By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    માલદીવમાં અમેરિકન રાજદૂતનું ‘અપમાન’? પ્રમુખ મુઈજ્જુએ મુલાકાત ન કરી, ટ્રમ્પ ગુસ્સે ભરાશે!
    6 hours ago
    અમેરિકાનું ‘ડ્રગ્સ ઝોમ્બી ઝોન’ માનવતા હારી અને નશો જીત્યો
    1 day ago
    ઈરાન-US ડીલ અટવાઈ, અમેરિકા 20 વર્ષ માટે પરમાણુ કાર્યક્રમ રોકવા મક્કમ, ઈરાન 5 વર્ષ માટે તૈયાર
    1 day ago
    હોર્મુઝ સંકટ વચ્ચે ટ્રમ્પ જોતા રહી ગયા અને ભારત-રશિયાએ બાજી પલટી, 3 વર્ષનો રેકોર્ડ તૂટ્યો!
    1 day ago
    ટ્રમ્પના ત્રાસથી ફ્રાન્સનો મોટો નિર્ણય: હવે વિયેતનામ, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા પણ Linux તરફ?
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    TDS રિટર્ન ફાઈલ કરવું હવે સરળ
    3 hours ago
    યુદ્ધનો અંત નજીક!
    4 hours ago
    બિહારના ઈતિહાસમાં પ્રથમ વખત ભાજપના મુખ્યમંત્રી
    4 hours ago
    યુદ્ધને કારણે સંકટમાં ફસાયેલી એરલાઇન્સોની વહારે કેન્દ્ર સરકાર, 4000 કરોડના લોન પેકેજની ઓફર
    5 hours ago
    ગ્રામીણ ભારતની મહિલાઓ માટે સાયબર સુરક્ષા કવચ: રિલાયન્સ ફાઉન્ડેશન અને ભારત સરકાર દ્વારા ‘ઇ-સેફહર’ લોન્ચ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    અજિંક્યા રહાણેની કેપ્ટન્સી છીનવાઈ શકે, રિંકુ સિંહ પણ સદંતર નિષ્ફળ, KKR માટે માથાનો દુઃખાવો
    4 hours ago
    સતત ફ્લોપ રહ્યા બાદ ધોનીની એક સલાહે નૂર અહેમદને બનાવ્યો ગેમ ચેન્જર, KKR જોતી જ રહી ગઈ
    6 hours ago
    IPL ડેબ્યુની પ્રથમ ઓવરમાં 3 વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર: જાણો કોણ છે પ્રફુલ હિંગે
    1 day ago
    ‘વીડિયો ડિલીટ કરી દે…’, યુજવેન્દ્ર ચહલની ટીમે તાનિયાને કરી રિક્વેસ્ટ, એક્ટ્રેસનો નવો આરોપ
    1 day ago
    IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    6 hours ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    5 days ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    6 days ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    4 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: લગભગ પાંચ દાયકાનાં અખબારી સાહિત્યનું સંકલન કરી આજની પેઢીને પીરસનાર- અરવિંદભાઈ નાણાવટી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Hemadri Acharya Dave > લગભગ પાંચ દાયકાનાં અખબારી સાહિત્યનું સંકલન કરી આજની પેઢીને પીરસનાર- અરવિંદભાઈ નાણાવટી
AuthorHemadri Acharya Dave

લગભગ પાંચ દાયકાનાં અખબારી સાહિત્યનું સંકલન કરી આજની પેઢીને પીરસનાર- અરવિંદભાઈ નાણાવટી

Khaskhabar Editor
Last updated: 2023/11/04 at 6:02 PM
Khaskhabar Editor 2 years ago
Share
7 Min Read
SHARE

મૂળે સાહિત્યરસિક અને સેવાભાવી સ્વાભાવને કારણે તેમને એક અનોખો અને ઉમદા વિચાર આવ્યો કે તેમણે લગભગ પચાસ વરસ સુધી વિવિધ અખબારમાંથી એકઠા કરેલા લેખો, સુવિચારો, વિચાર કણીકાઓ અને સ્વરચિત મુક્તકોનું પુસ્તક બનાવીને લોકો સુધી એ અમૂલ્ય સંગ્રહ પહોંચડીએ તો કેવું! અને શુદ્ધ સેવાભાવે તેમણે તેમના પેંશનની રકમમાંથી સ્વખર્ચે સમાજહિતમાં ઉપયોગમાં લેવાનું વિચાર્યું અને આ વિચારને અમલમાં મુકતાં, 2020માં તેમના ત્રણ પુસ્તકો પ્રકાશિત થયાં.

