જૂનાગઢ કલેક્ટરે તપાસનો આદેશ આપ્યો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.5
ભેસાણમાં સેફ્ટી વિના સફાઈ કરાવતા સફાઈ કામદારની ફરિયાદના આધારે ગ્રામ પંચાયતના તલાટી મંત્રી અને વહીવટદાર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ભેસાણના રાણપુર રહેતા દિનેશભાઈ ચનાભાઈ ચૌહાણની ફરિયાદ અનુસાર પોતે, નાનો ભાઈ લલીત, તેનો દીકરો ભેસાણ ગ્રામ પંચાયત ખાતે હંગામી સફાઈ કામદાર તરીકે નોકરી કરીએ છીએ અને ત્રણેયને ભેસાણ ગ્રામ પંચાયત હેઠળ આવતી તમામ ભૂગર્ભ ગટરની કુંડીઓની સફાઈ કરવાનું કામ કરવાનું હોય છે.
- Advertisement -
બે દિવસ અગાઉ ગ્રામ પંચાયતના તલાટી મંત્રી જે. બી. સોલંકી તથા વહીવટદાર ચાવડાએ તમારે ગ્રામ પંચાયત હેઠળ આવતી ભૂગર્ભ ગટરની કુંડીઓની ઉભરાવાની ફરિયાદ મળે છે જેથી તમારે તમામ કુંડીઓની સફાઈ કરવાની છે તમારે અંદર ઉતરવું પડે તો પણ ઉતરીને સફાઈ કરી નાખો તો જ તમારો પગાર આપીશું નહીંતર તમને કામ પરથી છૂટા પણ કરી દેશું અને પગાર પણ નહીં આપીએ એમ કહ્યું હતું. જેથી ગુરુવારે સવારે અમો ત્રણેય કામ ઉપર આવ્યા હતા. સવારે 10:30 વાગ્યાના અરસામાં ભેંસાણમાં ગાંધી ચોક ખાતે ભૂગર્ભ ગટરની કુંડી સાફ કરતા હતા કુંડીમાં પથ્થર પડેલ હોય જેથી અંદર ઉતરીને સફાઈ કરવી પડે તેમ હોય અને અમોને પગાર નહીં આપવાનું અને કામ પરથી છુટા કરવાનું જણાવેલ હોય જેથી હું નીચે કુંડીમાં ઉતરીને સફાઈ કરતો હતો. જેનો ભાઈના દીકરાએ તેના ફોનમાં વીડિયો ઉતારી ગાંધીનગર ખાતે મોકલ્યો હતો બાદમાં તંત્ર હરકતમાં આવ્યું હતું. તલાટી મંત્રી તથા વહીવટદાર સામે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી તેમજ જિલ્લા કલેક્ટરે પણ આ મુદ્દે તપાસના આદેશ કર્યા હતા.