ટ્રસ્ટના રામનામ મંત્ર લેખનમાં જોડાયા સુનિતા અગ્રવાલ
ખાસ-ખબર સંવાદદાતા
સોમનાથ મહાદેવના દર્શનાર્થે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ શ્રીમતી સુનિતા અગ્રવાલ સહપરિવાર પધાર્યા હતા. તેઓશ્રીનું સ્વાગત સોમનાથ ટ્રસ્ટી જે. ડી.પરમાર દ્વારા પુષ્પગુચ્છ સાથે કરવામાં આવ્યું હતું. સોમનાથ મહાદેવના દર્શન કરી ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલે સહ પરિવાર સોમનાથ મહાદેવને જલાઅભિષેક કર્યો હતો તેમજ પૂજા સામગ્રી અર્પણ કરી હતી. તેમજ શ્રી સોમનાથ મંદિરના ઇતિહાસ ને ઉજાગર કરતો થ્રિડી લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ નિહાળ્યો હતો. તેમજ સોમનાથ ટ્રસ્ટ નિર્મિત નૂતન રામ મંદિર ખાતે પ્રભુ શ્રીરામના દર્શન કરી ચીફ જસ્ટિસ શ્રીમતી સુનિતા અગ્રવાલ પરિવાર સહિત “સોમનાથ થી અયોધ્યા: રામનામ માત્ર લેખન યજ્ઞ”માં જોડાયા હતા. ભગવાન શ્રી કૃષ્ણના અંતિમ લીલા સ્થાન શ્રીભાલકા તીર્થ તેમજ શ્રીકૃષ્ણની દેહોત્સર્ગ ભુમી ગોલોકધામ ખાતે પણ તેઓએ દર્શન કર્યા હતા તેમજ ગોલુ ગામ ખાતે શ્રીકૃષ્ણ ચરણ પાદુકા પૂજન કર્યું હતું.
સોમનાથ ખાતે રાત્રિ રોકાણ કરી બીજા દિવસે તેઓશ્રીએ વેહલી સવારે સોમનાથ મહાદેવની સોમેશ્વર મહાપૂજા કરીને ધન્યતા અનુભવી હતી. આ તકે શ્રીસોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર દ્વારા ચીફ જસ્ટિસ શ્રીમતી સુનિતા અગ્રવાલનું અભિવાદન કરવામાં આવ્યું હતું.