By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે બ્રહ્મોસ અને અસ્ત્ર મિસાઇલની ડીલ પર મહોર
    11 hours ago
    52000 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી
    3 days ago
    ખામેનીની વિદાયમાં કાળાં કપડાં પહેરીને લાખો લોકો પહોંચ્યા
    3 days ago
    થાઇલેન્ડમાં 11 વર્ષનાં છોકરાએ બૌદ્ધ ભિક્ષુઓને ઉડાડ્યા : 9નાં મોત
    4 days ago
    વડાપ્રધાન મોદીએ જાપાનના PMને નાની બહેન કહીને આવકાર્યા
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રામમંદિર દાનચોરીની ઘટના 70 CCTVમાં કેદ
    10 hours ago
    નાસિકમાં આભ ફાટવાનું એલર્ટ : ત્ર્યંબકેશ્વર મંદિર બંધ
    11 hours ago
    અમરનાથમાં શિવલિંગ 90% ગાયબ : ત્રણ દિવસમાં 56000 શ્રધ્ધાળુએ દર્શન કર્યા
    1 day ago
    મુંબઇમાં મુસળધાર વરસાદ : 20 ટ્રેન રદ, મુંબઇ-પુણે ‘મિસિંગ લિંક’ એક્સપ્રેસવે બંધ
    1 day ago
    PM મોદીએ રાજસ્થાનમાં દેશની સૌથી આધુનિક રિફાઇનરીનું ઉદ્ઘાટન કર્યું
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    મિકેલ મેરિનોના નિર્ણાયક ગોલથી સ્પેનનો 1-0 થી ઐતિહાસિક વિજય : રોનાલ્ડોનું વિશ્વકપ જીતવાનું સપનું રોળાયું
    11 hours ago
    બ્રાઝિલના કિંગ નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલને કહ્યું અલવિદા
    1 day ago
    દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
    4 days ago
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    1 week ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 days ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 week ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    10 hours ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    11 hours ago
    માયાભાઈની વાતોમાં સચ્ચાઈ શૂન્ય, ગપગોળા ભારોભાર
    11 hours ago
    ‘૧૮૧ અભયમ’ : રાજકોટ જિલ્લામાં 1.36 લાખથી વધુ મહિલાને મળી મદદ
    1 day ago
    રાજકોટના લોકો સપ્તાહમાં સૌથી વધુ 54 કલાક કામ કરે છે : સરેરાશ માસિક આવક 27039
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ખાણી-પીણાના ભેળસેળિયાઓની સાથે સાથે ઇન્ફ્લૂએન્સર્સને પણ દંડો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ખાણી-પીણાના ભેળસેળિયાઓની સાથે સાથે ઇન્ફ્લૂએન્સર્સને પણ દંડો
ગુજરાતરાજકોટ

ખાણી-પીણાના ભેળસેળિયાઓની સાથે સાથે ઇન્ફ્લૂએન્સર્સને પણ દંડો

Khaskhabar Editor
Last updated: 2026/06/16 at 3:16 PM
Khaskhabar Editor 3 weeks ago
Share
8 Min Read
SHARE

માત્ર લાઈક્સ અને વ્યૂઝ માટે ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં

સોશિયલ મીડિયા સ્ટાર્સના ખોટા દાવાઓ સામે કાયદો કેમ મૌન?

