મેલેરિયા મુક્ત ગુજરાત, ર૦રર અભિયાન અને જુન માસ, ‘’મેલેરિયા વિરોઘી માસ’’ અંતર્ગત રાજકોટને મેલેરિયા મુકત કરવા અને લોકોમાં મચ્છર ઉત્પતિ અને મેલેરિયા તથા ડેન્ગ્યુ – ચીકુનગુનિયા રોગ અટકાયત અંગે જાગૃતિ આવે તે માટે વિવિઘ આરોગ્ય શિક્ષણ તથા જુદા – જુદા પ્રિમાઇસીસ તપાસી વાહક નિયંત્રણ કામગીરીની સઘન ઝુંબેશ હાથ ઘરવામાં આવેલ છે જેમાં શહેરની ૨૦૧ બાંઘકામ સાઇટ અને ૧૪૦ હોસ્પિટલમાં મચ્છર ઉત્પતિ સબબ તપાસ મચ્છર ઉત્પતિ અથવા મચ્છર ઉત્પતિ થાય તેવી પરિસ્થિતી જોવા મળી આવતા ૧૫૨ બાંઘકામ સાઇટ અને ૯૯ હોસ્પિટલને નોટીસ આપવામાં આવી છે.
હાલ ચોમાસું નજીક હોય વરસાદી વાતાવરણ અને ભેજ ભર્યા માહોલમાં મચ્છરો વઘુ સક્રિય થઈ જાય છે. ખાસ કરીને બાંઘકામ સાઇટ કે જયાં મોટા ભાગે ઓછા પ્રકાશવાળા અને વધારે ભેજવાળા વાતાવરણમાં મચ્છર ઉત્પતિ માટે આદર્શ માહોલ પુરો પાડે છે. ખાસ કરીને બાંઘકામની જગ્યાએ લીફટના ખાડા તથા બાંઘકામ માટે ભરી રાખવામાં આવતા પાણી તથા સેલરમાં ભરાઇ રહેતા પાણીમાં તથા હોસ્પિટલ ખાતે અગાસી તથા પ્રિમાઇસીમાં પડેલ બિનજરૂરી ભંગાર, સુશોભન માટે રાખેલ ફુલછોડ વગેરેમાં મેલેરિયા તથા ડેન્ગ્યુ ફેલાવતા મચ્છરોની વૃદ્ધિ સહેલાઈથી થાય છે.
- Advertisement -
મેયરશ્રી ડો. પ્રદિ૫ ડવ, ડેપ્યુટી મેયરશ્રી ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પુષ્કર પટેલ, મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ, શાસક ૫ક્ષ નેતાશ્રી વિનુભાઇ ઘવા, દંડકશ્રી સુરેન્દ્રસિંહ વાળા, આરોગ્ય સમિતી ચેરમેનશ્રી ડો. રાજેશ્રીબેન ડોડીયાની સુચના અનુસાર આરોગ્ય અઘિકારી ડો. લલીત વાજા, નાયબ આરોગ્ય અધિકારી ડો. પી. પી. રાઠોડ, નાયબ આરોગ્ય અધિકારી ડો. મનીષ ચુનારા તથા બાયોલોજીસ્ટ વૈશાલીબેન રાઠોડના માર્ગદર્શન હેઠળ મેલેરિયા વિભાગના કર્મચારીઓ દ્વારા ગત સપ્તાહ દરમ્યાન શહેરના મુખ્ય અને સંવેદનશીલ વિસ્તારોમાં ચાલતી બાંઘકામ સાઇટો તથા હોસ્પિટલોનું ચેકીંગ તથા આરોગ્ય શિક્ષણની કામગીરી હાથ ઘરવામાં આવેલ છે. આ કામગીરીમાં જુદા – જુદા વિસ્તારોમાંથી કૂલ – ૨૦૧ બાંઘકામ સાઇટ તથા કૂલ – ૧૪૦ હોસ્પિટલોની મચ્છર ઉત્પતિ સબબ મુલાકાત લઇ ૧૫૨ બાંઘકામ સાઇટ તથા ૯૯ હોસ્પિટલોએ મચ્છરની ઉત્પતિ જોવા મળતા અથવા મચ્છર ઉત્પતિ થાય તેવી પરિસ્થિતી જોવા મળતા નોટીસ આ૫વામાં આવેલ છે.
મેલેરિયાનો મચ્છર આપણા ઘરોતથા કામકાજના સ્થળે સંગ્રહિત કરેલ ચોખ્ખાઅને સ્થિર પાણીમાં ઉત્પન્ન થાય છે. પાણીમાં જોવા મળતા પોરા / લાર્વા એ મચ્છરના બચ્ચાછે. જો પાણીનાં પાત્રોમાં મચ્છરના પોરા જોવા મળે તો પુખ્ત મચ્છર થાય તે ૫હેલા ત્વરિત તેનો નાશ કરવો.
- ચોમાસા પૂર્વ છત અને છાપરા ઉપર પડેલો કાટમાળ, ટાયર વગેરે દૂર કરવા.
- ચોમાસા દરમ્યાન બીનજરૂરી ૫ક્ષીકુંજને ઊંધાંવાળી દેવા.
- છોડના કુંડામાં જમા રહેતા પાણીને ખાલી કરવું,
- અગાસી કે છજજામાં વરસાદી પાણી ભરાઇ તો પાણીનો નીકાલ કરવો.
- ચાની લારી, પંચરની દુકાન જેવા કોર્મશીયલ એકમોના સ્થળે ખુલ્લા રહેતા પાણીના પાત્રો દૈનિક વ૫રાશમાં લીઘા બાદ ઊંધાં કરી સુકવી દેવા.




