2015માં ચાલુ કરવામાં આવેલી સાઇકલ શેરિંગ પ્રોજેક્ટની સાઇકલો આખરે કોની લાપરવાહીથી ભંગારના ડેલા સુધી ?
સાયકલ શેરિંગ પ્રોજેક્ટને લીલી ઝંડી આપનારા અધિકારી-પદાધિકારીઓ કેમ હવે કોઈ પ્રયત્નો નથી કરી રહ્યા?
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ કોર્પોરેશન દ્વારા એપ્રિલ 2015ના રોજ સાઇકલ શેરિંગ પ્રોજેક્ટને લીલી ઝંડી આપવામાં આવી હતી સાથે સાથે તે સમય આ પ્રોજેક્ટને પ્રાત્સાહન આપવા મ્યુનિસિપલ કમિશનર દ્વારા જણાવાયું હતું કે, 1 મે ના રોજ શહેર બસ બીઆરટીએસ સાથે સાઇકલ રેલીનું આયોજન કરાશે જે ગુજરાતના સ્થાપના દિવસના રોજ બીઆરટીએસ કોરિડોર અને સાયકલિંગ ટ્રેક સમર્પિત છે અને તે દિવસે ટ્રેક સાફ કરવામાં આવશે. આ સાઇકલ શેરીંગ પ્રોજેક્ટ પાછળ મુખ્ય હેતુ લોકોના સ્વાસ્થ્ય, પર્યાવરણ ની ચિંતા સાથે વધતા ટ્રાફિક ની સમસ્યા ને ક્ધટ્રોલ કરવા જેવી બાબત અને ઇંધણ તેલનો બચાવ જેવી બાબતોને ધ્યાને રાખીને આ પ્રોજેક્ટ લોકો માટે સમર્પિત કરવામાં આવેલ હતો.
જેમાં કિશાનપરા ચોક ને 60 સાઇકલો સાથે દરેક પોઇન્ટ પર 15 સાઇકલો ફાળવવાની વાત હતી, જે પ્રથમ માસ મફત ફાળવવા માટે જણાવ્યું હતું. જેથી લોકો તે પ્રોજેક્ટને વધુ પ્રોત્સાહન આપે અને આ સાઇકલ મેળવવા વ્યક્તિગત ઓળખ આપી સાઇકલનો નજીવો ચાર્જ ચુકવવાનો રહેતો હતો. આ બાબતો સાથે આ પ્રોજેક્ટમાં 6000 જેવી સાઇકલો ફાળવવા બાબતે પણ ત્યારના અધિકારીઓ દ્વારા જણાવાયું હતું.
- Advertisement -