- Advertisement -

રેસ્ટોરન્ટના રસોડામાં ભેળસેળ, તો ઇન્ફ્લુએન્સરના વીડિયોમાં પણ છેતરપિંડી

પૈસા લઈને પ્રશંસા કરો તો પરિણામની જવાબદારી પણ સ્વીકારવી રહી : લોકોની માંગ

રાજકોટ મહાનગરપાલિકાએ ખાણીપીણીમાં ભેળસેળ કરનારા આતંકીઓ વિરુદ્ધ જંગ છેડી દિધી છે. અખાદ્ય, વાસી અને સ્વાસ્થ્ય માટે જોખમી ખોરાક પીરસનારનું હવે આવી બનશે. રેકડીઓથી લઈ પાંચ સિતારા રેસ્ટોરન્ટ સુધી ફૂડ વિભાગની મેગા ડ્રાઈવ થવાની છે અને જેઓ ખાણીપીણીમાં ભેળસેળ કરતા ઝડપાશે તેઓને દંડથી લઈ જેલ સુધીની આકરી સજા પણ કરાશે. જોકે તંત્રએ ફક્ત ભેળસેળીયાઓ વિરુદ્ધ જ નહીં પરંતુ તેમની સાથે તેઓના ખાલીખોટા વખાણ કરી છેતરનારા ફૂડ બ્લોગર વિરુદ્ધ પણ કાર્યવાહી કરવી જોઈએ એવી એક માંગ ઉઠી છે.

- Advertisement -

સોશિયલ મીડિયા યુગમાં આજે લોકો કોઈ રેસ્ટોરન્ટમાં જમવા જતાં પહેલાં ઓળખીતા-અનુભવીઓની સલાહ કરતાં વધુ વિશ્વાસ ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ પર જોવા મળતા ફૂડ બ્લોગર્સ અને ઈન્ફ્લુએન્સર્સ પર મૂકે છે. હજારો ફોલોઅર્સ ધરાવતા કેટલાક ઈન્ફ્લુએન્સર્સ કોઈ રેસ્ટોરન્ટની વાનગીની એવી પ્રશંસા કરે છે કે જાણે તે સ્થળ સ્વાદ અને સ્વચ્છતાનું મંદિર હોય. પરંતુ વાસ્તવિકતા ઘણી વખત આનાથી બિલકુલ વિપરીત હોય છે. તાજેતરમાં અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં સોશિયલ મીડિયા પર ભરપૂર પ્રમોશન મેળવનાર રેસ્ટોરન્ટો પર ફૂડ સેફ્ટી વિભાગના દરોડા પડ્યા બાદ અખાદ્ય, વાસી, સમાપ્ત થયેલી મુદતવાળી અથવા અસ્વચ્છ પરિસ્થિતિમાં સંગ્રહ કરાયેલી ખાદ્ય સામગ્રી મળી આવી છે.

કોઈ જાણીતો ફૂડ ઈન્ફ્લુએન્સર્સ ખૂબ જ ઉત્સાહ સાથે કહે છે, અરેરે.. તમે આ રેસ્ટોરન્ટમાં નથી ગયા તો શું કર્યું? અથવા આ જગ્યાનું ફૂડ બેસ્ટ છે! આ વીડિયો જોઈને લાખો લોકો લલચાય છે અને તે રેસ્ટોરન્ટ સુધી પહોંચે છે. ગ્રાહક સોશિયલ મીડિયા પર દેખાડવામાં આવેલી ચમક-ધમકથી પ્રભાવિત થઈને ત્યાં પહોંચે છે, પરંતુ તેને સ્વાદ, ગુણવત્તા અને સ્વચ્છતા અંગે કડવો અનુભવ થાય છે. આવા સંજોગોમાં પ્રશ્ન ઊભો થાય છે કે શું પેઈડ પ્રમોશનના નામે લોકોને ગેરમાર્ગે દોરવાની છૂટ હોવી જોઈએ?

