યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા ને લઈને તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. લાખો પદયાત્રીકો પગપાળા જ્યારે દર્શન માટે આવી રહ્યા છે ત્યારે પગપાળા યાત્રિકોને કોઈ તકલીફ ન પડે તેની તમામ કાળજી લેવામાં આવી રહી છે.
શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનું આગવું મહત્વ છે. ભાદરવી પૂનમનાં મેળો આજથી શરૂ થઈ રહ્યો છે. આ મહામેળાની ગણના માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં ભરાતા મોટા મેળાઓમાં થાય છે. અને આ મેળામાં લાખો શ્રદ્ધાળુ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આ ક્ષણ એવી હોય છે જ્યારે અરવલ્લીની ગિરિમાળાઓ જય અંબેના નાદથી ગુંજી ઊઠે છે. મેળો આજે એટલે કે 23થી 29 સપ્ટેમ્બરથી સુધી ભાદરવી પૂનમનો મેળો ચાલશે.
- Advertisement -
ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૩, તા.૨૩-૦૯ -૨૦૨૩ થી તા.૨૯ -૦૯-૨૦૨૩ સુધી યાત્રાળુઓ માટે આરતી – દર્શનનો સમય#BhadarviPoonam2023 #Bahdarvi #Poonam #Ambaji #AmbajiTemple #AmbajiDarshan #Shaktipeeth #Mahamela #BhadarviPoonam2023 pic.twitter.com/u2SzAVpAy1
— Ambaji temple official, Gujarat, India (@TempleAmbaji) September 22, 2023
- Advertisement -
સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પો શરૂ
યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો આજથી શરૂ થઈ રહ્યો છે. ત્યારે આ મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. માત્ર વહીવટી તંત્ર જ નહીં પરંતુ સેવાભાવી સંસ્થાઓએ પણ તમામ તૈયારીઓ કરી લીધી છે. સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પ અને સહાયતા કેન્દ્ર શરૂ કરાયા છે. લાઈટ, દૂધ, પાણી, ભોજન, આવાસ, આરોગ્ય આ તમામ સેવાઓની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
માઈભક્તોની સેવા કરવા સેવા કેમ્પોના સંચાલકોમાં અનેરો ઉત્સાહ
આ વખતે 40 લાખથી વધુ ભક્તો મા અંબાના દર્શન માટે આવવાની શક્યતા છે. ત્યારે તમામ ભક્તોની સેવા માટે સેવાભાવી લોકો અને સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પો તૈયાર કરાયા છે. અને માઈભક્તોની સેવા કરવા સેવા કેમ્પોના સંચાલકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અંબાજી ભાદરવી પૂનમના મેળામાં આવતાં પદયાત્રીઓ અને માઇભક્તોને ઉપરોક્ત QR કોડ સ્કેન કરવાથી સરકાર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થાઓની સંપૂર્ણ માહિતી મળી રહેશે…#Gujarat #Ambaji #BhadarviPoonam pic.twitter.com/DVfc77fT6f
— Harsh Sanghavi (@sanghaviharsh) September 7, 2022
ડોમમાં યાત્રિકો માટે આરામથી લઈ તમામ વ્યવસ્થા
અંબાજી મેળામાં આ વખતે ગુજરાત સરકારના યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અલગ અલગ ડોમ તૈયાર કરવામાં આવે છે. સાત જેટલા મોટા વિશાળ ડોમ પાલનપુરથી અંબાજી હાઈવે ઉપર તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં યાત્રિકોને આરામ કરવાથી માંડીને આરોગ્યની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.
નવીનમાં અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા QR કોડ પણ લોન્ચ કરાયો
અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાને લઈને શ્રદ્ધાળુઓની સુવિધામાં ક્યાંય પણ ચૂક ન રહે તે માટે તંત્ર દિવસ રાત એક કરી કામગીરી કરી રહ્યું છે. રહેવા જમવાના ડોમથી માંડી પાર્કિંગ, મોબાઈલ ચાર્જિંગ, પાનીઝ હાઉસકિપિંગ, અગ્નિશામકના સાધનો સહિતની તમામ સુવિધાઓ ઉભી કરી દેવામા આવી છે. સાથે જ મંદિર સહિત સમગ્ર પરિસરને રંગ બેરંગી રોશનીના શણગાર કરતા માતાજીના મંદિરની શોભા ઝગજગારા મારી રહી છે..