સોશ્યલ મીડિયા પર પુસ્તકોના ફોટા મૂકીને, મેં આટઆટલાં પુસ્તક વાંચ્યા અને મારી પાસે પુસ્તકોનો અઢળક ખજાનો છે એવાં પ્રદર્શન થકી પોતે સાહિત્યરસિક છે એવો દેખાડો કરતો એક વર્ગ છે તો બીજી બાજુએ ખરા અર્થમાં સાહિત્યની સેવા કરવા વાળા મુકસેવક શ્રી અરવિંદભાઈ નાણાવટી કે જેમણે ખરા અર્થમાં સાહિત્યને વાંચ્યું જ નહીં ઉછેર્યું છે અને તેના ફળ લોકોમાં વહેંચવાનું સરાહનીય કાર્ય તેઓ કરી રહ્યાં છે
અરવિંદભાઈ નાણાવટી, નામ બહુ જાણીતું નથી પણ તેમનું કામ ઉમદા છે. હાલ અમદાવાદ સ્થિત અરવિંદભાઈનો જન્મ 04 નવેમ્બર 1933નાં રોજ જૂનાગઢ ખાતે. બહાઉદ્દીન કોલેજથી સ્નાતક થયા. વ્યવસાયે સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્રના કર્મચારી. ત્રણ દીકરીઓને પરણાવવાની જવાબદારી સોંપીને પત્ની સ્વર્ગે સિધાવી ગયાં ત્યારે નાની દીકરી હજુ બારમાં ધોરણમાં! ત્રણે દીકરીને મા-બાપની બેવડી જવાબદારી નિભાવીને પરણાવી. અસલની પેઢી જેવો જ શિસ્તપ્રિય અને સમયપાલનના આગ્રહી અને ફિટનેસ એ તેમનો જીવનમંત્ર! આજે નેવું વર્ષની ઉંમરે પણ બહાર જાય ત્યારે ઘડિયાળના કાંટા જોઈ લે અને આવે ત્યારે પણ! નિવૃત્ત હોવા છતાં રોજિંદા કામો તેના નિયત સમયે જ થવા જોઈએ એવું એમનું માનવું અને આચરણ પણ. ઓલ ઇન્ડિયા લેવલે યોજાતી ‘ફાસ્ટ વોક’ સિક્સટી પ્લસમાં, (ઇમ્ફાલ, મણિપુર) તેઓ બે વખત ભાગ લઈ ચૂક્યા છે. અને હજુ પણ જવા તૈયાર છે, જો કોઈ સાથે રોકાઈ- જઈ શકે તો. પત્નીનાં ગયાં પછી દીકરીઓના ઉછેર અને લગ્ન વળી અન્ય સામાજિક જવાબદારીઓ નિભાવવી, આ બધામાં ઘણો સંઘર્ષ રહ્યો હોય છતાં સ્વાભાવની સકારાત્મકતા તેમણે આજ દિન સુધી જાળવી રાખી છે. કુટુંબના દરેકે દરેક સભ્યોની, અરે ચોથી પેઢીએ દીકરીનાં સંતાનોની વાતોમાં પણ તેમને હજુ સુધી રસ પડે, એ મામલો પછી હરવા ફરવાનો હોય કે મેરેજના શોપિંગનો હોય! નવી નવી વસ્તુઓ, ટેકનોલોજી વિશે જાણવા તેઓ હંમેશા જિજ્ઞાસુ હોય. કરાઓકે કલબમાં ગાવાનો શોખ આજે પણ અકબંધ છે. આ ઉપરાંત હજુ પણ ઘણું ચાલી