ્તારનો રસ્તો વરસાદના કારણે બંધ થઈ જતાં રહિશો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. લીંબડી તાલુકામાં રોડ રસ્તાની સમસ્યા સામાન્ય બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે,ત્યારે લીંબડીમાં ઠેર-ઠેર રોડ રસ્તાની સમસ્યાથી રહિશો ત્રસ્ત બની ગયા છે, લીંબડી તાલુકાના ચુનારાવાડ અને બળદેવનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી રોડ રસ્તા અને ગટર બની સુવિધા પ્રાપ્ત થવા પામી નથી,આ વિસ્તારના રહીશો દ્વારા લીંબડી નગરપાલિકાને અનેક વખત રજૂઆતો કરવા છતાં સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી, ત્યારે બળદેવનગર વિસ્તારમાં અને ચુનારાવાડ વિસ્તારમાં જવા માટે એકજ રસ્તો આવેલો છે અને આ રસ્તા ઉપર 3 થી 4 ફુટ જેટલા પાણી ભરાઈ જતા લોકોને અવર જવર કરવા માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
(દિપકસિંહ વાઘેલા – લીંબડી)