નેટફ્લીક્સની ફેમસ સીરીઝ ‘ રીવરડેલ’ના એક્ટર રયાન ગ્રાંથમે પોતાની જ માંની હત્યા કરીને કબૂલાત કરી છે. જાણો વિગતવાર
પોપ્યુલર એક્ટરે કરી પોતાની જ માંની હત્યા
- Advertisement -
નેટફ્લીક્સની ફેમસ સીરીઝ ‘ રીવરડેલ’ અને ‘ડાયરી ઓફ એ વિમ્પી કીડ’ સ્ટાર રયાન ગ્રાંથમને 14 વર્ષની આજીવન સજા ફટકારવામાં આવી છે. આ દરમિયાન તેમને કોઈ પેરોલ નહીં મળે. લિયો એવોર્ડ્સ માટે નામાંકિત રેયાને ૩૧ માર્ચ, 2020નાં રોજ પોતાની 64 વર્ષીય માં બારબરા વાઈટને ગોળી મારીને તેની હત્યા કરી હતી, હવે આ જ મામલાને લઈને બ્રિટીશ કોલંબિયા સુપ્રીમ કોર્ટે વેંકુવરમાં આ નિર્ણય લીધો છે.
શું છે મામલો ?
રીપોર્ટસ અનુસાર, એક્ટરે હત્યા પહેલા રીહર્સલ કર્યું હતું. એટલું જ નહીં, આમ કરતા કરતા તેણે ખુદનો વિડીયો પણ રેકોર્ડ કર્યો હતો. આની એક ક્લિપ કોર્ટમાં પેશ કરવામાં આવી અને આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો.
આ પહેલા એક્ટર પર કેનેડાનાં પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોને મારવાનો પ્લાન બનાવવાનો પણ આરોપ લાગ્યો હતો. માંના મર્ડર બાદ એક્ટર પોતાની ગાડીમાં ત્રણ લોડેડ ગન લઈને પીએમની હત્યા કરવા નીકળ્યો હતો પણ પછી ખુદને તેણે સરેન્ડર કરી દીધો. સુનાવણી દરમિયાન રાયને પોતાના ગુનાઓ માટે કોર્ટમાં માફી માંગી. તેમણે કહ્યું કે હું પોતાના એક્શન માટે કોઈ સફાઈ નહીં આપી શકું. આને લઈને મારી પાસે કોઈ બહાનું નથી. હવે મને સમજાય છે કે મેં શું કરી દીધું. આ ગુના બાદ મને સોરી કહેવું બેકાર લાગે છે પણ છતાં પણ હું શરમ અનુભવું છું.
- Advertisement -
આ સીરીઝમાં જોવા મળ્યા હતા
જણાવી દઈએ કે વર્ષ 2019માં Ryan Granthamને નેટફ્લીક્સનાં ફેમસ શો Riverdaleમાં Jeffery Augustineના પાત્રમાં જોવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ફિલ્મ Diary of a Wimpy Kid પણ તેમણે કામ કર્યું હતું.