નાંખે! એક સ્ત્રી તો ,પતિના ગયા પછી દરેક વાતાવરણ કે સંજોગોમાં અનુકૂલન સાધી જીવી શકે પણ એક વિધુર પુરુષ માટે આવું અનુકૂલન સાધવું બહુ મુશ્કેલ પડે છે. પરંતુ અરવિંદ ભાઈ ત્રણેય દીકરીઓમાંથી કોઈપણનાં ઘરે ખૂબ જ સ્વસ્થતા તેમજ આનંદભર્યું જીવી જાણે છે. તેમની હાજરી કુટુંબીજનો માટે બોજ નથી, આશીર્વાદ રુપ લાગે એવું હળવુંફુલ તેમનું વ્યક્તિત્વ છે. વળી, માનવતા એ જ પરમ ધર્મમાં માનનારા અરવિંદ ભાઈનું માનવું છે કે આપણાથી નીચી ઊંચી આર્થિક ક્ષમતાવાળાને શક્ય તેટલી મદદ કરવી જોઈએ. ઈશ્વર અને ધર્મ, તેઓ માનવસેવામાં જુએ છે. તેમણે રચેલા અનેક મુક્તકોમાં તેમની આ ફિલસુફી વ્યક્ત થાય છે. આકાશવાણીના પ્રોગ્રામ‘વય વંદના’માં તેમનો ઈન્ટરવ્યુ પણ આવી ગયો છે.
આ બધી વિશેષતા ઉપરાંત તેમને ડાયરી લખવાનો શોખ જેમાં પોતાની વાતો, સ્વરચિત મુક્તકો ઉપરાંત વિવિધ અખબારોમાંના તેમની દ્રષ્ટિએ ઉપયોગી અથવા રસપ્રદ હોય તેવા આર્ટિકલ અથવા આર્ટિકલના અમુક તમુક પોઇન્ટ્સ, સુવિચારો, વિચાર કણીકાઓ આવું બધું એકઠું કરે અથવા નોટમાં ટપકાવી લે. વાંચવાંનો તેમનો શોખ પોતાના પૂરતો સીમિત ન રાખતાં તેઓ સહકર્મચારીઓ અને બેંકમાં આવતાં ગ્રાહકો કે જેની સાથે ઘરોબો બંધાઈ ગયાં હોય, તે બધામાં વાંચન શોખના બીજ વાવતાં રહ્યાં. પોતાના પુસ્તકો તેઓને વાંચવા આપે પણ સમયસર પાછા મળી જવા જોઈએ એવી શરતે જ! નિયત કરેલી મુદતમાં પુસ્તક પાછું મળી જવું જોઈએ એવા આગ્રહ પાછળ તેમનો શિસ્તપ્રિય સ્વભાવ ભાગ ભજવે!
મૂળે સાહિત્યરસિક અને સેવાભાવી સ્વાભાવને કારણે તેમને એક અનોખો અને ઉમદા વિચાર આવ્યો કે તેમણે લગભગ પચાસ વરસ સુધી વિવિધ અખબારમાંથી એકઠા કરેલા લેખો, સુવિચારો, વિચાર કણીકાઓ અને સ્વરચિત મુક્તકોનું પુસ્તક બનાવીને લોકો સુધી એ અમૂલ્ય સંગ્રહ પહોંચડીએ તો કેવું! અને શુદ્ધ સેવાભાવે તેમણે તેમના પેંશનની રકમમાંથી સ્વખર્ચે સમાજહિતમાં ઉપયોગમાં લેવાનું વિચાર્યું અને આ વિચારને અમલમાં મુકતાં, 2020માં તેમના ત્રણ પુસ્તકો પ્રકાશિત થયાં.

