ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.2
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે બીજી ઓકટોબરે પોરબંદર આવ્યા છે તે પૂર્વે પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ છે ત્યારે ગત રાત્રે પીપળીયાના પાટીયાથી રાણાવાવ જતા રસ્તે એક શખ્શને લોડેડ પીસ્તોલ સાથે એસ.ઓ.જી.એ 2 પકડી પાડયો હતો અને તેની આકરી પૂછપરછ કરતા આણંદ ખાતે રહેતા 1 પિતા-પુત્રએ આ હથિયાર પૂરુ – પાડયાની કબુલાત કરતા પોલીસે તેની સામે પણ ગુન્હો નોંધી લીધો છે. પોરબંદર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પી.એસ.આઈ.પી.ડી. જાદવ સહિત એ.એસ.આઈ. મહેબુબખાન બેલીમ, રવીન્દ્ર શાંતિલાલ ચાંઉ, હેડકોન્સ્ટેબલ ચંદ્રસિંહ ભીખુભાઈ જાડેજા, મોહિત આર. ગોરાણીયા, હરદાસભાઈ ગરચર સહિત સ્ટાફના માણસો રાણાવાવ પોલીસસ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે એવી બાતમી મળી હતી કે પીપળીયાના પાટીયા નજીકથી રાણાવાવના રસ્તે એક ઇસમ હથિયાર લઈને નીકળવાનો છે તેથી પોલીસ તાત્કાલિક ત્યાં દોડી ગઇ હતી એક શખ્શ પગપાળા ચાલીને આવતો હતો આથી પોલીસે તેને અટકાવવાની કોશિશ કરતા સરકારી વાહન જોઈને તેણે ભાગવાની કોશિશ કરી હતી.
આથી પોલીસે તાત્કાલિક તેને કોર્ડન કરીને તલાસી લેતા તેની પાસેથી 10 હજાર રૂપિયાની કિંમતની દેશી હાથ બનાવટની પીસ્તોલ મળી આવી હતી તેથી પોલીસ ચોંકી ઉઠી હતી અને એ પીસ્તોલમાં બે કારતૂસ પણ લોડ કરેલા મળ્યા હતા. આથી એસ.ઓ.જી.ની ટીમે તેની અટકાયત કરીને 10,400નો મુદામાલ કબ્જે કર્યો હતો અને તેના નામઠામ પૂછતા પોરબંદરના પેરેડાઇઝ સિનેમાની પાછળ ઝુરીબાગ વિસ્તારમાં રહેતો પ્રતાપ હમીર ગરચર હોવાનું જણાવ્યુ હતુ. પોલીસની પૂછપરછમાં પ્રતાપ ગરચરે એવી કબુલાત આપી હતી કે આ હથિયાર તેને આણંદના રહેવાસી હિરેન જાફાભાઈ રબારી અને તેના પિતા જાફાભાઈ રબારી પાસેથી મેળવ્યુ છે તેથી એસ.ઓ.જી.ની ટીમે હીરેન તથા તેના પિતા જાફાભાઇ સામે ગુન્હો નોંધીને આગળની કાર્યવાહી કરી છે.