મૂળ સમસ્યા એ છે કે ઘણા ઈન્ફ્લુએન્સર્સ પોતાના વીડિયોમાં એવી છાપ ઉભી કરે છે કે તેઓ નિષ્પક્ષ અભિપ્રાય આપી રહ્યા છે. હકીકતમાં તેઓ રેસ્ટોરન્ટ પાસેથી પૈસા, ભેટો અથવા અન્ય લાભો લઈને પ્રમોશનલ કન્ટેન્ટ બનાવી રહ્યા હોય છે. ઘણી વખત “Paid Partnership”, “Sponsored” અથવા “Advertisement” જેવા ખુલાસા પણ સ્પષ્ટ રીતે કરવામાં આવતા નથી. ઈન્ફ્લુએન્સર્સ ક્યારેય જે-તે રેસ્ટોરન્ટના કિચનની સ્વચ્છતા, માલ-મસાલાની ગુણવત્તા કે વાસી ખોરાકની તપાસ કરતા નથી. ​વીડિયોમાં દેખાતી વસ્તુ અને ટેબલ પર પીરસવામાં આવતી વસ્તુમાં જમીન-આસમાનનો ફર્ક હોય છે. ગ્રાહકો સોશિયલ મીડિયાના ખોટાં આકર્ષણોમાં આવીને છેતરાય છે. પછી ​જ્યારે બહુ દેકારો થાય અને ફૂડ વિભાગની ટીમ અચાનક દરોડા પાડે છે ત્યારે વાસ્તવિક ચિત્ર સામે આવે છે. વાસી શાકભાજી, એક્સપાયરી ડેટવાળો માલ-સામાન, કેમિકલયુક્ત રંગો અને અસ્વચ્છ રસોડું! જે રેસ્ટોરન્ટને ઈન્ફ્લુએન્સર્સે ‘ફાઈવ સ્ટાર’ ગણાવી હતી તે ખરેખર ફટીચરછાપ હોય છે.

​સ્વાદનો શોખ હોવો એ ગુનો નથી, પણ સ્વાદના નામે અખાદ્ય ચીજો પીરસવી અને તેને વાહવાહી લૂંટવા માટે પ્રમોટ કરવી એ ગુનો છે. ઈન્ફ્લુએન્સર્સે યાદ રાખવું જોઈએ કે તેમના એક વીડિયો પર વિશ્વાસ રાખીને સામાન્ય પરિવાર બહાર જમવા જાય છે. જો એ ખોરાક અશુદ્ધ હશે તો તેમની નૈતિક જવાબદારી પણ એટલી જ છે. ​આગામી સમયમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને સરકારી તંત્રએ સાથે મળીને આ ભ્રામક માર્કેટિંગ પર લગામ કસવી પડશે જેથી ગ્રાહકોના સ્વાસ્થ્ય અને વિશ્વાસની રક્ષા થઈ શકે.

સોશિયલ મીડિયા પરનું પેઈડ પ્રમોશન ખોટું નથી. સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે જાહેરાતને અભિપ્રાય તરીકે રજૂ કરવામાં આવે અને ગ્રાહકોને ગેરમાર્ગે દોરવામાં આવે. ખોટા વખાણ કરીને લોકોને અસ્વચ્છ અથવા નીચી ગુણવત્તાવાળા ખોરાક તરફ ધકેલવું માત્ર અનૈતિક જ નહીં પરંતુ જાહેર આરોગ્ય સાથેનો ગંભીર ખેલ પણ છે. ગ્રાહકોનો વિશ્વાસ એક મૂલ્યવાન સંપત્તિ છે. જે ઈન્ફ્લુએન્સર્સ આ વિશ્વાસને પૈસાના બદલામાં વેચી નાખે છે તેમના સામે માત્ર નૈતિક ટીકા પૂરતી નથી. ભ્રામક પ્રમોશન સાબિત થાય ત્યાં કડક દંડ, કાનૂની જવાબદારી અને જરૂર પડે ત્યાં પ્રતિબંધ જેવી કાર્યવાહી પણ થવી જોઈએ. કારણ કે જ્યારે ખોટા વખાણથી લોકોના આરોગ્યને જોખમ પહોંચે છે ત્યારે તેને માત્ર “કન્ટેન્ટ ક્રિએશન” કહીને અવગણી શકાય નહીં.

