આઝાદ એક સુખદ તેમજ નાવીન્યપૂર્ણ પ્રયોગ તરીકે આ લખનારને પસંદ પડી છે. નેચરલી, આઝાદ પસંદ પડી જવાના બે કારણો છે. એક, એ ધીમે ધીમે બળીને વધુ લહેજત આપતી થ્રિલર જોનરની છે અને કારણ નંબર બે : સ્ક્રીપ્ટ, એક્ટિંગ, શોટ ટેકીંગ અને ક્ધસેપ્ટના એન્ગલથી તેને દશમાંથી આઠ સ્ટાર આપી દેવાનું મન થાય એટલી રસદાર છે…

સામાન્ય રીતે શાહનામામાં ગુજરાતી ફિલ્મો કે વેબસિરિઝ વિષે લખવામાં આવતું નથી. કારણો સાફ છે. ગુજરાતી ફિલ્મો કે વેબસિરિઝમાં કોમેડીના વાહિયાત તડકા અને વેવલાવેડાના ભેજાંગેપ ભવાડા જ વધુ હોય છે એટલે જયારે પણ અહીં ગુજરાતી ફિલ્મો (ધુમ્મસ) કે વેબસિરિઝ (યમરાજ કોલિંગ) બારામાં લખાયું છે ત્યારે અત્યંત જવાબદારી સાથે લખવામાં આવ્યું છે. વિઠ્ઠલ તિડી જેવી જબ્બરદસ્ત વેબસિરિઝ આપનારા અભિષેક જૈનના ઓટીટી પ્લેટફોર્મ ઓહો પર મોટાભાગનું ક્ધટેન્ટ નવું અને ગુજરાતી હોય છે અને તેમાં ક્યારેક ચમકારા વરતાતા રહે છે. ગુજરાતી ક્ધટેન્ટ પીરસતું આવું બીજું ઓટીટી પ્લેટફોર્મ શેમારૂમી પણ છે પરંતુ ઈમાનદારીથી કહીએ તો આપણા ગુજરાતી મેકર અને પ્રોડયુસર મેચ્યોર્ડ થવાની તાતી જરૂર છે..

