By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    2 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    2 weeks ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હી-NCRમાં વરસાદ, MPના ઘણા જિલ્લામાં પૂર જેવી સ્થિતિ
    20 hours ago
    જેવા સાથે તેવા : દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર બુલડોઝર એકશન, ગેરકાયદે બાંધકામો તોડી પડાયા
    20 hours ago
    કોલકત્તાની હોટલમાં આગ બાળક સહિત 9 લોકોના મોત
    2 days ago
    ગુજરાત બન્યું અમેરિકાની ઊંઘ ઉડાવનાર ‘ફેન્ટેનાઈલ’ ડ્રગનું હબ!
    2 days ago
    MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    7 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દરેક જીવ આરામથી રહી શકે એવી વ્યવસ્થા હોવા છતા પણ આપણે આરામથી રહી શકતા નથી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Shailesh Sagpariya > દરેક જીવ આરામથી રહી શકે એવી વ્યવસ્થા હોવા છતા પણ આપણે આરામથી રહી શકતા નથી
AuthorShailesh Sagpariya

દરેક જીવ આરામથી રહી શકે એવી વ્યવસ્થા હોવા છતા પણ આપણે આરામથી રહી શકતા નથી

Khaskhabar Editor
Last updated: 2022/12/03 at 5:22 PM
Khaskhabar Editor 4 years ago
Share
5 Min Read
SHARE

અમેરિકામાં ’નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ મેન્ટલ હેલ્થ’ નામની એક સંસ્થા છે. સ્થાપ્નાકાળથી આ સંસ્થા માનવજાતને ઉપયોગી થાય એવા જાત જાતના પ્રયોગો અવારનવાર કરતી રહે છે. અમૂક વર્ષ પહેલા આ સંસ્થાએ એક વિશિષ્ટ પ્રયોગ કર્યો હતો. સંસ્થાએ કરેલો આ પ્રયોગ અને એના પરિણામો આપણા બધા માટે આંચકારુપ અને આપણને બધાને વિચારતા કરી મૂકે એ પ્રકારના છે.
આ સંસ્થાએ સંશોધનના ઉદેશથી ઉંદર માટે એક સ્વર્ગ તૈયાર કર્યું. સ્વર્ગ એ અર્થમાં કે ઉંદરોને કોઇ પ્રકારની તકલીફ ન પડે એવી વ્યવસ્થા ઉભી કરી હતી. માણસની જેમ ઉંદર પણ મોજથી રહી શકે એ મુજબની એની તમામ જરૂરીયાતોને ધ્યાન્માં લઇને ઉંદરો માટે એક માનવસર્જીત સ્વર્ગ તૈયાર કર્યુ હતું. આ માટે 4000 ઉંદર આરામથી રહી શકે એવી જગ્યા પસંદ કરી. એ જગ્યામાં 4000 ઉંદરો માટે પર્યાપ્ત હોય એટલા ખોરાક અને સુખ સગવડો મૂક્યા. 4000 ઉંદર ખુબ સારી રીતે જીવે શકે એવી વ્યવસ્થા હોવા છતા આ જગ્યા પર માત્ર 4 નર અને 4 માદા એમ કુલ 8 ઉંદરોને જ મુકવામાં આવ્યા. 4000 ઉંદર માટે પૂરતી થઇ શકે એવી સુવિધાવાળી જગ્યા પર માત્ર 8 જ ઉંદરને રાખ્યા એટલે ઉંદરોને તો મોજ પડી ગઈ. એમના આનંદપ્રમોદ માટે બધું જ ઉપલબ્ધ હતું. જાણે કે પૃથ્વી પરનું સ્વર્ગ જ હતું. ત્યાં કોઈ તકલીફ, કોઈ મુશ્કેલી કે કોઈ હાડમારી નહોતી. 4 જોડી ઉંદરો સુખેથી જીવન વ્યતીત કરતા હતા.
ધીમે ધીમે ઉંદરોની વસ્તી વધવા લાગી. દર પંચાવન દિવસે ઉંદરોની સંખ્યા લગભગ બમણી થવા લાગી. આમ દિવસે દિવસે ઉંદરોની સંખ્યા વધતી ચાલી. સંખ્યા જ્યારે 600થી પણ વધી ગઈ ત્યારે ઉંદરોની જીવનશૈલીમાં પરિવર્તન આવવા લાગ્યું. પહેલા જે ઉંદરો કોઇપણ જાતની સમસ્યાઓ વગર આરામથી જીવન વ્યતિત કરતા હતા એ ઉંદરો વચ્ચે હવે સામાજિક પ્રશ્નો ઉભા થવા લાગ્યા. જે ઉંદરો હળીમળીને રહેતા હતા એની વચ્ચે હવે મારામારી, તોફાનો અને ખેંચાખેંચ થવા લાગી. મોટા ઉંદરો એમના માટે પૂરતો ખોરાક ઉપલબ્ધ હોવા છતા તાજા જન્મેલા નાના બચ્ચાઓને ખાઈ જવા લાગ્યા.
મોટી ઉંમરના અને અનૂભવી વડીલ ઉંદરો સ્વર્ગનું સુખ માણવાના બદલે એકબીજાના ટાંટિયા ખેંચવાની રમતમાં લાગી ગયા. આ ઉંદરો જીવન પ્રત્યે ઉદાસીન બની ગયા અને માનસિક તનાવ નીચે જીવવા લાગ્યા. આંતરીક વિખવાદની અસર નવા જન્મ લેતા ઉંદરોમાં સ્પષ્ટપણે દેખાતી હતી. એકબીજાને સાથ સહકાર આપવાની વાત તો એક બાજુએ રહી, ઉલટાનું નવી પેઢીના ઉંદરો તો સાવ સ્વાર્થી અને નિર્માલ્ય બનવા લાગ્યા. નવું કોઈ પરાક્રમ કે કાર્ય કરવાનો ઉત્સાહ સાવ મરી પરવાર્યો હોય એમ લાગતું હતું.
ઉંદરોની સંખ્યા જ્યારે 2000ની આસપાસ પહોંચી ત્યારે તો આ પરિસ્થિતિ વધુ વકરી. જેટલી સંખ્યામાં ઉંદરો હતા એના જેટલી જ સંખ્યામાં હજુ બીજા વધુ ઉંદરોનો સમાવેશ થઇ શકે તેમ હતો. વ્યવસ્થા તો 4000 ઉંદર માટે હતી પરંતુ 2000 ઉંદરો પણ રહી શક્યા નહિ.
મિત્રો, હવે આ ઉંદરની જગ્યાએ માનવજાતને મુકીને વિચારો. તમને ઘણી સામ્યતા જોવા મળશે. પ્રભુએ આ જગતના દરેક માણસ માટે પર્યાપ્ત વ્યવસ્થા કરી છે. ધરતી પરનો દરેક જીવ આરામથી રહી શકે એવી વ્યવસ્થા હોવા છતા પણ આપણે આરામથી રહી શકતા નથી. ભગવાને આપણા માટે તૈયાર કરેલા સ્વર્ગની મજા માણવાના બદલે આપણે પણ ઉંદર જેવા થઇ ગયા છીએ. ગાંધીજી ઘણીવાર કહેતા કે આ ધરતી પાસે એટલું બધુ છે કે એનાથી ધરતી પરના દરેક જીવની જરૂરીયાત (ગયયમ) પુરી કરી શકાય પણ આ ધરતી પાસે એટલુ નથી કે એક માણસની લાલસા( ૠયિયમ ) પણ પુરી કરી શકે.
જો આપણે આપણી જરૂરીયાતો પુરી કરવાની હોય તો આ જગત આપણા માટે સ્વર્ગ જ છે. મૃત્યુ બાદ સ્વર્ગ મળે કે કેમ એ તો પ્રભુ જાણે પણ જીવતા જ સ્વર્ગ અનુભવી શકાય એવી સુખ સુવિધાઓ આજે ઉપલબ્ધ છે. વર્ષો પહેલા મહારાજાને પણ જે સુખ નહોતું મળતું એવુ સુખ આજે સામાન્ય નાગરીક પણ ભોગવી શકે છે. પણ આપણી લાલસા આપણને સુખ માણવા દેતી નથી. જરા આપણી આજની અને અમૂક વર્ષો પહેલાની જીંદગી વચ્ચે એક સરખામણી કરી જુઓ, તમને જવાબ મળી જશે. જીવનધોરણ સુધર્યુ છે અને ભૌતિક સુવિધાઓ પણ ખુબ વધી છે પણ એની સરખામણીમાં આનંદ ઓસરતો જતો હોય એમ લાગે છે.
વધુ ને વધુ મેળવી લેવાની લ્હાયમાં જે છે એ માણવાનું પણ રહી જાય છે.