ઈન્ફ્લુએન્સરના ખોટા વખાણના ગંભીર પરિણામો ગ્રાહકને ભોગવવા પડે
ખોટા પ્રમોશનનું નુકસાન માત્ર ગ્રાહકના પૈસા સુધી મર્યાદિત નથી. ગ્રાહકની તંદુરસ્તી જોખમમાં મુકાય છે. અસ્વચ્છ અને નબળી ગુણવત્તાવાળા રેસ્ટોરન્ટોને પ્રોત્સાહન મળે છે. સાચી ગુણવત્તા જાળવનાર વ્યવસાયોને નુકસાન થાય છે. ગ્રાહકોનો સમગ્ર રિવ્યૂ સિસ્ટમ પરનો વિશ્વાસ તૂટી જાય છે. ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન ન કરનારા તત્વો વધુ બેફામ બને છે. જો કોઈ રેસ્ટોરન્ટના વખાણ કર્યા પછી થોડા જ સમયમાં ત્યાંથી અખાદ્ય સામગ્રી પકડાય, તો સ્વાભાવિક રીતે લોકો પૂછશે કે જે ઈન્ફ્લુએન્સર થોડા દિવસ પહેલાં “બેસ્ટ ટેસ્ટ”, “મસ્ટ વિઝિટ”, “વર્લ્ડ ક્લાસ ક્વોલિટી” જેવા દાવા કરી રહ્યો હતો તેણે ખરેખર શું તપાસ્યું હતું? ઈન્ફ્લુએન્સર પણ એક રીતે મીડિયાનું કામ કરી રહ્યા છે, તેથી તેમણે પ્રમોશન પહેલાં તે રેસ્ટોરન્ટનું ફૂડ સેફ્ટી લાયસન્સ સહિતની બાબત ચકાસવી અનિવાર્ય બની જાય છે.

જવાબદારી માત્ર રેસ્ટોરન્ટની જ નહીં, ઈન્ફ્લુએન્સરની પણ છે
હાલની વ્યવસ્થામાં મોટાભાગે કાર્યવાહી રેસ્ટોરન્ટ સામે થાય છે. પરંતુ જો કોઈ વ્યક્તિ પૈસા લઈને કોઈ ઉત્પાદન કે સેવા વિશે ભ્રામક દાવા કરે છે તો તેની જવાબદારી પણ નક્કી થવી જોઈએ. જો કોઈ ઈન્ફ્લુએન્સર હજારો લોકો સુધી પહોંચ ધરાવે છે તો તેની વાતનો પ્રભાવ પણ એટલો જ મોટો હોય છે. તેથી માત્ર “મેં તો અનુભવ શેર કર્યો હતો” કહીને જવાબદારીમાંથી છટકી જવાની છૂટ ન હોવી જોઈએ. ખોટા દાવા કરનાર ઈન્ફ્લુએન્સર અને તે રેસ્ટોરન્ટ બંને સામે ‘ગ્રાહક સુરક્ષા ધારા’ હેઠળ કડક કાર્યવાહી થવી જોઈએ. જો કોઈ ગ્રાહક ખોટા પ્રમોશનથી પ્રેરાઈને છેતરાય છે, તો તેને વળતર મળવું જોઈએ. ભારતમાં જાહેરાતો માટે વિવિધ માર્ગદર્શિકાઓ છે પરંતુ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર માર્કેટિંગ ક્ષેત્રમાં હજુ પણ અમલ અને નિયંત્રણ પૂરતું અસરકારક દેખાતું નથી.

પૈસા માટે ગ્રાહકોના જીવ જોખમમાં મૂકતા ઈન્ફ્લુએન્સર વિરુદ્ધ શું કરી શકાય?
1. ફરજિયાત ખુલાસો : દરેક પેઈડ પ્રમોશનમાં સ્પષ્ટ અને મોટા અક્ષરે “ચૂકવણી કરાયેલ જાહેરાત” લખવું ફરજિયાત બનાવવું.
2. ભ્રામક પ્રમોશન માટે દંડ : જો પ્રમોશન બાદ સંબંધિત રેસ્ટોરન્ટમાં ગંભીર ખામીઓ મળી આવે અને સાબિત થાય કે ભ્રામક દાવા કરવામાં આવ્યા હતા તો ઈન્ફ્લુએન્સર પર પણ આર્થિક દંડ લાદવો.
3. વારંવાર ભંગ બદલ પ્રતિબંધ : સતત ખોટા અથવા ભ્રામક પ્રમોશન કરતા ઈન્ફ્લુએન્સર્સના એકાઉન્ટ સામે કડક કાર્યવાહી તથા નિશ્ચિત સમય માટે પ્રમોશનલ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવો.
4. ગ્રાહક ફરિયાદ વ્યવસ્થા : ગ્રાહકોને સીધી ફરિયાદ નોંધાવી શકે તેવી સરળ ઓનલાઈન વ્યવસ્થા ઉભી કરવી.
5. જવાબદારીનું કાનૂની માળખું : ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ ઈન્ફ્લુએન્સર માર્કેટિંગ માટે વિશેષ જવાબદારી નક્કી કરવી.

