GPCB દ્વારા ઘટના સ્થળે નમૂના લઇ તપાસ આદરી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
ધ્રાંગધ્રા તાલુકાના વિરેન્દ્રગઢ ગામે ગત સોમવારે સવારે અચાનક સંખ્યાબધ માછલીના એક બાદ એક મોત નીપજ્યા હતા જેમાં એકાએક માછલીના મોત નીપજતાં ગ્રામજનો પણ તળાવ કાંઠે દોડી ગયા હતા આ પ્રકારના અચાનક માછલીના મોત પાછળ ગ્રામજનો દ્વારા કેમિકલ યુક્ત પાણી તળાવમાં છોડ્યું હોવાની અનુમાન લગાવ્યું હતું જે બાબતે મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ કરતા જ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા તાત્કાલિક વિરેન્દ્રગઢ ગામે દોડી જી તપાસ આદરી હતી જેમાં અધિકારીઓ દ્વારા તળાવના પાણી અને મૃત માછલીના નમૂના લઇ તપાસ અર્થે લેબમાં મોકલવામાં આવ્યા હતા આ તરફ ધ્રાંગધ્રા પંથકમાં શરૂ થયેલ ઉદ્યોગોની હારમાળા ને લીધે કેમિકલ યુક્ત પ્રવાહીનો નિકાલ કરવામાં બદલે મોડી રાત્રે અંધારાનો લાભ લઈ જ્યાં ત્યાં જાહેરમાં છોડી દેતા હોવાની પણ પંથકના વારંવાર ફરિયાદો ઉથી રહી છે ત્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા કેમિકલ ઉત્પન્ન કરતાં એકમો સામે નોટિસ ફટકારી કાર્યવાહી કરે તેવી પણ માંગ ઉઠવા પામી છે.
- Advertisement -



