ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ શહેરમાં નાગરિકોને ચાલવા ફુટપાટ પરની સાથે અનેક મુખ્ય માર્ગો દુકાન ધારકો દ્વારા દુકાન બહાર રેંકડી તેમજ કેબિનો મૂકીને વાહન ચાલકો અને રાહદારીઓને અડચણ રૂપ દબાણો મુદ્દે ધારાસભ્ય સંજય કોરડીયાએ મહાનગર પાલિકા કમિશનરને એક પત્ર લખીને જાહેર માર્ગો પર દબાણ કરતા લોકોના દબાણો દૂર કરવા સૂચના આપેલ હતી. ધારાસભ્યના પત્ર બાદ ટ્રાફિક પીએસઆઇ અને ટ્રાફિક બ્રિગેડ જવાનો સાથે પોલીસ કર્મી દ્વારા આજથી શહેરના રસ્તા પર અડચણ રૂપ દબાણો દૂર કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે.
- Advertisement -
જેમાં દુકાનદારો દ્વારા દુકાન બહાર માલસામાન સાથે રેંકડી તેમજ કેબિનો મૂકીને વેપાર કરતા વેપારીઓ સામે કડક હાથે કામગીરી શરુ કરી છે.શહેરના તળાવ દરવાજા થી આઝાદ ચોક તરફ સાથે શહેરના અન્ય રસ્તાઓ પર દબાણો દૂર કરવા સૂચના આપવામાં આવી છે અને તાત્કાલિક દબાણો દૂર કરવાની કામગીરી શરુ કરી દેવામાં આવી છે આજ રીતે કાયમી ઉકેલ આવે તેવા પ્રયાસો ચાલુ રાખવા પણ જરૂરી છે.