બોલીવુડ એક્ટ્રેસ અનન્યા પાંડેએ ઈન્ડીયા કોચ્યુર વીકમાં રેમ્પ પર વોકિંગ કરીને ચાહકોને તેની આગામી ફિલ્મ ડ્રિમ ગર્લ 2 જોવાની ચાહકોને અપીલ કરી હતી.
બોલીવુડ એક્ટ્રેસ અનન્યા પાંડેની ડ્રિમ ગર્લ 2 આવી રહી છે. રવિવારે અનન્યાએ ઈન્ડીયા કોચ્યુર વીકમાં રેમ્પ પર વોકિંગ કર્યું હતું આ દરમિયાન તેણે ગોલ્ડન પાંદડાવાળો ડ્રેસ પહેર્યો હતો અને ડ્રેસમાં તે ખૂબ ચમકી ઉઠી હતી.
- Advertisement -
View this post on Instagram
- Advertisement -
ગોલ્ડન કલરના સેક્સી હાઈ સ્લિટ સ્કર્ટમાં વોકિંગ
બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડેએ તાજેતરમાં એક ફેશન શોમાં પોતાની સુંદરતા બતાવી હતી. ગોલ્ડન કલરના સેક્સી હાઈ સ્લિટ સ્કર્ટ પહેરીને રેમ્પ પર વોક કરતી વખતે અનન્યા પાંડેએ પોતાની સ્ટાઈલથી લોકોને દિવાના બનાવી દીધા છે. અનન્યા પાંડેના ફેશન શોના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
બોલ્ડ આઉટફિટમાં સ્ટાઈલ દેખાડી
અનન્યા પાંડેએ ફેશન શો દરમિયાન ગોલ્ડન કલરના બોલ્ડ આઉટફિટમાં સ્ટાઈલ બતાવી છે. અનન્યા પાંડેની સ્ટાઈલ અને લુક જોઈને દરેક વ્યક્તિ તેના વખાણ કરી રહ્યાં છે. અનન્યા એ ફેશન વીકમાં ગોલ્ડન લીવ્ઝ સ્ટાઇલ સ્કર્ટ પહેરીને રિમઝિમ દાદુ માટે રેમ્પ વોક કર્યું છે. વેસ્ટર્ન આઉટફિટમાં અનન્યા ગોલ્ડન બોડી સાથે સ્ટેજ પર તેની પાંખો ફેલાવતી જોવા મળે છે.
#WATCH | On her upcoming film, Dream Girl 2, actress Ananya Panday says, "…Run to the theatres and watch it."
On walking the ramp for fashion designer Rimzim Dadu at India Couture Week 2023, she says, "I am feeling amazing…" pic.twitter.com/HU57QU4lh4
— ANI (@ANI) July 30, 2023
ચાહકોને ગમ્યો અનન્યાનો લૂક
ગોલ્ડન કલરના પાંદડામાં અનન્યાનો લૂક ચાહકોને ખૂબ ગમ્યો છે જેના વીડિયો અને ફોટા આગની જેમ વાયરલ થઈ રહ્યાં છે. તેના આ ફોટા પરથી નજર ન હટે એવા છે. ચાહકોએ અનન્યાને નગીના ગણાવી છે.