You Might Also Like

મક્કામાં સાઉદી, તુર્કી અને પાકિસ્તાન વચ્ચે સંયુક્ત સંરક્ષણ કરારઃ ભારત માટે ચિંતનનો વિષય

દારૂ તો નકલી છે જ, દારૂબંધી પણ નકલી છે !

શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?

કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

TAGGED: ENJOY LIFE
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રહસ્યમય અંતાક્ષરી
Next Article જીવનનો મહદ્ હિસ્સો આપણે સારા માણસોની સોબતમાં પસાર કરવો જોઈએ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેંચાતો હોવાનો વિડીયો વાયરલ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાજકોટમાં કાયદા-બાયદા માર્યા ફરે : કોઈપણ મંજુરી વિના જ ‘રોયલ’ મેળો શરૂ!
જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાના વતન વડાળીમાંથી જ ભાજપ વિરુદ્ધ ફોર્મ ઉપડ્યાની ચર્ચા
રાજીવ ગાંધીની જન્મજયંતિએ રાજકોટ શહેર કોંગ્રેસની શ્રદ્ધાંજલિ
બાળ પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા ‘ગોપીકિશન’ સ્પર્ધા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શાંતિભાઈ આચાર્યના સમગ્ર પ્રદાન પર એક દિવસીય પરિસંવાદ યોજાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

મક્કામાં સાઉદી, તુર્કી અને પાકિસ્તાન વચ્ચે સંયુક્ત સંરક્ષણ કરારઃ ભારત માટે ચિંતનનો વિષય

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
AuthorBhavy Raval

દારૂ તો નકલી છે જ, દારૂબંધી પણ નકલી છે !

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
AuthorBhavy Raval

શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?