4.5 કિમી પદયાત્રા, 25 મંદિરમાં દર્શન અને 400થી વધુ મહિલાએ કર્યું કળશ પૂજન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા આયોજિત સનાતન સેતુ હનુમાન કથા તેમજ બાબા બાગેશ્વર ધામ સરકારના આગમનને લઈને ધાર્મિક માહોલ દિવસેને દિવસે વધુ ગાઢ બની રહ્યો છે. આ આયોજનના ભાગરૂપે આજે રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર-1 વિસ્તારમાં ભવ્ય અક્ષત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ, મહિલાઓ અને ધાર્મિક આગેવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. યાત્રાની વિશેષતા એ રહી કે અંદાજે 4.5 કિલોમીટર લાંબી પદયાત્રા વાજતે-ગાજતે અને ભક્તિમય વાતાવરણ વચ્ચે યોજાઈ હતી. યાત્રા દરમિયાન શ્રીરામના નામની ધૂન, ભજન-કીર્તન અને જયઘોષથી સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો. માર્ગમાં વિવિધ સ્થળોએ ભક્તો દ્વારા પુષ્પવર્ષા કરીને યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અક્ષત કળશ યાત્રા દરમિયાન વોર્ડ વિસ્તારમાં આવેલા કુલ 25 મંદિરોમાં દર્શન અને પૂજન કરવામાં આવ્યું હતું. ધાર્મિક એકતા અને સંસ્કૃતિના પ્રસારના ઉદ્દેશ સાથે યોજાયેલી આ યાત્રામાં અંદાજે 400 મહિલાઓએ કળશ પૂજન કરીને ધાર્મિક પરંપરાનું પાલન કર્યું હતું. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ મહિલાઓના કળશ સાથેના દૃશ્યો યાત્રાનું મુખ્ય આકર્ષણ બન્યા હતા.
યાત્રા દરમિયાન શ્રીરામના જયઘોષ અને ભક્તિમય સંગીતના સૂર વચ્ચે સમગ્ર વિસ્તાર ધાર્મિક રંગે રંગાઈ ગયો હતો. વિવિધ સમાજના લોકો અને સ્થાનિક રહેવાસીઓએ પણ માર્ગ પર ઉભા રહી યાત્રાનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે વોર્ડ નંબર-1ના તમામ કોર્પોરેટરો, ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને આગેવાનો, વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, સાધુ-સંતો તથા મોટી સંખ્યામાં ધાર્મિક ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. આયોજકોના જણાવ્યા અનુસાર બાબા બાગેશ્વર ધામ સરકારના રાજકોટ આગમન અને સનાતન સેતુ હનુમંત કથાને લઈને શહેરભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
રાજકોટ શહેરના વિવિધ ઝોનમાં કળશ યાત્રા નીકળી
ઝોન-1 : સ્પીડવેલ પાર્ટી પ્લોટ, હવેલી ચોક
- Advertisement -
ઝોન-2 : બાપાસીતારામ ચોક, હરીદર્શન સ્કૂલ સંસ્કાર સીટી પાછળનો 80નો રોડ મટુકી ચોકથી પાણીનો ટાંકોથી રાધે હોટલ ચોક થઈને મવડી ચોકડી, કોઠારીયા રોડ
ઝોન-3 : રૈયા રોડ રાધેશ્યામ ગૌશાળા-શીતલ પાર્ક
ઝોન-4 : સંકીર્તન મંદિર-કાલાવડ રોડ
ઝોન-5 : સાધુ વાસવાણી રોડ-આજુબાજુનો વિસ્તાર
ઝોન-6 : પોપટપરા-વાલ્મિકી નગર
ઝોન-7 : બોલબાલા મેઇન રોડ, ગુંદાવાડી મેઈન રોડ
ઝોન-8 : રેલનગર વિસ્તાર
ઝોન-9 : રણછોડનગર વિસ્તાર
ઝોન-10 : કોઠારીયાગામ, રણુજા મંદિર આજુબાજુનો વિસ્તાર
ઝોન-11 : ચમત્કારિક હનુમાનજી મંદિર, સોરઠીયા વાડી મેઇન રોડ