એની વે, ઓહો ઓટીટી પ્લેટફોર્મ પર તાજેતરમાં જ સ્ટ્રીમ થયેલી આઝાદ નામની મિનિ વેબસિરિઝની આપણે વાત કરવાના છીએ. એ પણ કંઈ મહાન સર્જન નથી છતાં સ્વીકારવું પડશે કે ગુજરાતી સર્જક પાસેથી આવી વેબસિરિઝની આપણે અપેક્ષ્ાા રાખી નહોતી એટલે… આઝાદ એક સુખદ તેમજ નાવીન્યપૂર્ણ પ્રયોગ તરીકે આ લખનારને પસંદ પડી છે. નેચરલી, આઝાદ પસંદ પડી જવાના બે કારણો છે. એક, એ ધીમે ધીમે બળીને વધુ લહેજત આપતી થ્રિલર જોનરની છે અને કારણ નંબર બે : સ્ક્રીપ્ટ, એકટિંગ, શોટ ટેકીંગ અને ક્ધસેપ્ટના એન્ગલથી તેને દશમાંથી આઠ સ્ટાર આપી દેવાનું મન થાય એટલી રસદાર છે… આઝાદ અગેઈન, મર્ડર મિસ્ટરી છે (ક્રિમીનલ જસ્ટીસની ત્રીજી સિઝન પણ મર્ડર મિસ્ટરી જ છે પરંતુ તેના એપિસોડ હપ્તાવાર મૂકાતાં હોવાથી તેના પર લખવાનું મુલત્વી રાખ્યું છે). એક મહિલાનું આકસ્મિક મૃત્યુ થયું છે પરંતુ ઈજા અને આસપાસનો માહૌલ જોતાં સ્પષ્ટ છે કે આ એક હત્યા છે. ઈન્સ્પેકટર રણજીત ચૌહાણ (દાદુ એકટર હેમંત ખેર) આ મર્ડરનું ઈન્વેસ્ટીગેશન શરૂ કરે છે અને એક પછી એક શકમંદને બોલાવીને પૂછતાછ કરે છે. લાંબી પડપૂછ પછી એક એનઆરઆઈ યુવક હત્યા પોતાની પર લઈ લે છે તો એ મહિલાની હરીફ પણ હજુ શંકાના દાયરામાં છે. વરસોથી તેમનો ઘરનો સામાન પહોંચાડતો ભેશ (પ્રેમ ગઢવી) નામનો વેપારી પણ સ્વીકારે છે કે તેનું મૃતક મહિલા સાથે લફરું હતું. એ જ મહિલા સાથે રહેતા અને હત્યા પછી ગૂમ થયેલી યુવતી પણ હાજર થઈને સ્વીકારે છે કે હત્યા તેણે કરી છે… ઈન્સ્પેકટર રણજીત ચૌહાણ પણ એક તબક્કે ચકરાવે ચઢે છે કે, આ બધામાંથી કોને સાચો હત્યારો માનીને ફિટ કરી દઈ કેસ કલોઝ કરી દેવો કારણ કે… સસ્પેન્સ કે રહસ્ય કે વાસ્તવિક સત્ય નેચરલી, અહીં આપણે ઓપન કરવાના નથી એ જ આઝાદ સિરિઝનો ચાર્મ છે. આખી વેબસિરિઝ મોટાભાગે ઈન્વેસ્ટીગેશન માટેના એક ઓરડામાં જ સંપન્ન થાય છે. પાંચેય એપિસોડમાં ઈન્સ્પેકટર રણજીત ચૌહાણ કોમન છે પરંતુ દરેક વખતે સ્ટેટમેન્ટ આપનારા કિરદાર બદલાતાં રહે છે. વેપારી ભેશવાળો એપિસોડ પ્રેમ ગઢવીના કારણે વધારે ઈન્ટરેસ્ટીંગ બન્યો છે પરંતુ આઝાદ વેબસિરિઝ લો-બજેટ હોવા છતાં એકદમ દિલચશ્પ બની છે અને તેમાં સૌથી મોટો ફાળો ઈન્સ્પેકટર રણજીત ચૌહાણ યાને હેમંત ખરેની લાજવાબ અભિનય ક્ષ્ામતાનો છે.

ડિરેકટર કેવલ મિસ્ત્રી આ અગાઉ પણ બે ત્રણ મિનિ વેબસિરિઝ આપી ચૂક્યા છે પણ આઝાદમાં કલોઝઅપ લઈને તેમણે કલાકારોના (ખાસ કરીને હેમંત ખેર) અભિનયના સંજીદાપણાંને વધુ જીવંત ર્ક્યું છે

રાગી જાની જેવી અભિનય ક્ષ્ામતા ધરાવતાં હેમંત ખરે પાસેથી ગુજરાતી તરીકે આપણે ઊંચી અપેક્ષ્ાા રાખી શકીએ, એવા એ સક્ષ્ામ અભિનેતા છે. આ ઉપરાંત પ્રેમ ગઢવી, નિક્તિા શર્મા, વિશાલ શાહ, પિન્કી પરીખ, જહાનવી ગુરનાનીના પાત્રોચિત અભિનયની નોંધ લેવી પડે તેવું કામ તેમણે ર્ક્યું છે.
એક વેગળી શૈલીથી કહેવાની વાર્તા ધ્રુમા મહેતાએ લખી છે તો આઝાદના સંવાદો કેયુ શાહના છે. સંવાદો બે-અર્થ હોવા છતાં તેમાં ચમકારા જરૂર છે. એક સેમ્પલ : શરમને કાનોમાતર હોય? ક્તલને પણ ન હોય… ડિરેકટર કેવલ મિસ્ત્રી આ અગાઉ પણ બે ત્રણ મિનિ વેબસિરિઝ આપી ચૂક્યા છે પણ આઝાદમાં કલોઝઅપ લઈને તેમણે કલાકારોના (ખાસ કરીને હેમંત ખેર) અભિનયના સંજીદાપણાંને વધુ જીવંત ર્ક્યું છે એટલે આઝાદ જોવા મળી જાય તો ચાન્સ ચૂક્વા જેવો નથી. બાય ધી વે, સિરિઝમાં ઈન્સ્પેકટર રણજીત ચૌહાણના પેટ-ડોગનું નામ આઝાદ છે.

