બંટી બબલીને પોલીસ સ્ટેશન ખાતે લઇ આવતા ભોગ બનનારનું ટોળું એકત્ર થયું
આપણો દેશ દરેક પ્રગતિના શિખર સર કરી કર્યો છે. પરંતુ હજુય કેટલાક લોકો જૂની પદ્ધતિમાં હોય તેવું માલુમ પડે છે જેનો ફાયદો ઉઠાવી આવા લોકોને છેતરવામાં જરાય સમય લાગતો નથી. જ્યારે હાલમાં જ ધ્રાંગધ્રા શહેરમાં એક સોની પરિવારની બાપ દીકરાની ત્રિપુટીએ ગ્રાહકોને સોનું આપવાની લાલચ આપી કરોડોનો ચૂનો લગાડ્યો હતો. ત્યારે ફરી એક વખત ધ્રાંગધ્રા શહેરમાં લોભામણી જાહેરાતો અને લાલચ આપી મેમ્બર શિપના નામે રૂપિયા ઉઘરાવી લાખોનો ચૂનો લગાડી બંટી બબલી ફરાર થયા હતા જોકે આ બાબતની જાણ પોલીસને થતા જ સ્થાનિક પોલીસે ગુપ્ત ઓપરેશન હાથ ધરી રાજ્યના અન્ય સ્થળેથી બંટી બબલીની ધરપકડ કરી ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશન ખાતે લઇ આવ્યા હતા. જોકે આ બંને બંટી બબલીને પોલીસ સ્ટેશને લાવ્યા હોવાની વાત પંથકમાં ફેલાઈ જતા જ ભોગ બનનારના ટોળા પોલીસ સ્ટેશન ખાતે ઉમટી પડ્યા હતા. જ્યારે મેમ્બર શીપમાં નામે છેતરામણમાં મહિલાની સંખ્યા વધુ હતી. મહિલાઓના ટોળા પોલીસ સ્ટેશને જઈ ઘેરાવ કરી પોતાના રૂપિયા પરત આપવાની માંગ કરી હતી. આ તરફ પોલીસ દ્વારા તપાસ બાદ રાજ્યવ્યાપી કૌભાંડની આશંકા હોવાનું અંદાજ લગાવ્યો હતો.