શહેરના ત્રણેય ઝોનમાં તબક્કાવાર રસ્તાના ડામર પેચ વર્કની કામગીરી પુરજોશમાં ચાલુ: મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા

ભારે વરસાદને પગલે રસ્તાઓને નુકસાન થયું હતું. તાજેતરનાં દિવસોમાં સતત વરસાદ ચાલુ રહયો હતો જેના કારણે ડામર પેચ વર્ક શક્યું બન્યું હતું. અલબત વરસાદ દરમ્યાન મેટલથી રસ્તા પરના ખાડા બુરવામાં આવતા હતાં. જોકે હવે વરસાદ રહી ગયો હોઈ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના ત્રણેય ઝોનમાં તબક્કાવાર દરેક વોર્ડમાં ડામર પેચ વર્ક શરૂ કરી દેવામાં આવેલ છે. જેમાં મુખ્ય રસ્તાઓને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે અને તાત્કાલિક પેચવર્ક કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેમ મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ તેમજ મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.
- Advertisement -

શહેર ત્રણેય ઝોનમાં તબક્કાવાર રોડ રસ્તા પર ડામર પેચવર્ક કામગીરી કરવામાં આવી છે જેમાં સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં. ૨, ૭, ૧૪, ૧૩ ના ગાત્રાળ ચોક, પુજારા પ્લોટ, મોટી ટાંકી ચોક, કવિ નાનાલાલ માર્ગ, ગોંડા; રોડ, જામટાવર અને શેઠ હાઈસ્કુલવાળો રોડ, વેસ્ટ ઝોનના વોર્ડ નં. ૧, ૮, ૯, ૧૦, ૧૧, ૧૨ ના રીંગ રોડ-૨, ઘંટેશ્વર પાર્ક, મવડી ચોક, બાપા સીતારામ ચોક, વેસ્ટ ઝોન ઓફિસ વાળો રોડ, ગંગોત્રી પાર્ક મેઈન રોડ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, યુનિ. રોડ અને મોદી સ્કુલ વાળો રોડ તેમજ ઈસ્ટ ઝોનના વોર્ડ નં. ૪, ૬, ૧૫, ૧૮ ના કુવાડવા રોડ, દૂધ સાગર રોડ, ચુનારાવાડ ચોક, અમુલ સર્કલ ચોક, ભાવનગર રોડ, કોઠારીયા રોડ વિસ્તારમાં રસ્તામાં ડામર પેચ વર્કની કામગીરી કરવામાં આવી છે.