તામિલરોકર્ઝ: પાયરસીનો પ્રકોપ

પાયરસીને લગતી તમામ વાતો, સાઉથના ચાહકોનું હિરો માટેનું પાગલપન, ફિલ્મની ફાઈનલ પ્રિન્ટને બચાવવાની મથામણ અને પાયરસી કરનારાઓનું કામ કરતું નેટવર્ક તામિલરોકર્ઝમાં બહુ સરસ રીતે ઝિલાયું છે

પાયરસી રોક્વી સરળ નથી, બ્રહ્માસ્ત્ર ફિલ્મની પાયરેટેડ કોપી શુક્રવારે જ માર્કેટમાં આવી ગઈ હતી

આપણે બધાએ જ ક્યારેકને ક્યારેક પાયરેટેડ સીડી-ડીવીડી યા ઓનલાઈનના માધ્યમથી ફિલ્મો જોઈ છે અને પૈસા બચાવ્યા છે. મેટ્રો શહેરોમાં તો મોંઘીદાટ ચોપડીઓની ઝેરોક્ષ્ા કરેલી પાયરેટેડ કોપી ખુલ્લેઆમ વેચાતી રહે છે અને ટેકનોલોજી સાથે મળેલું આ એક અનિવાર્ય દૂષણ છે… આ પાયરેટેડ (એટલે કે ગેરકાનુની) ફિલ્મોના વિશ્વમાં આપણને સોની લીવ પર સ્ટ્રીમ થયેલી તામિલરોકર્ઝ વેબસિરિઝ લઈ જાય છે. તામિલ ફિલ્મોના સુપરસ્ટાર આદિત્યની ત્રણસો કરોડના ખર્ચે બનેલી ગરૂડા રિલિઝ થવાની તૈયારી થઈ રહી છે ત્યારે જ તામિલરોકર્ઝ નામનું અન્ડરડોગ જેવું પાયરસી ગ્રૃપ એલાન કરે છે કે… ગરૂડા ફિલ્મ રિલીઝ થશે તેના ચોવીસ કલાક પહેલાં અમે તેને ઓનલાઈન અપલોડ કરી દઈશું
હંગામો મચી જવો સ્વાભાવિક છે. તામિલ ડિરેકટરોનું એસોસિએશન, ગરૂડાના પ્રોડયુસર, હિરો આદિત્યના ડિરેકટર પિતા ઉચ્ચ દરજજે રજૂઆત કરીને તામિલરોકર્ઝના મુખ્ય માણસોને પકડી લેવા માટે કાબેલ ઈન્સ્પેકટરનું ચયન કરે છે. આખી વેબસિરિઝ ગરૂડા રિલીઝ થવાના દિવસ સુધીનો દિલધડક ડ્રામા છે પણ તેમાં પાયરસીને લગતી તમામ વાતો, સાઉથના ચાહકોનું હિરો માટેનું પાગલપન, ફિલ્મની ફાઈનલ પ્રિન્ટને બચાવવાની મથામણ અને પાયરસી કરનારાઓનું કામ કરતું નેટવર્ક તામિલરોકર્ઝમાં બહુ સરસ રીતે ઝિલાયું છે. તામિલ સર્જકોએ આ સિરિઝ બનાવી છે એટલે એ વિગતો લખવી અસ્થાને છે. સિરિઝના અંતમાં ગરૂડાનો પ્રિમિયર યોજાઈ છે અને એ જોઈ રહેલાં લોકોના સ્માર્ટ ફોનમાં ગરૂડા ફિલ્મની પાયરેટેડ કોપીની લિન્ક પણ આવી જાય છે. પાયરસી રોક્વી સરળ નથી. બ્રહ્માસ્ત્ર ફિલ્મની પાયરેટેડ કોપી શુક્રવારે જ માર્કેટમાં આવી ગઈ હતી, એ યાદ રહે