- Advertisement -


1. સુવિચારોની સુવાસ
2. મુક્તકોના મોતી
3. પૂર્તિઓના પ્રાંગણમાં
જેમાં, ‘સુવિચારોની સુવાસ’માં વિવિધ અખબારોમાંથી સંગ્રહ કરેલાં સુવિચારો, સુવાક્યો છે. જે જે વિચારોના લેખકની જાણ હતી તેમને પણ ત્યાં ક્રેડિટ આપવામાં આવી છે.
‘મુક્તકોના મોતી’ ,અરવિંદ ભાઈના સ્વરચિત મુક્તકો છે. ભાઈ સરસ મુક્તકો લખે છે. તેમની કવિતાની મુક ફિલોસોફી પણ માનવસેવા જ રહી છે.
‘પૂર્તિઓના પ્રાંગણમાં’ અહીં અરવિંદભાઈએ, પચાસવર્ષની પોતાની ભાવયાત્રા દરમ્યાન, તેમને જે જે લેખ સારા લાગ્યા એના સંગ્રહમાંથી લીધેલા લેખનો સંગ્રહ છે. અહીં ખૂબી એ છે કે અહીં એવાં જ લેખ લેવામાં આવ્યા છે જે કોઈ પુસ્તકમાં અથવા મેગેઝિનના પ્રકાશિત ન થયાં હોય.
ત્રણ પુસ્તકોના આ સેટની પ્રસ્તાવના ભદ્રાયુ વછરાજની જવલંત છાયા તેમજ વસંતરાય જોશીએ લખી છે જ્યારે હેમંત નાણાવટીએ શુભેચ્છા સંદેશ લખ્યો છે.
ત્રણ પુસ્તકનાં આ સેટની વિશેષતા એ છે કે અરવિંદભાઈએ સંપૂર્ણપણે સ્વખર્ચે પ્રકાશિત કરેલા આ પુસ્તકો સેવાભાવે, નહીં નફો, નહીં ખોટના ધોરણે અથવા પડતર કિંમત કરતા પણ ઓછી કિંમતે, 200 રૂપિયામાં આ પુસ્તકનાં સેટ વહેંચવામાં આવ્યા છે. તેમણે છપાવેલા છસ્સો સેટમાંથી લગભગ ત્રણસોક સેટ વહેંચાઈ ગયાં છે. વળી, આ પુસ્તકોનાં વેચાણમાંથી મળેલી રકમ જરૂરિયાત વાળા વિદ્યાર્થીઓનાં લાભાર્થે વાપરવામાં આવે છે.
આજે ચોથી નવેમ્બરે અરવિંદભાઈનો જન્મદિવસ, એ નિમિતે આજના દિવસે નેવું સેટ વહેંચાય એ જ વડીલની ગિફ્ટ એવું તેઓ તથા તેમના સ્વજનોની હૃદયપૂર્વકની ઈચ્છા છે. તેથી એક નિવૃત્ત વ્યક્તિના જીવનરૂપી કર્મયજ્ઞમાં 90માં જન્મદિવસે આપણી એક નાની શી આહુતિની જરુર છે. વળી, આ પુસ્તકનો સેટ સાહિત્યરસિક, ભાવકે તો ખાસ વસાવવો જોઈએ કારણ કે આ પુસ્તકમાં પાંચ દાયકાના સાહિત્યની રસધાર છે એટલે અભ્યાસુ વાંચક આજથી ત્રણ-ચાર-પાંચ દાયકા પહેલાંના લેખનની તરાહ તેમજ સામાજિક મૂલ્યો વિશે પણ જાણકારી મેળવી શકે. જે કોઈને આ સેટ ખરીદવા ઈચ્છા હોય તેઓ નીચે દર્શાવેલ નંબર પર સંપર્ક કરી શકે છે. (1) 9408665656 (2) 8866286396

You Might Also Like

અક્ષય તૃતીયાએ ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામનું પ્રાગટ્ય: ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર

ભાજપ, કૉંગ્રેસ, આપના ઉમેદવારોને મતદારો નહીં કાર્યકરો હરાવશે?

ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો

ઝોમ્બી ડ્રગ્સ: પશુઓ માટેની દવા ઝાયલેઝીનનો દુરુપયોગ!

આવો, આપણે સૌ સાથે મળીને ભારતની નારી શક્તિને સશક્ત કરીએ

TAGGED: ArvindbhaiNanavati, GENERATION, pressliterature
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બ્લેક કોફી: ઇથોપિયાના પુરાતન જંગલોએ વિશ્વને ભેટ આપેલું એક અદભૂત ઔષધીય પીણું
Next Article આજનો મોર્નિંગ મંત્ર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળના વડોદરા ડોડીયા ગામે સિંહ બેલડીના ધામા

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
પાટડીના સેડલા ગામે વિદેશી દારૂ સહિત રૂ. 1.01 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
જૂનાગઢ સ્થાનિક સ્વરાજ્યની પંચાયતોની ચૂંટણીમાં બળવાખોરો કિંગ મેકર સાબિત થશે
AAPના ઉમેદવાર નીલેશ માલમના ગોડાઉનમાંથી ઈંગ્લિશ દારૂ ઝડપાયો
ભાવનગર: ગોળીબાર હનુમાન મંદિર ખાતે બ્રહ્મલીન મદનમોહનદાસ બાપુનો ‘રામાર્ચન મહાયજ્ઞ’ સંપન્ન
પુજિત વિજયભાઈ રૂપાણી ટ્રસ્ટ દ્વારા વિજયભાઈની પુણ્યતિથિ નિમિત્તે સેવા યજ્ઞ: 108 દર્દીઓને વિનામૂલ્યે શ્રવણયંત્ર અપાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

અક્ષય તૃતીયાએ ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામનું પ્રાગટ્ય: ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Bhavy Raval

ભાજપ, કૉંગ્રેસ, આપના ઉમેદવારોને મતદારો નહીં કાર્યકરો હરાવશે?

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?