તમામ ઈન્ફ્લુએન્સર્સ દોષિત નથી, અમુક જેન્યુઅન પણ હોય
એ પણ સ્વીકારવું પડશે કે તમામ ફૂડ બ્લોગર્સ અથવા ઈન્ફ્લુએન્સર્સ ખોટા નથી. ઘણા લોકો નિષ્ઠાપૂર્વક રિવ્યૂ આપે છે, સારી અને ખરાબ બંને બાબતો દર્શાવે છે અને પોતાના દર્શકો પ્રત્યે જવાબદારી નિભાવે છે. સમસ્યા એવા લોકો સાથે છે જેઓ માત્ર પૈસા માટે કોઈપણ સ્થળના અંધાધૂંધ વખાણ કરે છે. જેન્યુઅન ફૂડ બ્લોગર્સએ જ બોગસ ફૂડ બ્લોગર્સને ઉઘાડા પાડવા આગળ આવવું જોઈએ.

You Might Also Like

રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: બફારાથી લોકોને મળી મોટી રાહત

જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા રાજકોટ જિલ્લામાં વર્ષાઋતુની પૂર્વ તૈયારીઓની સઘન સમીક્ષા હાથ ધરાઈ

મનપાના અધિકારીઓ અને એન્જિનિયરોને 24 ક્લાક શિફ્ટ મુજબ કામગીરી સોંપાઈ: ચોમાસાને લઈને ડિઝાસ્ટર પ્લાન તૈયાર

યાજ્ઞિક રોડ પર મહાપાલિકાનું મેગા ઓપરેશન: પાર્કિંગમાં નડતા પિલર્સ અને દબાણોનો સફાયો

યુનિ.રોડના ‘પિત્ઝા કન્ટ્રી કિચન’ માંથી વાસી પિત્ઝા બેઝ, ગ્રેવી, પાસ્તા,નુડલ્સનો નાશ કરાયો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની કાલે બેઠકઃ રેસકોર્સમાં લાઈટિંગ લગાડવા સહિતની 13 દરખાસ્તો પર નિર્ણય
Next Article જસદણની સદીઓ જૂની ‘પટારી’ હસ્તકલાને મળ્યો વૈશ્વિક GI ટેગ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: બફારાથી લોકોને મળી મોટી રાહત

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા રાજકોટ જિલ્લામાં વર્ષાઋતુની પૂર્વ તૈયારીઓની સઘન સમીક્ષા હાથ ધરાઈ
મનપાના અધિકારીઓ અને એન્જિનિયરોને 24 ક્લાક શિફ્ટ મુજબ કામગીરી સોંપાઈ: ચોમાસાને લઈને ડિઝાસ્ટર પ્લાન તૈયાર
યાજ્ઞિક રોડ પર મહાપાલિકાનું મેગા ઓપરેશન: પાર્કિંગમાં નડતા પિલર્સ અને દબાણોનો સફાયો
યુનિ.રોડના ‘પિત્ઝા કન્ટ્રી કિચન’ માંથી વાસી પિત્ઝા બેઝ, ગ્રેવી, પાસ્તા,નુડલ્સનો નાશ કરાયો
રંગીલા રાજકોટનો આજે 414મો સ્થાપના દિવસ: વિરાસત અને વિકાસનો અદભુત સંગમ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: બફારાથી લોકોને મળી મોટી રાહત

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટ

જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા રાજકોટ જિલ્લામાં વર્ષાઋતુની પૂર્વ તૈયારીઓની સઘન સમીક્ષા હાથ ધરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાજકોટ

મનપાના અધિકારીઓ અને એન્જિનિયરોને 24 ક્લાક શિફ્ટ મુજબ કામગીરી સોંપાઈ: ચોમાસાને લઈને ડિઝાસ્ટર પ્લાન તૈયાર

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?