2 સપ્ટેમ્બરનાં રોજ બનાવવામાં આવેલ 8 સદસ્યીય ઉચ્ચ-સ્તરીય સમિતિ આજે દિલ્હી ખાતે One Nation One Election મુદે ચર્ચા કરશે.
વન નેશન વન ઈલેક્શન મુદે આજે શનિવારે દિલ્હીમાં હાઈ લેવલ સમિતિની બેઠક થવા જઈ રહી છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનાં આવાસ પર સવારે 11 વાગ્યે આગળનાં રોડમેપ પર ચર્ચા-વિચારણા કરવામાં આવશે. આ બેઠકમાં 8 સદસ્યવાળી ઉચ્ચ સ્તરીય સમિતિને આપવામાં આવેલ હકોનાં આધારે આગળની કામગીરી અંગે મંથન થઈ શકે છે.
- Advertisement -
કોણ-કોણ છે આ સમિતીમાં?
બેઠકની અધ્યક્ષતા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કરશે. 2 સપ્ટેમ્બરનાં 8 સદસ્યવાળી ઉચ્ચ-સ્તરીય સમિતિ બનાવવામાં આવી હતી જેમાં ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી, રાજ્યસભામાં પૂર્વ નેતા પ્રતિપક્ષ ગુલાબ નબી આઝાદ, નાણાપંચનાં પૂર્વ અધ્યક્ષ એન.કે.સિંહનું નામ શામેલ છે. જો કે કોંગ્રેસ નેતા અધીર રંજને પત્ર લખીને આ સમિતિમાં જોડાવાથી ઈનકાર કર્યો હતો.
અધીર રંજન ચૌધરીએ સમિતિનો સદસ્ય બનવાથી કર્યો ઈનકાર
અધીર રંજન ચૌધરીએ એવું કહીને સમિતિથી અલગ રહેવાનો નિર્ણય કર્યો કે “સામાન્ય ચૂંટણીનાં થોડા મહિનાઓ પહેલા, બંધારણીય રીતે શંકાસ્પદ, વ્યવહારિક રીતે અસંભવિત અને તાર્કિક રીતે બિનઅસરકારક વિચારને રાષ્ટ્ર પર ધકેલી દેવાનો એકાએક પ્રયાસ, સરકારના ગુપ્ત હેતુઓ દર્શાવે છે.આ સંપૂર્ણપણે એક દેખાડો છે. “